(Source: ECI/ABP News/ABP Majha)
Health Tips: બેડ પર સૂતા-સૂતા, આરામથી આ રીતે ઘટાડો પેટની ચરબી, કરો આ 5 ઉપાય
વજન ઘટાડવું એ કોઇ સરળ કામ નથી, ખૂબ ધીમી અને ધીરજ માંગી લેતી પ્રક્રિયા છે. વ્યસ્ત જીવનશૈલીમાં વજન ઘટાડવું ખૂબ જ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, આજે અમે આપને કેટલીક એવી કસરતો જણાવવા જઈ રહ્યા છીએ જે આપ આપના રૂટીન કામ સાથે પણ કરી શકો છો.
Health Tips: વજન ઘટાડવું એ કોઇ સરળ કામ નથી, ખૂબ ધીમી અને ધીરજ માંગી લેતી પ્રક્રિયા છે. વ્યસ્ત જીવનશૈલીમાં વજન ઘટાડવું ખૂબ જ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, આજે અમે આપને કેટલીક એવી કસરતો જણાવવા જઈ રહ્યા છીએ જે આપ આપના રૂટીન કામ સાથે પણ કરી શકો છો.
ઇઝી એક્સરસાઇઝ
વધતા વજનના કારણે આજે દુનિયાના અડધાથી વધુ લોકો પરેશાન છે. દરેક વ્યક્તિ વજન ઘટાડવા માંગે છે, પરંતુ વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો તેમના સ્વાસ્થ્ય માટે સમય કાઢી શકતા નથી. આ સમસ્યાને દૂર કરવા માટે, આજે અમે તમને કેટલીક એવી કસરતો વિશે જણાવીશું જે આપ આપના રોજિંદા જીવનમાં કામ કરતી વખતે કરી શકો છો. આ સાથે તમારું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે અને તમારા સ્વાસ્થ્યને કોઈ નુકસાન નહીં થાય. આ એક્સરસાઇઝની ખાસ વાત એ છે કે તમે મોબાઈલ ચલાવતી વખતે પથારી પર સૂઈને પણ કરી શકો છો.
- લેગ રેઝ
આ કસરત કરવાથી પેટની ચરબી ઓછી થાય છે. જેમ કે નામ સૂચવે છે, આ કસરતમાં સીધા સૂઇ જવાનું છે અને આપના પગ ઉપાડવાના છે, આ એક્સરસાઇઝ આપ બેડ પર સૂતા સૂતા આરામથી કરી શકો છો.
2.ગ્લુટ બ્રિજ
આ કસરત કમર અને પગના સ્નાયુઓને મજબૂત બનાવે છે, તેમજ પેટની ચરબી ઘટાડે છે. આ એક્સરસાઇઝ કરવા માટે, તમારે પથારી પર સૂતી વખતે ફક્ત તમારા હિપ્સને ઉપરની તરફ ઉઠાવવાના છે. તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
3.ડેડ બગ્સ
આ કસરત પેટની ચરબીની સાથે સાથે પગની ચરબી પણ ઘટાડે છે. આ કસરત દિવસમાં બેથી ત્રણ વખત કરવી જોઈએ, કારણ કે આ કસરત આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એટલી સરળ કસરત છે કે તમે મોબાઈલ ચલાવતા સમયે સૂઈને પણ કરી શકો છો. જો તમે આ એક્સરસાઇઝને તમારી દિનચર્યાનો ભાગ બનાવી લો છો, તો થોડા જ દિવસોમાં તમને વજન ઓછું થવા લાગશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )