Health Tips:લીલા વટાણા છે સ્વાસ્થ્યનો ખજાનો, ચહેરાના નિખાર સાથે આ સેવનથી થાય છે આ ફાયદા
શિયાળાની ઋતુમાં શાકમાર્કેટમાં લીલા શાકની લિજ્જત વધી જાય છે. ચારે બાજુ લીલાં શાકભાજી અને લીલોતરી જોવા મળે છે. આ સિઝનમાં મળતા શાકભાજીમાં સ્વાદ અને સ્વાસ્થ્યનો ખજાનો છુપાયેલો છે. આમાં એક શાકનું નામ છે વટાણા.
Health Tips:શિયાળાની ઋતુમાં શાકમાર્કેટમાં લીલા શાકની લિજ્જત વધી જાય છે. ચારે બાજુ લીલાં શાકભાજી અને લીલોતરી જોવા મળે છે. આ સિઝનમાં મળતા શાકભાજીમાં સ્વાદ અને સ્વાસ્થ્યનો ખજાનો છુપાયેલો છે. આમાં એક શાકનું નામ છે વટાણા. કોઈ એવું હશે જેને વટાણા ખાવાનું પસંદ ન હોય. સ્વાસ્થ્યની સાથે-સાથે સુંદરતાનો ખજાનો પણ વટાણામાં છુપાયેલો છે. આવો જાણીએ વટાણાના ફાયદા.
વટાણાના સેવનના ફાયદા
શિયાળાની ઋતુમાં વટાણા ખૂબ મળે છે. જે સ્વાદ વધારવાનું કામ કરે છે. આ સાથે તે હૃદયથી લઈને કિડની સુધીના સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે. તે બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ શાકભાજી ચહેરાને નિખારવામાં અને વજન ઘટાડવામાં મદદરૂપ છે.
લીલા વટાણા રોગો સામે લડવામાં મદદરૂપ છે
લીલા વટાણામાં આયર્ન, મેંગેનીઝ, ઝીંક અને કોપર હોય છે. વટાણામાં જે શિયાળાની ઋતુમાં શરીર માટે ખૂબ જ જરૂરી છે તેવા પોષક તત્વો હોય છે. આ સિવાય તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે જે રોગો સામે લડવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. લીલા વટાણામાં લ્યુટીન અને ઝેક્સાથી જોવા મળે છે જે આંખોની રોશની વધારે છે. વટાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. વટાણા પ્રોટીનનો પણ સારો સ્ત્રોત જે ખાંડને નિયંત્રિત કરે છે. આ સાથે, તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે, જે હૃદય રોગને દૂર રાખે છે. તેમાં વિટામિન અને મિનરલ્સ પણ મળી આવે છે. નાના લીલા દાણામાં ઘણા ગુણો છુપાયેલા છે.
ચહેરા પર ચમક લાવવા માટે આ રીતે વટાણાનો ઉપયોગ કરો
લીલા વટાણા માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ચહેરાને ચમકાવવાનું પણ કામ કરે છે. લીલા વટાણાને પીસીને ચહેરા પર લગાવવાથી કુદરતી સ્ક્રબનું કામ થશે. ચહેરાને સાફ કરે છે અને સ્કિન પર ગ્લો પણ લાવે છે. વટાણામાં વિટામીન A અને E ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે ઠંડીમાંહોઠ અને હીલ્સ ફાટતા અટકાવે છે. તેથી જ તેને વિન્ટર ડાયટમાં સામેલ અચૂક કરવામાં આવે છે. .
અલ્ઝાઈમરથી દૂર રાખે છે
યુ.એસ.માં તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, વટાણામાં palmitoylethanolamide (PEA) અલ્ઝાઈમર સામે લડવામાં મદદ કરે છે. વટાણામાં Palmitoylethanolamide (PEA) જોવા મળે છે. એટલે કે તેને ખાવાથી તમે અલ્ઝાઈમર રોગથી દૂર રહી શકો છો. આ સિવાય તે સાંધાનો દુખાવો અને સોજો પણ ઓછો કરે છે. જોકે હજારો ગુણોની ખાણ વટાણાનું અતિરેક સેવન ગેસ સર્જે છે. તેથી સપ્રમાણમાં જ સેવન કરવો જોઇએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )