શોધખોળ કરો

ગરમીમાં વધુ કોલ્ડ ડ્રિંક્સ ના પીવો, સ્વાસ્થ્યને થઇ શકે છે ભારે નુકસાન

કાળઝાળ ગરમીમાં લોકો ઠંડા પીણાની બોટલ જોતા જ તેના તરફ આકર્ષાય છે. ઉનાળાની ઋતુમાં દરેક ઉંમરના લોકો કોલ્ડ ડ્રિંક્સની મજા લેતા જોઈ શકાય છે

Harmful Effects of Cold Drinks: કાળઝાળ ગરમીમાં લોકો ઠંડા પીણાની બોટલ જોતા જ તેના તરફ આકર્ષાય છે. ઉનાળાની ઋતુમાં દરેક ઉંમરના લોકો કોલ્ડ ડ્રિંક્સની મજા લેતા જોઈ શકાય છે. આ કોલ્ડ ડ્રિંક્સ પીધા પછી શરીરમાં ઠંડક અનુભવાય છે પરંતુ કોલ્ડ ડ્રિંક્સનો જેટલો સ્વાદ સારો હોય છે તેટલો તે વધુ નુકસાનકારક પણ હોઈ શકે છે. દરરોજ અને વારંવાર કોલ્ડ ડ્રિંક્સ પીવાનું ટાળવું જોઈએ. વધુ પડતા કોલ્ડ ડ્રિંક્સ તમને ઘણી બીમારીઓના દર્દી બનાવી શકે છે.

હેલ્થલાઈનના રિપોર્ટ મુજબ ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ કારણ કે તેમાં પોષક તત્વોની માત્રા ઘણી ઓછી હોય છે, જ્યારે સુગર અને કેલરી વધુ પડતી હોય છે. આ કારણે વધુ પડતુ કોલ્ડ ડ્રિંક્સ પીવાથી તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે. વધારાની કેલરીના કારણે ઠંડા પીણાને સ્થૂળતાનું મુખ્ય કારણ ગણી શકાય. ઘણા સંશોધનો અનુસાર, વધુ પડતુ સુગરયુક્ત પીણાં પીવાથી પણ ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. આડકતરી રીતે આ હૃદયના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. લોકોએ દરેક ઋતુમાં ઠંડા પીણાથી દૂર રહેવું જોઈએ.

કેટલાક અભ્યાસોમાં કોલ્ડ ડ્રિંક્સને લીવર માટે હાનિકારક ગણવામાં આવ્યા છે. સંશોધકોના મતે ઠંડા પીણાના વધુ પડતા સેવનથી નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝનું જોખમ વધી શકે છે. તેની પાછળ એક નક્કર કારણ પણ આપવામાં આવ્યું છે. ખરેખર જ્યારે કોલ્ડ ડ્રિંક્સ લીવરમાં મોટી માત્રામાં પહોંચે છે, ત્યારે લીવર ઓવરલોડ થઈ જાય છે અને ફ્રક્ટોઝને ચરબીમાં ફેરવે છે. જેના કારણે લીવરમાં ચરબી જમા થવા લાગે છે. વધુ પડતા ઠંડા પીણા પીવાથી શરીરમાં ઇન્સ્યુલિન પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે, જેનાથી બ્લડ શુગર વધે છે. ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ ઠંડા પીણા ન પીવું જોઈએ.

હવે સવાલ એ થાય છે કે ઉનાળામાં ઠંડા પીણાને બદલે કયા પીણાંનું સેવન કરવું ફાયદાકારક છે? તેના પર આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે ઉનાળામાં લીંબુ પાણી સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. શિકંજી બનાવીને પીવાથી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ બેલેન્સ પણ જળવાઈ રહે છે અને સ્વાસ્થ્ય સુધરે છે. લીંબુ પાણી સિવાય છાશ, લસ્સી અને તાજા શાકભાજીનો રસ પીવાથી વધુ ફાયદો થાય છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો મીઠો રસ પીતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Firecracker: અસ્થમા, આંખો અને ફેફસાંને કેવી રીતે પ્રભાવિત કરે છે ફટાકડાનો ધુમાડો, કેવી રીતે બચવું
Firecracker: અસ્થમા, આંખો અને ફેફસાંને કેવી રીતે પ્રભાવિત કરે છે ફટાકડાનો ધુમાડો, કેવી રીતે બચવું
ફેફસાંને કરવા છે મજબૂત? રોજ ખાઓ આ 5 વસ્તુઓ, વધતા પ્રદૂષણમાં લંગ્સ રહેશે સુરક્ષિત
ફેફસાંને કરવા છે મજબૂત? રોજ ખાઓ આ 5 વસ્તુઓ, વધતા પ્રદૂષણમાં લંગ્સ રહેશે સુરક્ષિત
Alcohol Liver Damage: દારૂ પીવાના કેટલા વર્ષ પછી ખરાબ થઈ જાય છે લિવર?
Alcohol Liver Damage: દારૂ પીવાના કેટલા વર્ષ પછી ખરાબ થઈ જાય છે લિવર?
ભારતના કયા 5 રાજ્યોમાં બાળ કેન્સરનો ખતરો સૌથી વધુ? બ્રિટિશ જર્નલનો ઘટસ્ફોટ
ભારતના કયા 5 રાજ્યોમાં બાળ કેન્સરનો ખતરો સૌથી વધુ? બ્રિટિશ જર્નલનો ઘટસ્ફોટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ
Junagadh Civil Hospital: જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ! દિવ્યાંગ મહિલાને રસ્તા પર ઢસડાવું પડ્યું
Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
Meet Mandakini Dadi: 100 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવો જુસ્સો! અમદાવાદનાં મંદાકિની બાની પ્રેરણાદાયી કહાની
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Air Pollution: દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
Air Pollution: દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
ઇઝરાયેલમાં સત્તા પરિવર્તનના સંકેત!, નેતન્યાહૂને મોટો ઝટકો! આઇઝેનકોટને મળ્યું સરકાર બનાવવાનું આમંત્રણ
ઇઝરાયેલમાં સત્તા પરિવર્તનના સંકેત!, નેતન્યાહૂને મોટો ઝટકો! આઇઝેનકોટને મળ્યું સરકાર બનાવવાનું આમંત્રણ
Diwali 2026: જાણો લક્ષ્મી પૂજાના શુભ મુહૂર્ત, તિથિ અને પૂજાની સંપૂર્ણ વિધિ
Diwali 2026: જાણો લક્ષ્મી પૂજાના શુભ મુહૂર્ત, તિથિ અને પૂજાની સંપૂર્ણ વિધિ
દેશમાં દિવાળીની ધૂમ! PM મોદી સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
દેશમાં દિવાળીની ધૂમ! PM મોદી સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
Embed widget