Headache: શું તમને પણ રહે છે સતત માથાનો દુખાવો? તો રહ્યા ઘરેલૂ ઉપાયો
Headaches relief tips: ઘણા લોકોને એવી ફરિયાદ રહેતી હોય છે કે, તેમને માથું દુખે છે. મગજની એક તરફ અથવા બંને તરફ હોઈ શકે છે. પહેલા સામાન્ય માથુ દુખે છે. બાદમાં માથાનો દુખાવો ધીરે ધીરે વધતો જાય છે.
Headache Pain: રોજબરોજની વ્યસ્ત લાઈફમાં આપણને સૌને ક્યારેક ને ક્યારેક માથાનો દુ:ખાવો થતો રહે છે. જો તમે પણ આવી કોઈ સમસ્યાથી પરેશાન રહો છો અને દવા ખાઈ લો છો તો તમારે અટકી જવાની જરૂર છે. દવા શરીરને નુકસાન કરે છે પણ જો તમે આ સમયે કેટલાક ઘરેલૂ ઉપાયોને અજમાવી લો છો તો તમને રાહત મળી શકે છે. તો જાણો રસોઈની કઈ વસ્તુઓ દવાનું કામ કરવામાં તમારી મદદ કરી શકે છે.
ફૂદીનો આપી શકે છે રાહત : રસોઈમાં રહેતો ફૂદીનો માથાનો દુ:ખાવો દૂર કરવામાં તમારી મદદ કરશે. જ્યારે તમને માથું દુ:ખે ત્યારે તમે થોડો ફૂદીનો લો અને તેને પીસી લો. હવે તે રસને કપાળ પર લગાવી લો. આ લેપ તરત જ તમને રાહત આપશે.
સફરજન પણ કરી શકે છે મદદ : જો તમારા ઘરની રસોઈમાં સફરજન હોય તો તે તમારા માથાના દુ:ખાવાને ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે. તે દવાનું કામ કરી શકે છે. તમે સફરજનને સુધારી લો અને તેની પર થોડું મીઠું નાંખો. આ પછી તે સ્લાઈસ ખાઈ લો. તમને જલ્દી જ રાહત મળી જશે.
લીંબુ કરશે તમારી મદદ : રસોઈનો સ્વાદ વધારનારું લીંબુ પણ તમારા માથાના દુ:ખાવાને ઓછો કરી શકે છે. આના માટે તમારે માત્ર તેની છાલને છોલી લેવાની છે અને પછી તેને સૂંઘી લેવાની છે. તમારો માથાનો દુ:ખાવો ઝડપથી દૂર થઈ જશે.
એક્યુપ્રેશરની ટ્રિક પણ કરશે તમારી મદદ : જો તમે માથાના દુ:ખાવવામાંથી તાત્કાલિક રાહત મેળવવા ઈચ્છો છો તો તમે હાથના અંગૂઠા અને પહેલી આંગળીની વચ્ચેના ભાગને સતત દબાવો. આમ કરવાથી માથાના દુ:ખાવામાંથી તમને છૂટકારો મળી શકે છે. તો તમે પણ આ ઉપાયને યાદથી ટ્રાય કરો.
હવાના કારણે થઈ શકે છે માથાનો દુ:ખાવો : જો તમને સાઈનસની સમસ્યા હોય છે તો પણ તમે રસોઈના જાયફળની મદદ લઈ શકો છો. જાયફળને દૂધમાં ઘસો અને કપાળ પર તેનો લેપ લગાવી લો. આમ કરવાથી માથાના દુ:ખાવામાંથી તમને સરળતાથી આરામ મળી શકે છે. દવાની પણ જરૂર રહેશે નહીં.
લવિંગ પણ આપી શકે છે રાહત : જો તમને વધારે ગંભીર રીતે માથું દુ:ખતું હોય તો રસોઈમાં રહેલા લવિંગ પણ તમારી મદદ કરી શકે છે. તમે તેને પીસીને તેનો પાવડર બનાવી લો, કપડામાં તેની પોટલી બનાવી લો. જ્યારે પણ તમને માથા સિવાય પણ શરીરમાં ગમે ત્યાં દુ:ખાવો થાય તો તમારે તેને સૂંઘી લેવી. આમ કરવાથી તમને રાહત મળશે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )