60 પ્લસ અને હેલ્થ વર્ક્સને લગાવાશે આ તારીખથી મળશે થર્ડ વેક્સિન ડોઝ, શું છે આ પ્રિકોશન ડોઝ
આરોગ્ય કર્મચારીઓ અને 60+ લોકો માટે કોરોનાનો પ્રિકોશન ડોઝ અથવા ત્રીજા ડોઝ અંગે માર્ગદર્શિકા પ્રસ્તુત કરવામાં આવી છે.
Corona vaccine precaution dose:આરોગ્ય કર્મચારીઓ અને 60+ લોકો માટે કોરોનાનો પ્રિકોશન ડોઝ અથવા ત્રીજા ડોઝ અંગે માર્ગદર્શિકા પ્રસ્તુત કરવામાં આવી છે.
જાણો શું છે પ્રિકોશન ડોઝ અને ક્યારે લગાવવમાં આવશે
કેન્દ્ર સરકારે કોરોના સામે રક્ષણ માટે પિકોશન ડોઝ માટે માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. દેશમાં 10 જાન્યુઆરી 2022થી પ્રિકોશન ડોઝ શરૂ થવાનો છે.
પિકોશન ડોઝ કોને અપાશે
દેશમાં પ્રિકોશન ડોઝ ત્રણ ગ્રૂપના લોકોને અપાશે. એક તો હેલ્થ કાર્યકર, ફ્રન્ટલાઈન કામદારો અને 60 વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડિટીઝ (ગંભીર રોગો) ધરાવતા લોકો.
ક્યારે આપવામાં આવશે પ્રિકોશન ડોઝ
માર્ગદર્શિકા અનુસાર, પિકોશન ડોઝ કોરોના રસીના બંને ડોઝ લીધાના નવ મહિના (39 અઠવાડિયા) પછી જ લઈ શકાય છે. જ્યારે વ્યક્તિ ત્રીજા પ્રિકોશન ડોઝ માટે ઇલિઝિબલ હશે તો ટેક્સ મેસેજ કરીને તે વ્યક્તિને સૂચિત કરાશે,પ્રિકોશન ડોઝના કોઇ સર્ટીની જરૂર નથી પરંતુ આ પહેલા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે. 60 પ્લસ, હેલ્થ વર્ક્સ અને ગંભીર બીમારી ધરાવતા લોકો માટે પ્રિકોશન ડોઝ લેવાની વ્યવસ્થા કરાઇ છે.પ્રિકોશ ડોઝ લીધા બાદ તેના સર્ટીમાં પ્રિકોશન ડોઝનું અપડેશન થઇ જશે.
શું પ્રિકોશન ડોઝ માટે પૈસા ચૂકવવા પડશે
જી નહીં, સરકારે કહ્યું છે કે, પ્રિકોશન ડોઝ સરકારી કેન્દ્ર પર મફત જ મળશે. જો કે પ્રાઇવેટ હોસ્પિટલમાં તેને આપવા માટે પૈસા ચૂકવવા પડેશે. સરકારે કહ્યં કે, બધા જ લોકો કોરોના વેક્સિનના હકદાર છે. ભલે તેની ઇન્કમ ગમે તેટલી હોય. સરકારે લોકોને અનુરોધ કર્યો છે.. જે લોકો સક્ષમ છે તે પ્રાઇવેટમાં પૈસા ચૂકવીને પ્રિકોશન ડોઝ લગાવી લે જેથી વધુ લોકોને ઝડપથી વેક્સિનેટ કરી શકાય.
15Lથી 18 વર્ષની વ્યક્તિનું વેક્સિનેશન
ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજથી તરુણોને કોરોના વેક્સીનેશન માટે રજીસ્ટ્રેશન શરૂ થયું છે, ત્યારે રાજ્યના તરુણોમાં વેક્સીનેશને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, રાજકોટ સહિત મોટા શહેરોમાં આજે મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું છે. રાજકોટમાં બાળકોમાં વેકસીનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજકોટ શહેરમાં અંદાજિત 81 હજાર બાળકોને ડોજ આપવામાં આવશે. અલગ અલગ સ્કૂલો દ્વારા મનપા આરોગ્ય વિભાગને બાળકોનો ડેટા આપવામાં આવ્યો. મનપાએ અલગ અલગ ખાનગી સ્કૂલો અને ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલો પાસેથી બાળકોની માહિતી મેળવવામાં આવી. સોમવાર તારીખ ૩થી અલગ-અલગ સ્કૂલોમાં જઈને મનપા દ્વારા વિદ્યાર્થીઓનું વ્યક્તિને શરૂ કરવામાં આવશે. અલગ-અલગ સ્કૂલોમાં મનપાએ સમય અને તારીખ આપી છે.
રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોવિડ-૧૯થી રક્ષિત કરવા આગામી તા.૩ થી ૯ જાન્યુઆરી દરમિયાન વેક્સિનેશનની ખાસ મેગા ડ્રાઇવ યોજાશે, તેમ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. સરકારી કચેરીઓમાં આવતા મુલાકાતીઓએ કોવિડ-૧૯ની વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેમને જ આગામી ૧લી જાન્યુઆરી 2022થી પ્રવેશ અપાશે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )