શોધખોળ કરો
Heart Attack: દર્દીઓની તપાસ કરતા ડોક્ટરનું હાર્ટ એટેકથી મોત, પુરુષોમાં જોવા મળતા આ 5 લક્ષણોને ક્યારેય ન અવગણશો
હચમચાવી દેનારી ઘટના: ઓપીડીમાં જ ડોક્ટરનું નિધન તાજેતરમાં નીલગીરી સબડિવિઝનમાં એક અત્યંત દુઃખદ અને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે.
ફરજ પર હાજર એક 55 વર્ષીય ગાયનેકોલોજિસ્ટ, ડૉ. ત્રિનાથ પાલનું દર્દીઓની સારવાર દરમિયાન હાર્ટ એટેક આવતા આકસ્મિક નિધન થયું છે.
1/6

આ ઘટનાએ તબીબી જગત અને સામાન્ય જનતામાં ફરી એકવાર ચિંતા જગાડી છે કે હાર્ટ એટેક હવે કોઈપણ સમયે અને કોઈને પણ આવી શકે છે. છેલ્લા કેટલાક સમયથી યુવાન અને સ્વસ્થ દેખાતા લોકોમાં પણ આવા કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે.
2/6

રવિવારની સવાર બની અંતિમ દિવસ રવિવારની સવારે ડૉ. ત્રિનાથ પાલ રાબેતા મુજબ સવારે 8 વાગ્યે હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઓપીડીમાં દર્દીઓની તપાસ કરી રહ્યા હતા. કામ દરમિયાન અચાનક તેમણે છાતીમાં તીવ્ર દુખાવાની અને ગભરામણની ફરિયાદ કરી હતી. થોડી સ્વસ્થતા મેળવવાના હેતુથી તેઓ વોશરૂમમાં ગયા હતા. જ્યારે તેઓ લાંબા સમય સુધી બહાર ન આવ્યા, ત્યારે સ્ટાફને ચિંતા થઈ અને તપાસ કરતા તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. સાથી ડોક્ટરોએ તાત્કાલિક તપાસ કરતા તેમને મૃત જાહેર કર્યા હતા, જેનાથી સમગ્ર હોસ્પિટલ સ્ટાફમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
Published at : 18 Nov 2025 04:56 PM (IST)
આગળ જુઓ
Advertisement





















