(Source: ECI/ABP News/ABP Majha)
Health Tips: સાવધાન ક્યાંક તમે પણ રાત્રે સ્વેટર પહેરીને નથી સૂતાને....થઈ શકે છે ગંભીર સમસ્યા
Health Tips: ઘણા લોકો ઠંડા વાતાવરણમાં રાત્રે સ્વેટર પહેરીને સૂઈ જાય છે પરંતુ શું તમે જાણો છો કે આમ કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
Health Tips: ઠંડીના વાતાવરણમાં શરીર પર એક નહીં, બે નહીં, પરંતુ કપડાંના 4-4 લેયર કરી લઈએ છીએ આપણે. હાલમાં ઠંડીનું જોર ખૂબ જ વધી રહ્યું છે. ત્યારે મોટાભાગના લોકો રાત્રે સ્વેટર પહેરીને સૂઈ જાય છે. તમે ઘણીવાર તમારા ઘરના વડીલોને કહેતા સાંભળ્યા હશે કે સ્વેટર પહેરીને સૂવું એ સારી વાત નથી. હા એ એકદમ સાચી હકીકત છે કે આપણે સ્વેટર પહેરીને ન સૂવું જોઈએ કારણ કે તે આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. આજે અમે તમને જણાવીશું કે તમારે સૂતી વખતે ઊની કપડાં કેમ ન પહેરવા જોઈએ.
ત્વચા સંબંધિત સમસ્યા
મોટાભાગે કૃત્રિમ પ્લાસ્ટિકનો ઉપયોગ વૂલન કપડાં બનાવવા માટે થાય છે. જેના કારણે ઊની કપડાં પહેરીને સૂવાથી ત્વચાની એલર્જી થઈ શકે છે. જેથી તમને ખંજવાળની સમસ્યા થઈ શકે છે. શુષ્ક ત્વચાને કારણે શિયાળામાં ખંજવાળ એક સામાન્ય સમસ્યા છે. પરંતુ સતત સ્વેટર પહેરીને સૂવાથી આ સમસ્યા વધી શકે છે.
ગૂંગળામણની સમસ્યા
ગરમ કપડાં ઓક્સિજનને અવરોધે છે. જેના કારણે ઘણી વખત ભારે કપડા પહેરવાથી મૂંઝવણ અનુભવાય છે. આના કારણે ગૂંગળામણ અને નર્વસનેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમને શ્વાસ લેવામાં તકલીફ હોય તો તમારે સ્વેટર પહેરીને સૂવું જોઈએ નહીં.
ઠંડી સહન કરવાની ક્ષમતા પર અસર
જાડા અને ઊની કપડાં લાંબા સમય સુધી પહેરવાથી શરીરની ઠંડી સહન કરવાની ક્ષમતા ઘટી જાય છે. આવી સ્થિતિમાં જો તમે થોડા પાતળા ગરમ કપડાં પહેરીને બહાર જાઓ છો તો તમે ખૂબ જ સરળતાથી ઠંડી અનુભવી શકો છો.
થઈ શકે છે બીપીની ફરિયાદ
નિષ્ણાતોના મતે રાત્રે ઊનના કપડામાં સૂવાથી પણ લો બીપી થઈ શકે છે. ગરમ કપડાંને કારણે વધુ પડતો પરસેવો થાય છે જેના લીધે લો બીપીની ફરિયાદ થઈ શકે છે.
ઊંઘની સમસ્યા
સારી ઊંઘ માટે વ્યક્તિએ આરામદાયક કપડાં પહેરીને સૂવું જોઈએ. જો તમે જાડા ઊનના કપડા પહેરીને સૂઈ જાઓ છો, તો પછી તમે આખી રાત બરાબર ઊંઘી શકશો નહીં અને બીજા દિવસે સવારે તમે સંપૂર્ણપણે સુસ્ત અને નકામા થઈ જશો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )