કોવિડ દરમિયાન ગળામાં ખરાશની સમસ્યાથી પરેશાન છો? તો આ દેશી નુસખો છે કારગર, અજમાવી જુઓ
Health Tips: બદલાતી ઋતુમાં લોકો વારંવાર બીમાર પડી રહ્યા છે. બીજી તરફ શિયાળામાં ગળામાં ખરાશ કે શરદી એ કોઈ મોટી સમસ્યાથી ઓછી નથી. ગળાના દુખાવાથી છુટકારો મેળવવા માટે ઘરેલું ઉપચાર અપનાવી શકાય છે.
Health Tips: બદલાતી ઋતુમાં લોકો વારંવાર બીમાર પડી રહ્યા છે. બીજી તરફ શિયાળામાં ગળામાં ખરાશ કે શરદી એ કોઈ મોટી સમસ્યાથી ઓછી નથી. ગળાના દુખાવાથી છુટકારો મેળવવા માટે ઘરેલું ઉપચાર અપનાવી શકાય છે.
દેશમાં ફરી એકવાર કોરોનાએ ભયનું વાતાવરણ સર્જ્યું છે. કોવિડ-19ના કેસો થોડા મહિનાઓની રાહત બાદ ફરી એકવાર વધવા લાગ્યા છે અને એક દિવસમાં 1 લાખથી વધુ લોકો તેનાથી સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે બદલાતી મોસમમાં લોકો વારંવાર બીમાર પડી રહ્યા છે. શિયાળામાં ગળામાં દુખાવો અથવા શરદી એ કોઈ મોટી સમસ્યાથી ઓછી નથી. પરંતુ કોવિડની મહામારીના કારણે આ લક્ષણો ચિંતા ઉપજાવે છે.
આ સાથે જ વર્ષોથી દાદીમાના નુસ્ખા આપણને અનેક રોગોથી દૂર રાખે છે. બીજી તરફ, તમે કેટલાક ઘરેલું ઉપચાર વડે કાન, નાક અને ગળાના ઈન્ફેક્શનનો ઈલાજ કરી શકો છો. આ ઘરેલું ઉપચાર ખૂબ જ અસરકારક છે, જો કે ગળામાં ખરાશ, શરદી અને ઉધરસ જેવી કોઈ સમસ્યા હોય તો પહેલા કોવિડ ટેસ્ટ કરાવો. જો કોવિડ-19 નથી, તો તમે આ ઘરેલું ઉપચાર પણ અપનાવી શકો છો. ચાલો જાણીએ.
હળદર નમકના કોગળા
ઘણીવાર આપણે સાંભળ્યું છે કે ગાર્ગલ્સ મીઠાના પાણીથી કરવા જોઈએ. પરંતુ જો તમે તેમાં એક ચપટી હળદર નાખશો તો તેનાથી વધુ ફાયદો થશે. આ માટે તમે એક ગ્લાસ ગરમ પાણી લો અને તેમાં એક નાની ચમચી હળદર અને અડધી ચમચી મીઠું ઉમેરીને દિવસમાં 4 વખત ગાર્ગલ કરો. આમ કરવાથી તમને રાહત મળશે. આ સમસ્યામાં સૂંઠ પાણી સાથે પીવાથી અને તેને દૂધમાં ઉકાળીને પીવાથી પણ તરત જ રાહત મળે છે
જેઠી મધની લાકડી
ગળાની સમસ્યા માટે જેઠી મધની લાકડી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરવા માટે, દરરોજ એક ચમચી તેના પાવડરને થોડું મધ સાથે લો. તે પછી હુંફાળા પાણીથી ગાર્ગલ કરો.
મેથી
મેથી ગળા માટે પણ ખૂબ સારી છે. તેનો ઉપયોગ કરવા માટે, એક કપ પાણીમાં એક ચમચી મેથીના દાણાને ઉકાળો. તેને ગાળી લો અને પછી આ નવશેકું પાણી પીવો, આમ કરવાથી ગળાની ખરાશ દૂર થઈ જશે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )