Health Tips: શિયાળામાં રોજ પીવો આવું દૂધ, ઈમ્યુનિટી વધશે અને ગળાનું ઈન્ફેક્શન થશે દૂર
Ginger For Health: શિયાળામાં આદુવાળું દૂધ પીવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. આદુની તાસીર ગરમ હોય છે. જેનાથી શરદી, ખાંસી અને કફની સમસ્યાથી છૂટકારો મળે છે.
Ginger Milk Health Benefits: શિયાળામાં આદુ ખાવું ફાયદાકારક છે. આદુના સેવનથી શરીરમાં ગરમી આવે છે અને શરદી, ખાંસી, વાયરલ, ફ્લૂની સમસ્યા દૂર થાય છે. તમે કોઈપણ રીતે આદુનું સેવન કરી શકો છો. જો તમે આદુવાળું દૂધ પીવો તો ખૂબ જ લાભદાયી છે. આદુને દૂધમાં નાંખીને પીવાથી ગુણકારી લાભ મળે છે. આદુમાં એન્ટી ઈન્ફલેમેટરી ગુણ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે.
આદુવાળું દૂધ પીવાથી શરીરને શું ફાયદા થાય?
રોગ પ્રતિકારક શક્તિ વધેઃ આદુવાળું દૂધ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેનાથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. નિયમિત રીતે આદુ વાળુ દૂધ પીવાથી શરદી, ખાંસી, ઉધરસ જેવી બીમારી નથી થતી. આદુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે શરીરને હાનિકારિક બેક્ટેરિયાથી બચાવે છે.
ગળાના ઈન્ફેક્શનમાં આરામઃ ગળા સાથે જોડાયેલી સમસ્યા જેવી કે કફ, ખાંસી, ઉધરસમાં આદુવાળુ દૂધ ખૂબ ફાયદાકારક છે. ગળામાં થતા કોઈપણ ઈન્ફેક્શનથી બોલવામાં પરેશાની થાય છે. આ સ્થિતિમાં તમે આદુવાળુ દૂધ પી શકો છે. તેનાથી ગળાની ખારાશ, કોઈપણ ઈન્ફેક્શન કે કફની સમસ્યા દૂર થશે. રાતે સૂતા પહેલા આદુવાળું દૂધ પીવું જોઈએ અને તેના એક કલાક સુધી પાણી ન પીવું જોઈએ.
કબજિયાતમાં રાહતઃ જે લોકોને પેટની સમસ્યા જેવી કે કબજિયાત, પેટ દર્દ, એસિડિટીન હોય તેમણે આદુવાળુ દૂધ પીવું જોઈએ. આદુમાં ભરપૂર ફાઈબર હોય છે, જેનાથી મળ બહાર નીકળે છે. આદુ ખાવાથી પાચન ક્રિયા પણ સારી રહે છે.
ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા કરે દૂરઃ આદુમાં એન્ટી ઈન્ફલેમેટરી ગુણ હોય છે. જેનાથી ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા દૂર થઈ જાય છે. આદુવાળા દૂધથી શરીરમાં કેલ્શિયમ અને પોટેશિયમ મળે છે. જેનાથી હાડકા મજબૂત બને છે. આદુમાં એન્ટી ઈન્ફ્લેમેટ્રી ગુણ હોય છે. જે હાડકામાં સોજો અને ગઠિયા રોગ દૂર કરે છે.
પેટ દર્દમાં આરામઃ આદુમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે. તેનાથી પેટ સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા દૂર થાય છે. જો તમારા પેટમાં કોઈ સમસ્યા હોય તો તમારે આદુવાળુ દૂધ પીવું જોઈએ. તેનાથી રાહત મળશે.
ડિસ્ક્લેમરઃ આ આર્ટિકલમાં બતાવવમાં આવેલી વિધિ, રીત તથા દાવાની એબીપી ન્યૂઝ પુષ્ટિ કરતું નથી. તેને માત્ર સૂચનના રૂપમાં લો. કોઈપણ પ્રકારની સારવાર, દવા, ડાયટનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.
આ પણ વાંચોઃ Tulsi Tips: તુલસીનો છોડ પણ ઘરમાં આવનારી પરેશાનીનો પહેલા જ આપી દે છે સંકેત, આ રીતે જાણો
Winter Health Care: શિયાળામાં આ 5 ચીજો રાખશે શરીર ગરમ, બીમારી રહેશે દૂર
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )