Heel Pain Causes: ચાલતી વખતે એડીમાં થાય છે અસહ્ય દુખાવો? આ હોય છે પેઇનનું મુખ્ય કારણ
શું આપને પણ ચાલતી વખતે એડીમાં અસહ્ય દુખાવો થાય છે તો આ દુખાવા માટે કેલ્શિયમની ઉણપ સહિત બીજા અને અન્ય કારણો જવાબદાર છે.
Heel Pain Causes:શું આપને પણ ચાલતી વખતે એડી તમે અસહ્ય દુખાવો થાય છે તો આ દુખાવા માટે કેલ્શિયમની ઉણપ સહિત બીજા અને અન્ય કારણો જવાબદાર છે.
ખાસ કરીને 30 વર્ષની ઉંમર પછી જ કેટલાક લોકોને ચાલતી વખતે પગની એડીમાં દુખાવો થાય છે. કેટલાક લોકોની આ સમસ્યા એટલી વધી જાય છે કે તેઓ લંગડાતા જોવા મળે છે, ધીરે ધીરે દુખાવો વધવા ન લાગે. આવી સ્થિતિમાં, શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ પીડાનું મુખ્ય કારણ શું છે ? શા માટે આપ સમસ્યાનો સામનો કરી રહ્યા છો?
આવી સ્થિતિમાં, દુખાવાની જગ્યાને ગરમ પાણી અથવા બરફ વડે શેકવાનું કામ કરો છો અથવા જેલ લગાવીને આરામ મેળવી શકો છો, જો કે આ બધા જ ઉપાય થોડો સમય માટે દુખાવાથી રાહત આપે છે.
દુખાવના મુખ્ય કારણો
- કેલ્શિયમની ઉણપ
- હાર્ડ એક્સસાઇઝ
- મેદસ્વીતા
દુખાવા પાછળના ગંભીર કારણો
પ્લાન્ટર ફશિયા
પ્લાન્ટર ફેશિયા ઉતકનું એક પ્રકારનું બેન્ડ છે. જે આપના પગની આર્ચને ચલાવવમાં મદદ કરે છે.જે પગની આંગણીઓને એડી સાથે જોડે છે. જે પગના ઝટકાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.આ જગ્યાએ દોડવા કે ચાલવાથી વારંવાર સોજા આવી જાય છે. જેના કારણે તમને સવારે ઉઠ્યા પછી કે બેઠા પછી એડીમાં તીવ્ર દુખાવો થવા લાગે છે.
અકીલિઝ ટેન્ડન
તમારા શરીરનો સૌથી મોટો ભાગ એકલીજ ટેન્ડન છે. જે આપના કાલ્સવ્સને એડીના બોનથી જોડે છે. જોગિંગ કે વોકિંગથી આ દુખાવાની સમસ્યા વધે છે. કાલ્સવ્સની તંગ માંસપેશીઓ પણ દુખાવાનું કારણ બને છે. જો આપને અસહ્ય દુખાવો થતો હોય તો ડોકટરની સલાહ લેવી વધુ હિતાવહ રહે છે.
Sleeping Position:: શું આપને પણ ઉલ્ટા સૂવાની આદત છે, તો તેના નુકસાન જાણી લો
Sleeping Position:ઘણીવાર આપણે લોકોને પેટ પર સૂતા જોયા છે, પરંતુ શું તમે જાણો છો કે પેટ પર સૂવાથી તમારા શરીરને ઘણું નુકસાન થઈ શકે છે.
કહેવાય છે કે, સૂતી વખતે યોગ્ય સ્થિતિ હોવી સૌથી જરૂરી છે. અન્યથા તમે 8 કલાકની ઊંઘ પછી પણ ફ્રેશ અને એનર્જેટિક અનુભવતા નથી. સૂવાની ઘણી જુદી જુદી સ્થિતિઓ છે. કેટલાક લોકો સીધા સૂઈ જાય છે, કેટલાક લોકો તેમની બાજુ પર સૂઈ જાય છે, કેટલાક તેમના પેટ પર સૂઈ જાય છે. મોટા ભાગના લોકો પેટના બળે ઊંઘે છે, પરંતુ તમને જણાવી દઈએ કે પેટ પર સૂવાથી આપણા શરીરને ઘણા નુકસાન થઈ શકે છે.
પેટ પર પ્રેશર આવે તે રીતે સૂવાના નુકસાન
જ્યારે આપણે આપણા પેટ પર સૂઈએ છીએ, ત્યારે તેની અસર આપણી ગરદન પર પડે છે. અને આનાથી ગરદનના દુખાવાની સમસ્યા થાય છે, કારણ કે પેટ પર સૂતી વખતે, આપણે ગરદનને જમણી અને ડાબી બાજુ ફેરવવી પડે છે, જેના કારણે ગરદન સીધી રહી શકતી નથી.જ્યારે આપણે પેટ પર સૂઈ ગયા પછી જાગીએ છીએ, ત્યારે આપણને ભારેપણું લાગે છે. કારણ કે આપણા શરીરનું સમગ્ર વજન આપણા પેટ અને આગળના ભાગ પર હોય છે.
પેટ પર સુવાથી પીઠનો દુખાવો પણ થઈ શકે છે, કારણ કે જ્યારે તમે ઊંધુ સૂઈ જાઓ છો ત્યારે પીઠ થોડી ઉંચી રહે છે. આવી સ્થિતિમાં લાંબા સમય સુધી આ રીતે સૂવાથી કમરનો દુખાવો થઈ શકે છે.એટલું જ નહીં, પેટ પર સૂવાથી કબજિયાત, અપચો અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે, તેથી આપણે સીધા અથવા બાજુ પર સૂવું જોઈએ,
ખાસ કરીને ખોરાક ખાધા પછી ઊંધું ન સૂવું જોઈએ. પેટ પર પ્રેશર આવે તે રીતે ઊંઘવાથી સ્કિન પર કરચલીઓ વધી જાય છે અને ઉંમર પહેલા આવી જાય છે.નિષ્ણાતો માને છે કે નાના બાળકોને પેટના બળે બિલકુલ ન ઊંઘવું જોઈએ, કારણ કે તે તેમની ઊંચાઈને અસર કરે છે. તેનાથી વિપરિત જો બાળક સીધું સૂઈ જાય તો તેનો શારીરિક અને માનસિક વિકાસ ઝડપી થાય છે અને ઊંચાઈ પણ વધે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )