શોધખોળ કરો

રોજ બ્રશ ન કરવાની આદત હૃદયને કરી શકે છે ફેઈલ, વાંચો આ ચોંકાવનારો રિપોર્ટ

નવા અભ્યાસનો દાવો: મોઢાની સફાઈ યોગ્ય ન હોય તો હાર્ટ એટેક પછી રિકવરીમાં ખતરો વધી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ખરાબ મોઢાની સફાઈ હાર્ટ એટેક પછી રિકવરીને મુશ્કેલ બનાવે છે.
  • મોઢાના બેક્ટેરિયા હૃદયને સાજા થવાની પ્રક્રિયામાં અવરોધ પેદા કરે છે.
  • ગિંગિપેન પ્રોટીન શરીરની પેશીઓને નુકસાન પહોંચાડી ઇમ્યુનિટીને ચકમો આપે છે.
  • ઓરલ હેલ્થ અને હૃદયના સ્વાસ્થ્ય વચ્ચે સીધો સંબંધ જોવા મળ્યો છે.

Heart Attack Recovery: મોટાભાગના લોકો એવું માને છે કે દરરોજ દાંત સાફ કરવા એટલે ફક્ત દાંતને ચમકાવવા અને મોઢાની દુર્ગંધ દૂર કરવી. પરંતુ, જાપાનમાં થયેલા એક નવા અભ્યાસમાં ખૂબ જ ડરામણી માહિતી સામે આવી છે. આ રિસર્ચ મુજબ, જો તમે તમારા દાંત અને મોઢાની યોગ્ય સફાઈ નથી કરતા, તો હાર્ટ એટેક આવ્યા પછી હૃદયની રિકવરીમાં મોટું જોખમ ઊભું થઈ શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મોઢામાં જોવા મળતા અમુક સામાન્ય બેક્ટેરિયા હૃદયને સાજા થવાની પ્રક્રિયામાં સીધી રુકાવટ પેદા કરે છે, જેના કારણે હાર્ટ એટેક પછી દર્દી માટે સ્થિતિ પહેલા કરતા પણ વધારે જટિલ અને જીવલેણ બની શકે છે.

હાર્ટ એટેક પછી રિકવરી કેમ મુશ્કેલ બને છે?

જાપાનની 'ટોક્યો મેડિકલ એન્ડ ડેન્ટલ યુનિવર્સિટી'ના સંશોધકોએ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઓરલ સાયન્સમાં આ ચોંકાવનારો રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. તેમાં દાંત અને હૃદય વચ્ચેનું એક આશ્ચર્યજનક કનેક્શન જોવા મળ્યું છે. મોઢાની અંદર ખરાબ ઓરલ હેલ્થને કારણે જે બેક્ટેરિયા પેદા થાય છે, તે સીધા હૃદયના હીલિંગ પર અસર કરે છે.

શરીર પોતાની રીતે હૃદયને કેવી રીતે ઠીક કરે છે?

જ્યારે કોઈને હાર્ટ એટેક આવે છે, ત્યારે શરીર પોતાની જાતે જ ડેમેજ થયેલા ભાગને રિપેર કરવાનો પ્રયાસ કરે છે. આ પ્રક્રિયાને વિજ્ઞાનની ભાષામાં 'ઓટોફેજી' (Autophagy) કહેવાય છે. આ પ્રક્રિયામાં ખરાબ થઈ ગયેલા કોષો સાફ થાય છે, જેથી હૃદયને ફરીથી સ્વસ્થ થવામાં મદદ મળે. પરંતુ, મોઢામાં જોવા મળતો 'પોર્ફિરોમોનાસ ગિંગિવાલિસ' નામનો એક બેક્ટેરિયા આ રિપેરિંગના કામમાં મોટો અડચણરૂપ બને છે. આ જ બેક્ટેરિયા પેઢાના રોગો માટે પણ જવાબદાર હોય છે. જો સમયસર સારવાર ન થાય તો પેઢામાં સોજો આવે છે, લોહી નીકળે છે અને સમય જતાં દાંત પણ પડી શકે છે.

ગિંગિપેન (Gingipain) શું છે અને તે શું નુકસાન કરે છે?

વૈજ્ઞાનિકોને પહેલાથી જ ખબર હતી કે આ બેક્ટેરિયા મોઢામાંથી શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે, પણ હૃદય પર તેની અસર કેવી રીતે થાય છે તે અત્યાર સુધી અસ્પષ્ટ હતું. આ બેક્ટેરિયા 'ગિંગિપેન' નામનું એક ખાસ પ્રોટીન છોડે છે. આ ગિંગિપેન એક એવો પદાર્થ છે જે શરીરના ટિશ્યૂ (પેશીઓ) ને નુકસાન પહોંચાડે છે અને આપણી ઇમ્યુનિટી સિસ્ટમને પણ ચકમો આપી દે છે. સંશોધકોએ જ્યારે હૃદયના સેલ્સ પર તેની અસર તપાસી તો પરિણામો આશ્ચર્યજનક હતા.

શું શેરડીનો રસ ખરેખર હેલ્ધી છે? જાણો કઈ બીમારીઓમાં તે ઝેર સમાન સાબિત થઈ શકે છે

રિઝલ્ટમાં શું સામે આવ્યું?

વૈજ્ઞાનિકોએ એક એવો બેક્ટેરિયા બનાવ્યો જેમાં ગિંગિપેન નહોતું, અને તેની સરખામણી સામાન્ય બેક્ટેરિયા (જેમાં ગિંગિપેન હોય છે) સાથે કરી. રિઝલ્ટ એકદમ સ્પષ્ટ હતું - ગિંગિપેન વિનાના બેક્ટેરિયાના સંપર્કમાં આવેલા સેલ્સ સ્વસ્થ રહ્યા, જ્યારે સામાન્ય બેક્ટેરિયાના સંપર્કમાં આવેલા સેલ્સને ભારે નુકસાન થયું. ઉંદરો પર કરાયેલા પ્રયોગમાં પણ જોવા મળ્યું કે સામાન્ય બેક્ટેરિયાના કારણે હૃદયમાં કચરો જમા થવા લાગે છે અને હાર્ટનું રિપેરિંગ કામ સાવ ધીમું પડી જાય છે. ટૂંકમાં કહીએ તો, આ બેક્ટેરિયા હૃદયને ઝડપથી સાજું થવા દેતો નથી અને ડેમેજ વધારી દે છે.

શું શાકાહારી આહાર લેવાથી કેન્સર જલ્દી મટે છે? જાણો આ અંગે ડૉક્ટર્સ અને નવો રિસર્ચ શું કહે છે

ડિસ્ક્લેમર: આ માહિતી રિસર્ચ સ્ટડીઝ અને નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે. આને કોઈ તબીબી સલાહનો વિકલ્પ ન સમજવો. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ નવી આદત કે સારવાર અપનાવતા પહેલા તમારા ડોક્ટર કે નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

શું મોઢાની સ્વચ્છતા હાર્ટ એટેક પછી રિકવરીને અસર કરી શકે છે?

હા, મોઢાની ખરાબ સ્વચ્છતા હાર્ટ એટેક પછી હૃદયની રિકવરીમાં અવરોધ ઊભો કરી શકે છે. અમુક બેક્ટેરિયા હૃદયના સાજા થવાની પ્રક્રિયામાં દખલ કરે છે.

હૃદયને સાજા થવામાં કયો બેક્ટેરિયા અડચણરૂપ બને છે?

'પોર્ફિરોમોનાસ ગિંગિવાલિસ' નામનો બેક્ટેરિયા હૃદયને સાજા થવાની પ્રક્રિયામાં અડચણ ઊભી કરે છે. આ બેક્ટેરિયા પેઢાના રોગો માટે પણ જવાબદાર છે.

ગિંગિપેન શું છે અને તે હૃદયને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?

ગિંગિપેન એ બેક્ટેરિયા દ્વારા છોડવામાં આવતું એક પ્રોટીન છે. તે શરીરના ટિશ્યૂને નુકસાન પહોંચાડે છે અને હૃદયના કોષોને નુકસાન કરીને રિકવરી ધીમી પાડે છે.

શું ઉંદરો પરના પ્રયોગોએ મોઢાના બેક્ટેરિયાની હૃદય પર અસર દર્શાવી છે?

હા, ઉંદરો પરના પ્રયોગો દર્શાવે છે કે સામાન્ય બેક્ટેરિયા હૃદયમાં કચરો જમા કરે છે અને હાર્ટના રિપેરિંગ કામને ધીમું પાડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Embed widget