ICMRની સ્ટડીમાં ચૌંકાવનારો ખુલાસો, આ ફૂડના કારણે થાય છે 56% આ પ્રકારની ગંભીર બીમારી, જાહેર કરી ગાઇડ લાઇન
ICMR Guideline:ICMRએ કહ્યું કે 'સ્વસ્થ જીવનશૈલી અપનાવીને અકાળ મૃત્યુને રોકી શકાય છે. NIN ઓછા તેલ અને નમક વાળો ખોરાક ખાવાની સલાહ આપી છે વધુ સુગર અને જંકફૂડનેપણ અવોઇડ કરવાની સલાહ અપાઇ છે
ICMR Guideline: આજના વ્યસ્ત જીવનમાં દરેક વ્યક્તિ માટે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તમારી ખાવાની આદતો પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે. હૈદરાબાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન (NIN) એ લગભગ 13 વર્ષના અંતરાલ પછી ભારતીયો માટે આહાર માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. NIN એ વૈજ્ઞાનિક તારણો, જીવનશૈલીમાં ફેરફાર, રોગો અને ખાવાની આદતોને ધ્યાનમાં રાખીને જરૂરી માર્ગદર્શિકા બહાર પાડી છે. આમાં ભારતીય લોકોને ઓછી તેલ, ખાંડ અને પ્રોટીન સપ્લીમેન્ટ ટાળવાની સલાહ આપવામાં આવી છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ બુધવારે જણાવ્યું હતું કે ભારતમાં 56.4 ટકા રોગો બિનઆરોગ્યપ્રદ ખોરાકના વપરાશને કારણે થાય છે. ICMR એ જરૂરી પોષક તત્ત્વોની આવશ્યકતાઓને પૂર્ણ કરવા અને સ્થૂળતા અને ડાયાબિટીસ જેવા રોગોથી બચવા માટે 17 પ્રકારના ખોરાકના વપરાશ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. ICMR હેઠળ કામ કરતી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન (NIN)એ કહ્યું કે પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાવાથી હૃદય સંબંધિત બીમારીઓ અને હાઈ બ્લડ પ્રેશરને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે અને ડાયાબિટીસથી પણ બચી શકાય છે.
ICMRએ કહ્યું કે 'સ્વસ્થ જીવનશૈલી અપનાવીને અકાળ મૃત્યુને રોકી શકાય છે. NIN ઓછા તેલ અને નમક વાળો ખોરાક ખાવાની સલાહ આપી છે વધુ સુગર અને જંકફૂડનેપણ અવોઇડ કરવાની સલાહ અપાઇ છે. આ સાથે એક કલાકની કસરસને જીવનો ભાગ બનાવવોનો પણ ઉલ્લેખ છે. ICMRએ યોગ કરવા, યોગ્ય કસરત કરવા, ઓછી ખાંડ અને જંક ફૂડ ખાવાની વિનંતી કરે છે. સ્થૂળતાને રોકવા માટે, તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાની અને પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેવાની સલાહ આપી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન (NIN) ભારતીયોને દરરોજ માત્ર 20 થી 25 ગ્રામ ખાંડ (એક ચમચી લગભગ 5.7 ગ્રામ) ખાવાની સલાહ આપે છે. આ સાથે પ્રોટીન સપ્લીમેન્ટ્સ ટાળવા અને તેલનો ઉપયોગ ઓછો કરવાની પણ સલાહ આપવામાં આવી છે. આ સાથે, સંસ્થાએ એર-ફ્રાઈંગ અને ગ્રેનાઈટ-કોટેડ કુકવેરના ઉપયોગની પણ સલાહ આપી છે.
ઓછું તેલ, ખાંડ, પ્રોટીન સપ્લિમેન્ટસ અવોઇડ કરો
NIN એ પ્રથમ વખત પેકેજ્ડ ફૂડ લેબલના અર્થઘટન માટે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં કરી હતી. ICMRના મહાનિર્દેશક ડૉ. રાજીવ બહલે બુધવારે સુધારેલી માર્ગદર્શિકા બહાર પાડી. આમાં આપવામાં આવેલા મુખ્ય સૂચનોમાં, રસોઈમાં તેલના ઓછા ઉપયોગ પર વધુ ભાર મુકવામાં આવ્યો છે, આ સાથે પ્રોસેસ્ડ ફૂડ અંગે પણ સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ICMRએ હાઇ લેવલના પ્રોટીન પાવડના નિયમિત ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. વધુ ઓઇલી, સુગરવાળા અને પ્રોસેસ્ડ ફૂડના કારણે 56 ટકા બીમારીનો ખતરો વધી જાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )