Choke Throat by Chocolate: બાળકના ગળામાં કંઇક ફસાઈ જાય તો કરો આ ઉપાય
નાના બાળકના ગળામાં કંઇક ફસાઈ જવાથી મોત થયું જેવા અવારનવાર આપણે સમાચાર સાંભળતા રહીએ છીએ. ત્યારે આ ઉપાય અજમાવાથી આપણે બાળકને બચાવી શકીએ છીએ..
બાળકો રમત રમતમાં ગમે તે ખાઈ લે છે અને ઘણી વાર તો એવું થાય છે કે તે વસ્તુ તેઓના ગળામાં ફસાઈ જાય છે અને મોટાભાગના કિસ્સામાં બાળકનું મોત થઇ જાય છે. આવી જ એક ઘટના થોડા દિવસ પહેલા બની હતી જેમાં 8 વર્ષના બાળકનું ચોકલેટ ગળામાં ફસાઈ જવાથી મોત થયું હતું. ત્યારે આજે અમે તમને આ મુસીબતમાંથી બચવાના ઉપાય જણાવીએ છીએ. જે તમને મુસીબતના સમયે ઘણી કામ લાગી શકે છે.
ગળામાં કંઈક ફસાઈ જાય ત્યારે શું કરવું?
હેલ્થ એક્સપર્ટના મતે જો તમે પુખ્ત વયના છો અને કંઈક ખાતી વખતે અચાનક તમારા ગળામાં કંઇક ફસાઈ જાય છે તો તરત જ જોરથી ઉધરસ ખાઓ. આમ કરવાથી ગળામાં ફસાયેલી વસ્તુ બહારની તરફ ધકેલાશે. અને એ વસ્તુ તરત બહાર નીકળી જશે. જો તમારા શ્વાસમાં ગૂંગળામણ વધી જાય, તો તરત જ કોઈને ઈશારો કરો અને પીઠ પર મારવા માટે ઈશારો કરો. આમ કરવાથી ગળામાં ફસાયેલી વસ્તુ બહાર નીકળી જાય છે.
જો તમારી સામે કોઈના ગળામાં કંઈક ફસાઈ જાય છે ને ગુંગળામણ થવા લાગે છે તો તમારે તાત્કાલિક તેને કમરના ભાગ પર જોરથી મારવું જોઈએ. ત્યારબાદ પીડિતને આગળની તરફ ઝુકાવો અને તેના ચહેરાને પણ આગળની તરફ ઝુકાવવાનું કહો. ત્યારબાદ તમારો એક હાથ તેની છાતી પર રાખો અને બીજા હાથથી કમરના ભાગે જોરથી ધક્કો મારો આમ કરવાથી ગળામાં ફસાયેલી વસ્તુ મોં દ્વારા બહાર આવી જાય છે.
જો તમે આ ઉપાયોથી પણ રાહત મેળવી શકતા નથી તો પુખ્ત વ્યક્તિના પેટને બળપૂર્વક દબાવો. આમ કરવાથી ગળામાં ફસાયેલી વસ્તુ બહાર આવે છે. ધ્યાનમાં રાખો કે ગર્ભવતી મહિલાઓ અને 1 વર્ષના બાળકો પર આ ટ્રિકનો ઉપયોગ કરશો નહીં. જો પીઠ અને પેટ પર દબાણ આપવા છતાં પણ ગૂંગળાયેલું ગળું ખુલતું નથી, તો પીડિતને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જાઓ. આમ કરવાથી તેનો જીવ બચી જશે.
જો બાળકના ગળામાં કંઇક ફસાઈ ગયું હોય તો?
જો બાળકના ગળામાં કોઈ વસ્તુ ફસાઈ ગઈ હોય તો તમારે કોઈ પણ જાતની રાહ જોયા વિના તેનું મો પહોળું કરવું જોઈએ. ગળામાં ફસાયેલી વસ્તુ તમને જો બરાબર દેખાય તો તમારે તમારી આંગળી તેના મોમાં નાખવી જોઈએ અને તે વસ્તુને બહારની તરફ ખેંચવાનો પ્રયાસ કરવો જોઈએ. પરંતુ જો ગળામાં ફસાયેલી વસ્તુ દેખાતી ન હોય તો ભૂલથી પણ આવી ભૂલ ન કરવી, નહીં તો તે વસ્તુ વધુ ફસાઈ જશે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )