શોધખોળ કરો

Weight Loss Tips: જો આપ વજન ઘટાડવા માટે લંચ સ્કિપ કરો છો તો સાવધાન, જાણો નુકસાન

વજન ઘટાડવા માટે ઓછો આહાર લેવા એ ક્યારેય સારો વિકલ્પ નથી રહ્યો. આ રીતે વજન ઓછું કરવું સ્વાસ્થ્ય માટે ખતરનાક અને હાનિકારક સાબિત થઈ શકે છે. એવું પણ જરૂરી નથી કે, દરેક વ્યક્તિ માત્ર ઓછું ખાવાથી જ વજન ઘટાડી શકે છે.

Weight Loss Tips:વજન ઘટાડવા માટે ઓછો આહાર લેવા એ ક્યારેય  સારો વિકલ્પ નથી રહ્યો. આ રીતે વજન ઓછું કરવું સ્વાસ્થ્ય માટે ખતરનાક અને હાનિકારક સાબિત થઈ શકે છે. એવું પણ જરૂરી નથી કે, દરેક વ્યક્તિ માત્ર ઓછું ખાવાથી જ વજન ઘટાડી શકે છે.

મોટાભાગના લોકો માને છે કે, ભૂખ્યા રહેવાથી તેમનું વજન ઓછું થાય છે.તેથી, વજન ઘટાડવા માટે, તેઓ ખૂબ જ ઓછો ખોરાક લે છે અને દિવસમાં માત્ર એક જ વાર જમે છે.  તેનાથી વજન પણ ઘટે છે, તેથી ડાયટિંગમાં પણ આ આદતનું ચલણ વધી રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે તેનાથી ઘણા ગંભીર નુકસાન પણ થઈ શકે છે. ભોજન છોડવાથી અથવા ભૂખ્યા રહેવાથી વજન ઘટે છે પરંતુ ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ શું કહે છે નિષ્ણાતો...

શું વજન ઓછું કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે?

હેલ્થ એક્સપર્ટના મતે વજન ઘટાડવા માટે ઓછું ખાવું  ક્યારેય સારો વિકલ્પ નથી રહ્યો. આ રીતે વજન ઓછું કરવું સ્વાસ્થ્ય માટે ખતરનાક અને હાનિકારક સાબિત થઈ શકે છે. એવું પણ જરૂરી નથી કે દરેક વ્યક્તિ  માત્ર ઓછું ખાવાથી જ વજન ઘટાડે છે. આવું 10માંથી 8 કેસમાં થઈ શકે છે, પરંતુ આવી રીત હેલ્ધી નથી

નિષ્ણાતો શું કહે છે

નિષ્ણાતોના મતે, વજન ઘટાડવું એ તેના પર નિર્ભર કરે છે કે તમે દિવસ દરમિયાન કેટલી કેલરીનો વપરાશ કરો છો અને બર્ન કરો છો. જો કેલરીનું પ્રમાણ વધુ હોય અને યોગ્ય રીતે બળી ન જાય તો વજન વધે છે. ઓછું ખાવાથી વજન ઘટાડવાની પદ્ધતિ બિલકુલ યોગ્ય નથી. કારણ કે આ પદ્ધતિથી શરીરમાં પોષક તત્વોની ઉણપ થઈ શકે છે. ઓછું ખાવાથી શરીર નબળું પડી શકે છે અને ઘણી બીમારીઓનો ખતરો વધી જાય છે. આમ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે. પરેજી પાળવાને કારણે ઘણા વિટામિન અને પ્રોટીનની ઉણપ થાય છે. આવી સ્થિતિમાં કુપોષણનો ભય પણ રહે છે. આવા અનેક મામલા સામે આવી ચૂક્યા છે. ક્યારેક વજન ઘટાડવાનો જુસ્સો પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી, આવી પદ્ધતિઓ દ્વારા વજન ઘટાડવાનું વિચારવું જોઈએ નહીં.

વજન ઘટાડવાની સારી રીત કઈ છે

નિષ્ણાતોના મતે જો તમારે વજન ઓછું કરવું હોય તો તેના માટે શ્રેષ્ઠ ઉપાય છે કસરત. જો તમે વધુ પડતું ખાઓ તો પણ કસરત કરવાનું ચાલુ રાખો. તેનાથી ફેટ અને કેલરી બર્ન થતી રહેશે અને વજન વધશે નહીં. દરેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછી 15 મિનિટ કસરત કરવી જ  જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget