Health :ઉંઘ ન આવવાની સમસ્યામાં સૂતા પહેલા કરો આ 8 કામ, ગાઢ નિંદ્રાનું માણી શકશો સુખ
આજકાલની આપણી અવ્યવસ્થિત લાઇફસ્ટાઇલના કારણે અનેક સમસ્યાની સાથે અનિંદ્રા પણ એક સમસ્યા છે. જો આપ પણ તેનાથી પીડિત હો તો આ ઉપાયથી ગાઢ નિંદ્રાનું સુખ માણી શકો છો.
Health :આજકાલની આપણી અવ્યવસ્થિત લાઇફસ્ટાઇલના કારણે અનેક સમસ્યાની સાથે અનિંદ્રા પણ એક સમસ્યા છે. જો આપ પણ તેનાથી પીડિત હો તો આ ઉપાયથી ગાઢ નિંદ્રાનું સુખ માણી શકો છો.
સારી ઊંઘ માટે બટરફ્લાય પોઝ શ્રેષ્ઠ સ્ટ્રેચિંગ પોઝ છે. આ માટે, પગને વાળતી વખતે, બંને અંગૂઠાને એકબીજા સાથે જોડવાનો પ્રયાસ કરો. હવે સામાન્ય રીતે શ્વાસ બહાર કાઢતી વખતે જાંઘોને ઉપરથી નીચે લાવો. આ કસરત કરતી વખતે પાછળને આગળ ન વાળો પરંતુ તેને સીધા બેસો,
આ પણ એક ખૂબ જ સારી કસરત છે. જેમાં આખું શરીર ઉપરથી નીચે સુધી સારી રીતે ખેંચાય છે. બેડ પર પગ આગળ લંબાવીને બેસો. લાંબા ઊંડો શ્વાસ લેતી વખતે હાથ ઉપરની તરફ ઉંચા કરો. ધીમે-ધીમે શ્વાસ છોડતી વખતે હાથને પગની બાજુમાં મૂકો અને માથાને પગના ઘૂંટણમાં પર સ્પર્શ કરાવો.
આ પણ ખૂબ જ આરામદાયક જ પોઝ છે. પહેલા પગ વાળીને વ્રજાસનની મૂદ્રામાં બેસી જાવ. હાથને આગળની તરફ સીધી જ લઇ જાવ. માથાને પણ જમીન પર સ્પર્શ કરાવો, સૂતા પહેલા ત્રણથી પાંચ વખત આ આસન કરો, સારી ઊંઘ આવશે.
આ પોઝ માટે આપ સીધા ઉભા રહો અને ગરદનનને જમણીથી ડાબી અને ડાબીથી જમણી બાજુ આરામથી ફરેવો.બાદ ગરદનને બધી તરફ ફેરવતા એક ચક્ર પૂર્ણ કરો.
સૂતા પહેલા આ આસનનો અભ્યાસ કરવાથી પણ સારી ઊંઘ આવે છે. જો લોઅર બોડી માટે ખૂબ જ સારી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ હોય તો ચોક્કસથી પણ ટ્રાય કરો.
રાત્રે સૂતા પહેલા હુંફાળું દૂધ પીવાથી પણ સારી ઊંઘ આવે છે. રાત્રે ડિનરમાં રાઇસ ખાવાથી પણ ગાઢ ઊંઘ આવે છે.
બેડરૂમની સ્વસ્છતા પણ સારી ઊંઘ લાવવા માટે મહત્વનું પરિબળ છે. રાત્રે સૂતા પહેલા સ્નાન કરવાથી પણ સારી ઊંઘ આવે છે.
રાત્રે સૂતા પહેલા આપ હૂંફાળુ દૂધ પીવાની આદત પાડો. આ ટિપ્સ ગાઢ નિદ્રા લાવવામા મદદગાર સાબિત થાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )