ફ્રિજમાં પ્લાસ્કિટના કન્ટેનરમાં ખોરાક રાખતા પહેલા સાવધાન, સ્વાસ્થ્ય માટે છે આ કારણે જોખમી
Health: શું પ્લાસ્ટિકના કન્ટેનરમાં બચેલા ખોરાકનો સંગ્રહ કરવો સ્વાસ્થ્યપ્રદ છે? આવો જાણીએ આ પાછળનું સમગ્ર સત્ય...
Health: શું પ્લાસ્ટિકના કન્ટેનરમાં બચેલા ખોરાકનો સંગ્રહ કરવો સ્વાસ્થ્યપ્રદ છે? આવો જાણીએ આ પાછળનું સમગ્ર સત્ય...
આજની આધુનિક જીવનશૈલીમાં બચેલો ખોરાક ફ્રીજમાં સંગ્રહ કરવાનું વલણ વધી રહ્યું છે. ઓફિસ જતા લોકો જાણી જોઈને વધારાનો ખોરાક તૈયાર કરે છે, જેથી તેઓને બીજા દિવસે તે રેડીમેઇડ ફૂડ ખાઇ શકે,. જો કે જ્યારે આપણે બચેલો ખોરાક ફ્રિજમાં સ્ટોર કરીએ છીએ. ત્યારે વધુ પ્લાસ્ટિકના કન્ટેનરનો ઉપયોગ કરીએ છીએ. હાલ પ્લાસ્ટિકનો સતત ઉપયોગ વધી રહ્યો છે. જો કે પ્લાસ્ટિકના કન્ટેનરમાં ફૂડ રાખવું સ્વાસ્થ્ય માટે બિલકુલ યોગ્ય નથી. જાણીએ શું નુકસાન થાય છે.
શું પ્લાસ્ટિકના કન્ટેનરમાં ફૂડ રાખવું નુકસાનકારક છે?
ફ્રિજમાં રાખવા માટે આપણે એવા વાસણનો ઉપયોગ કરીએ છીએ જે સુરક્ષિત છે, એટલે કે તૂટવાનો ડર ન હોય. જેથી પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું પ્લાસ્ટિક સ્વાસ્થ્યની દૃષ્ટિએ સલામત છે. પ્લાસ્ટિક વિશે ઘણી વાર એક વાત કહેવામાં આવે છે કે તેને રાંધવા, અથવા તેને ગરમ કરવા, રેફ્રિજરેટ કરવા અથવા તેમાં ખોરાક સંગ્રહિત સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. આજના સમયમાં પ્લાસ્ટિકને માઇક્રોવેવ અને ઓવન પ્રમાણે સલામત ગણવામાં આવે છે, પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ તે સુરક્ષિત નથી. આ કિસ્સામાં, પ્લાસ્ટિકના વાસણમાં ખોરાક પેક કરવાને બદલે, તમે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરી શકો છો.
પોલિઇથિલિન ટેરેફ્થાલેટ
બજારમાં ઉપલબ્ધ પોલિઇથિલિન ટેરેફ્થાલેટ પ્લાસ્ટિકના કન્ટેનર શ્રેષ્ઠ માનવામાં આવે છે. પ્લાસ્ટિકના આ વાસણને પાણીથી સાફ કર્યા બાદ બે વાર ઉપયોગ કરી શકાય છે. પરંતુ તેને વારંવાર ધોવાથી તેમાં જોવા મળતા રસાયણો ખોરાક કે પાણીમાં ભળી જાય છે. આવી સ્થિતિમાં, જો વાસણમાં કોઈ પ્રકારની સમસ્યા હોય, તો તેને સમયસર ફેંકી દો અને તેનો ઉપયોગ ન કરો.
બાયો પ્લાસ્ટિકનો ઉપયોગ કરો
જો તમારે બચેલો ખોરાક સંગ્રહ કરવો હોય તો બાયો પ્લાસ્ટિકનો ઉપયોગ કરો. બાયો પ્લાસ્ટિક પ્લાસ્ટિકના કપ, પ્લેટ બનાવવા માટે માટે મકાઈ, બટાકા, શેરડીનો ઉપયોગ કરવામાં આવે છે.જે નુકસાનકારક નથી હોતું.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )