સવારે ખાલી પેટ ભીંડાનું પાણી પીવાથી થશે આ ગજબના ફાયદાઓ, જાણો
ભીંડા જેને લેડીફિંગર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઘણા લોકોની પ્રિય શાકભાજી છે. ખાવામાં સ્વાદિષ્ટ એવું આ શાક ગુણોનો ભંડાર છે, જે સ્વાસ્થ્ય માટે અનેક ફાયદાઓ પ્રદાન કરે છે.
ભીંડા જેને લેડીફિંગર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઘણા લોકોની પ્રિય શાકભાજી છે. ખાવામાં સ્વાદિષ્ટ એવું આ શાક ગુણોનો ભંડાર છે, જે સ્વાસ્થ્ય માટે અનેક ફાયદાઓ પ્રદાન કરે છે. શાકભાજી સિવાય તેનું પાણી પીવું પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે સવારે ખાલી પેટ ભીંડાનું પાણી પીવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે અને સ્વાસ્થ્ય સુધરે છે.
લેડીફિંગર વોટર બનાવવા માટે ભીંડાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે સૌથી પહેલા આ પાણી પી લો. દરરોજ આમ કરવાથી અગણિત સ્વાસ્થ્ય લાભ થાય છે. ચાલો જાણીએ લેડીફિંગર પાણી પીવાના ફાયદા વિશે.
ભીંડા સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે પોષકતત્ત્વોથી પણ ભરપૂર હોય છે. ભીંડામાં વિટામિન એ, બી, સી, ડી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફોરસ અને આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. ભીંડા સ્વાસ્થ્ય માટે બેહદ ફાયદાકારક છે. જે લોકોને વજન વધવાની અને કબજિયાતની સમસ્યા છે તે લોકો માટે ભીંડા અને એનું પાણી ફાયદાકારક છે.
કોલેસ્ટેરોલ કંટ્રોલ કરવા માટે ભીંડાને ફાયદાકારક માનવામાં આવે છે. ભીંડામાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. એ કોલેસ્ટેરોલને ઓછું કરવામાં મદદ કરે છે. ભીંડા જ નહીં પરંતુ એનું પાણી પીવાથી પણ હાર્ટ હેલ્ધી રહે છે છે. ભીંડામાં રહેલા પેક્ટિન કોલેસ્ટેરોલને ઘટાડવામાં મદદ કરે છે. ભીંડામાં રહેલું ફાઇબર બ્લડમાં કોલેસ્ટેરોલના લેવલને કંટ્રોલ કરે છે.
ડાયાબિટીસના દર્દીઓ જો ભીંડાનું પાણી પીએ છે તો ફાયદાકારક છે. ભીંડાના પાણીથી બ્લડશુગર લેવલને કંટ્રોલમાં રહે છે.ભીંડામાં વિટામિન C ભરપૂર પ્રમાણમાં હોય છે, એ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે. જે લોકોને પાચનસંબંધી સમસ્યા હોય તો ખાલી પેટે ભીંડાના પાણીનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. ભીંડાના પાણીમાં ફાઈબર ભરપૂર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
આંખની રોશની વધારવા દરરોજ ખાઓ આ બે વસ્તુઓ, થોડા સમયમાં જોવા મળશે અસર
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )