Weight LOSS: શું ખરેખર ભાત ખાવાથી વજન વધે છે? મુંઝવણમાં છો, જાણો શું કહે છે નિષ્ણાત
ઇસ સાથે એ ગ્રીન વેજિટેબલને રાઇસમાં મિક્સ કરો, જેમાં પ્રોટીન, ફાઇબરની માત્રા વધુ હોય છે. આવું કરવાથી તમામ પૌષ્ટિક તત્વો પણ મળશે, વજન પણ નહિ વધે
![Weight LOSS: શું ખરેખર ભાત ખાવાથી વજન વધે છે? મુંઝવણમાં છો, જાણો શું કહે છે નિષ્ણાત Know what diet plan to follow for weight loss, what the dietician advised Weight LOSS: શું ખરેખર ભાત ખાવાથી વજન વધે છે? મુંઝવણમાં છો, જાણો શું કહે છે નિષ્ણાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/02/baa38695d5d122dcc5326625584619e8171462307786281_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Health Benefits:ઘણા લોકોને ભાત ખાવાનું પસંદ હોય છે, પરંતુ વજન વધી જવાના ડરે ભાત ખાવાનું અવોઇડ કરે છે. આવી સ્થિતિમાં તમને જણાવી દઈએ કે વજન ઘટાડવાની પ્રક્રિયામાં કેવી રીતે ભાતનું સેવન નુકસાનકારક સાબિત નથી થતું.
જે લોકો પોતાનું વજન વધારવા માંગે છે, મોટાભાગે એવા લોકોને ચોખાના સેવન કરવાની સલાહ આપવામાં આવે છે અને જો વજન ઓછું કરવું હોય તો કહેવાય છે કે, ભાત બિલકુલ ન ખાઓ. કારણ કે ચોખામાં સ્ટાર્ચની સાથે કેલરીનું પ્રમાણ પણ વધુ હોય છે. એવા ઘણા લોકો છે જેમને ચોખા ખાવાનું બહુ ગમે છે, પરંતુ વજન ઓછું કરવા માટે તેમને ભાતથી દૂર રહેવું પડે છે,
તો આપને જણાવી દઈએ કે, જો આપ પણ વેઇટ લોસના મિશન પર હો તો પણ આપ ભાતનું સેવન કરી શકો છો. કારણ કે ચોખામાં વિટામિન બીની સાથે સાથે, તેમાં ઘણા પૌષ્ટિક તત્વો પણ હોય છે, પરંતુ ચોખાનું સેવન કરતા પહેલા તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે, જેથી તમારું વજન પણ ઘટશે અને તમે ભાત પણ ખાઈ શકશો. આવી સ્થિતિમાં, અહીં અમે આપને જણાવીશું કે ચોખાનું સેવન કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
લીલા શાકભાજી ખાઓ
આપ ભાત સાથે લીલા શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. આવી સ્થિતિમાં, તમને લાંબા સમય સુધી ભૂખ લાગશે નહીં. રાઇસ સાથે એ ગ્રીન વેજિટેબલને રાઇસમાં મિક્સ કરો, જેમાં પ્રોટીન, ફાઇબરની માત્રા વધુ હોય છે. આવું કરવાથી તમામ પૌષ્ટિક તત્વો પણ મળશે, આ રીતે આપને લીલા શાકભાજીનો પણ લાભ મળશે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
કેલરીની કાળજી રાખો
ઘણા લોકો રસોઈ બનાવતી વખતે તેમાં ચોખા, ક્રીમ વગેરે ઉમેરતા હોય છે, જેના કારણે ચોખાની કેલરી વધુ વધે છે. એટલા માટે ધ્યાનમાં રાખો કે ચોખાને હંમેશા સરળ રીતે ઉકાળો જેથી તેમાં વધુ પડતી કેલરી ન હોય. આ રીતે ભાત ખાવાથી તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક રહેશે.
ધ્યાનમાં રાખો કે ચોખાની સાથે, આપ કોઇ અન્ય વસ્તુઓ ડાયટમાં સામેલ ન કરો. કારણ કે તમારે તમારા પોષણને નિયંત્રિત કરવાની સાથે જ રાઇસનું સેવન કરવાનું છે. આ રીતે ભાતનું સેવન કરવાથી વજન પણ ઓછું થશે અને આપ સ્વસ્થ પણ રહી શકશો. આપ રાઇસ લવર હો તો ભાતનું આ ટિપ્સથી સેવન કરશો તો વજન પર ચોકક્સ અસર નહી પડે
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)