શોધખોળ કરો

શું તમારા માટલામાં પણ પાણી ઠંડુ નથી થતું? અપનાવો આ જુગાડ ફ્રીજ જેવું ઠંડુ થશે પાણી

Wet Cloth Trick For Matka: મોટાભાગના લોકો રેફ્રિજરેટરનું બરફ જેવું ઠંડુ પાણી પીવાનું પસંદ કરે છે; જોકે, આરોગ્ય નિષ્ણાતો ચેતવણી આપે છે કે વધુ પડતું ઠંડુ પાણી પીવાથી ગળા અને પાચનતંત્ર બંનેને નુકસાન થઈ શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • માટલાને ભીના કપડાથી ઢાંકીને વધુ ઠંડુ રાખી શકાય.
  • હવાઉજાસવાળી જગ્યાએ રાખવાથી માટલું પાણી ઠંડુ રાખે.
  • નવા માટલાને ૧૦-૧૨ કલાક પલાળી રાખવું જરૂરી છે.
  • લાકડાના સ્ટેન્ડ કે ભીની રેતી પર રાખવું ફાયદાકારક.

Matka Water Cooling Tips: ઉનાળો શરૂ થતાં જ મોટાભાગના લોકો ફ્રિજનું બરફ જેવું ઠંડું પાણી પીવાનું પસંદ કરે છે, પરંતુ હેલ્થ એક્સપર્ટ્સ માને છે કે બહુ વધારે ઠંડું પાણી ગળા અને પાચન માટે નુકસાનકારક હોઈ શકે છે. આ જ કારણે આજે પણ ઘણા ઘરોમાં માટીના માટલાનું પાણી સૌથી શ્રેષ્ઠ અને નેચરલ વિકલ્પ માનવામાં આવે છે. માટલાનું પાણી શરીરને ધીમે-ધીમે ઠંડક આપે છે અને તેનો સ્વાદ પણ એક અલગ જ તાજગીનો અહેસાસ કરાવે છે. જોકે, ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેમનું માટલું પાણીને યોગ્ય રીતે ઠંડું કરી શકતું નથી. આવા સમયમાં કેટલાક સરળ દેશી જુગાડ તમારા માટલાને ફ્રિજ કરતાં પણ વધુ અસરકારક બનાવી શકે છે.

માટલામાંથી ચિલ્ડ વોટર કેવી રીતે મળશે?

સૌથી જૂનો અને કારગર ઉપાય છે માટલાને ભીના કપડાથી ઢાંકવું. જો માટલાની ચારેય તરફ ભીનું કપડું અથવા કોથળો વીંટાળી દેવામાં આવે, તો કપડાનું પાણી ધીમે-ધીમે સુકાતી વખતે માટલાની ગરમી ખેંચી લે છે. આનાથી અંદરનું પાણી વધુ ઠંડું રહે છે. ગરમી વધારે હોય તો દિવસમાં 2 થી 3 વખત કપડાને ફરીથી ભીનું કરવું જોઈએ. આ રીત ગામડાઓમાં લાંબા સમયથી ઉપયોગમાં લેવાતી રહી છે અને આજે પણ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.

આ પણ વાંચો...Masala Tea: મસાલા ચાનો આખી દુનિયામાં વાગ્યો ડંકો, મળી 'વર્લ્ડ બેસ્ટ ટી' ની ઓળખ

માટલાને ક્યાં રાખવું જોઈએ?

માટલાને કઈ જગ્યાએ રાખવામાં આવ્યું છે, તેની અસર પણ પાણીની ઠંડક પર પડે છે. ઘણા લોકો માટલાને સીધા જ રસોડાના ગરમ ખૂણામાં અથવા તડકો આવતો હોય તેવી જગ્યાએ મૂકી દે છે, જેનાથી પાણી જલ્દી ગરમ થઈ જાય છે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, માટલાને હંમેશા એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં હવા આવતી-જતી હોય. બારી, બાલ્કની અથવા ઠંડી અને હવા ઉજાસવાળી જગ્યા માટલા માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. હવાનો પ્રવાહ માટીને ઠંડી રાખવામાં મદદ કરે છે અને પાણી ઝડપથી ઠંડું થાય છે.

નવા માટલાને લઈને શું ધ્યાન રાખવું જોઈએ?

જો તમે નવું માટલું ખરીદ્યું છે, તો તેનો તરત જ ઉપયોગ ન કરવો જોઈએ. નવું માટલું પહેલા 10 થી 12 કલાક સુધી સાફ પાણીમાં પલાળી રાખવું જરૂરી છે. આનાથી માટીના નાના-નાના છિદ્રો ખુલી જાય છે અને માટલું પાણીને વધુ સારી રીતે ઠંડું કરી શકે છે. ઘણા લોકો આ સ્ટેપને અવગણે છે, જેના કારણે નવું માટલું યોગ્ય કૂલિંગ આપી શકતું નથી.

આ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખો

બીજી એક મહત્વની વાત એ છે કે માટલાને સીધું જ ભોંયતળિયા (ફ્લોર) પર ન રાખવું જોઈએ. ગરમ ફ્લોરની ગરમી માટલા સુધી પહોંચે છે અને પાણી જલ્દી ગરમ થઈ શકે છે. તેથી તેને લાકડાના પાટિયા, સ્ટૂલ, ઈંટ અથવા કોઈ સ્ટેન્ડ પર રાખવું વધુ સારું માનવામાં આવે છે. કેટલાક લોકો માટલાની નીચે ભીની રેતી પણ રાખે છે, જેનાથી ઠંડક લાંબા સમય સુધી જળવાઈ રહે છે.

આ ઉપરાંત માટલાનું પાણી રોજ બદલવું અને સમયાંતરે તેની સફાઈ કરવી પણ જરૂરી છે. જૂનું પાણી સ્વાદ અને ઠંડક બંને ગુમાવી દે છે. સફાઈ માટે હળવા નવશેકા પાણી અને મુલાયમ બ્રશનો ઉપયોગ કરો. તીવ્ર કેમિકલ કે સાબુ માટીને નુકસાન પહોંચાડી શકે છે. યોગ્ય દેખરેખ સાથે માટલાનું પાણી ઉનાળામાં નેચરલ કૂલિંગનો સૌથી શ્રેષ્ઠ રસ્તો સાબિત થઈ શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

માટલાનું પાણી વધુ ઠંડુ કેવી રીતે કરવું?

માટલાને ભીના કપડાથી ઢાંકવાથી પાણી વધુ ઠંડુ રહે છે. ગરમી વધારે હોય તો દિવસમાં 2-3 વાર કપડાને ફરીથી ભીનું કરવું.

માટલાને ક્યાં રાખવું જોઈએ?

માટલાને એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં હવા આવતી-જતી હોય. બારી, બાલ્કની જેવી ઠંડી અને હવા ઉજાસવાળી જગ્યા યોગ્ય છે.

નવા માટલાનો ઉપયોગ કરતા પહેલા શું કરવું જોઈએ?

નવા માટલાને 10 થી 12 કલાક સુધી સાફ પાણીમાં પલાળી રાખવું જોઈએ. આનાથી માટીના છિદ્રો ખુલી જાય છે અને પાણી વધુ ઠંડુ થાય છે.

માટલાને સીધું ફ્લોર પર રાખવું જોઈએ?

ના, માટલાને સીધું ફ્લોર પર ન રાખવું જોઈએ. તેને લાકડાના પાટિયા, સ્ટૂલ અથવા સ્ટેન્ડ પર રાખવું વધુ સારું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે
શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો
શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો
Van Tulsi Benefits: ઔષધીય ગુણોની ખાણ છે વન તુલસી, જાણો કઈ કઈ બીમારીઓ સામે આપે છે રક્ષણ?
Van Tulsi Benefits: ઔષધીય ગુણોની ખાણ છે વન તુલસી, જાણો કઈ કઈ બીમારીઓ સામે આપે છે રક્ષણ?
Sleep Cycle: દરરોજ રાત્રે 3 વાગ્યે જ શા માટે ઊંઘ ઊડી જાય છે? જાણી લો આ પાછળનું સાચું કારણ
Sleep Cycle: દરરોજ રાત્રે 3 વાગ્યે જ શા માટે ઊંઘ ઊડી જાય છે? જાણી લો આ પાછળનું સાચું કારણ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
Embed widget