શોધખોળ કરો

Gujarat Rain Forecast : રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં ચોમાસાની વિદાયની ધીરે ધીરે શરૂઆત થઇ રહી છે પરંતુ એવા સમયે ફરી ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. અનેક જિલ્લામાં છૂટછવાયો વરસાદ વરસ્યો છે.

Gujarat Rain Forecast :ગુજરાતના અનેક જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે ફરી એકવાર ગુજરાતમાં (Gujarat)  વરસાદના (rain) રાઉન્ડ શરૂ થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. આઠ જિલ્લાના છુટાછવાયા સ્થળો ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં આજે નુકસાનીનો વરસાદ વરસી શકે છે.. પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં આજે  ભારે વરસાદ વરસી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં પાંચ જિલ્લામાં પણ આજે ભારે વરસાદની હવામાન વિભાગે (Meteorological Department) આગાહી વ્યક્ત કરી છે. સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદની (rain) આગાહીને (forecast) પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે.

સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના કેટલાક ભાગોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી  કરવામાં આવી છે.  તો પ્રવાસન સ્થળ દીવમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, આ સાથે જ હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ફરીથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 15ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમનો પ્રભાવ 15 ઓક્ટોબર સુધી રહેશે, જેથી આગામી હજુ 2 દિવસ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ પડે તેવી શક્યતા જોવાઇ રહી છે.હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી અનેક જિલ્લામાં છૂટછવાયો મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ પંથકમાં  બે ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી  ભરાયા છે. અંડરબ્રિજમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.  પાછોતરા વરસાદના કારણે મગફળી, કપાસ,બાજરી, શાકભાજીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.                                          

આ પણ વાંચો

કોંગ્રેસે ચાલી એવી ચાલ, 20 બેઠકો પર ફરીથી થશે ચૂંટણી! શું હવે CM તરીકે શપથ નહીં લઈ શકે નાયબ સિંહ સૈની?

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'દિવાળી ટાણે જ ખેડૂતોના ઘરમાં હોળી' -અતિવૃષ્ટિ અને માવઠાથી પાકો ધોવાયા પરંતુ વળતર મુદ્દે ઠાગા ઠૈયાઃ કોંગ્રેસ

Baba Siddiqui: બાબા સિદ્દીકી હત્યા કેસમાં મોટો ખુલાસો, આ ગેંગે જેલમાં બનાવી હતી યોજના, શૂટરોને આપ્યા હતા 2.5 લાખ રુપિયા
Baba Siddiqui: બાબા સિદ્દીકી હત્યા કેસમાં મોટો ખુલાસો, આ ગેંગે જેલમાં બનાવી હતી યોજના, શૂટરોને આપ્યા હતા 2.5 લાખ રુપિયા
Gujarat Rain Forecast : રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast : રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે આપ્યું એલર્ટ
NIA Cargesheet: દાઉદના રસ્તે લૉરેન્સ બિશ્નોઈ,700 શૂટર્સ,6 દેશોમાં અપરાધનું સામ્રાજ્ય
NIA Cargesheet: દાઉદના રસ્તે લૉરેન્સ બિશ્નોઈ,700 શૂટર્સ,6 દેશોમાં અપરાધનું સામ્રાજ્ય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kadi Landslide | કડીમાં 9 લોકોનો ભોગ લેનાર દુર્ઘટનામાં 3 સામે ફરિયાદ, FIRમાં કંપનીના માલિકનું નામ નહીંBaba Siddique Murder News  : બાબા સિદ્દીકીની હત્યાથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ | ABP AsmitaGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ, સૌથી વધુ માળિયા હાટીનામાં 3 ઇંચAhmedabad Rain | અમદાવાદમાં મોડી રાતથી ઝરમર વરસાદ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દિવાળી ટાણે જ ખેડૂતોના ઘરમાં હોળી' -અતિવૃષ્ટિ અને માવઠાથી પાકો ધોવાયા પરંતુ વળતર મુદ્દે ઠાગા ઠૈયાઃ કોંગ્રેસ
'દિવાળી ટાણે જ ખેડૂતોના ઘરમાં હોળી' -અતિવૃષ્ટિ અને માવઠાથી પાકો ધોવાયા પરંતુ વળતર મુદ્દે ઠાગા ઠૈયાઃ કોંગ્રેસ
Baba Siddiqui: બાબા સિદ્દીકી હત્યા કેસમાં મોટો ખુલાસો, આ ગેંગે જેલમાં બનાવી હતી યોજના, શૂટરોને આપ્યા હતા 2.5 લાખ રુપિયા
Baba Siddiqui: બાબા સિદ્દીકી હત્યા કેસમાં મોટો ખુલાસો, આ ગેંગે જેલમાં બનાવી હતી યોજના, શૂટરોને આપ્યા હતા 2.5 લાખ રુપિયા
Gujarat Rain Forecast : રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast : રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે આપ્યું એલર્ટ
NIA Cargesheet: દાઉદના રસ્તે લૉરેન્સ બિશ્નોઈ,700 શૂટર્સ,6 દેશોમાં અપરાધનું સામ્રાજ્ય
NIA Cargesheet: દાઉદના રસ્તે લૉરેન્સ બિશ્નોઈ,700 શૂટર્સ,6 દેશોમાં અપરાધનું સામ્રાજ્ય
Baba Siddiqui: કોણ છે બાબા સિદ્દીકી, જે લાવ્યા હતા શાહરુખ ખાન અને સલમાન ખાનની દુશ્મનીનો અંત,11 વર્ષ પહેલાનો વીડિયો વાયરલ

IND vs BAN: ધોની-પંત જે ન કરી શક્યા તે સંજુ સેમસને કરી બતાવ્યું, ત્રીજી T20માં રચ્યો ઈતિહાસ

Rain Update: રાજ્યમાં વધુ એક વરસાદનો રાઉન્ડ, છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં ધોધમાર વરસ્યો

Baba Siddiqui Murder: તો શું સલમાનના કારણે થઈ બાબા સિદ્દીકીની હત્યા? આરોપીઓ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાનો ખુલાસો

Embed widget