શોધખોળ કરો

Omocron variant: શું કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન પર મિક્સ રસી વધુ અસરકારક છે? એક્સપર્ટ શું કહે છે, જાણો

કેટલાક સંશોધનો દર્શાવે છે કે, જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે તેઓમાં કોરોનાના ગંભીર લક્ષણોની શક્યતા ઓછી છે. જો કે, ઓમિક્રોનમાં 30 થી વધુ પરિવર્તન જોવા મળ્યા

Omocron variant: કેટલાક સંશોધનો દર્શાવે છે કે, જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે તેઓમાં કોરોનાના ગંભીર લક્ષણોની શક્યતા ઓછી છે. જો કે, ઓમિક્રોનમાં 30 થી વધુ પરિવર્તન જોવા મળ્યા છે.

ભારતે કોરોનાની બે લહેરનો સામનો કર્યો છે.બીજી લહેર પછી લોકોનું જીવન સામાન્ય થઈ ગયું હતું. પરંતુ કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોન વેરિએન્ટે લોકોના મનમાં ફરી ગભરાટનું વાતાવરણ સર્જ્યું છે. આ પ્રકાર સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. આ પછી તે ભારત સહિતના દેશોમાં જોવા મળ્યો છે નવા વેરિયન્ટના ઓમિક્રોનમાં એવા લોકો પણ સંક્રમિત થયા છે. જેમને વેક્સિનના બંને ડોઝ લઇ લીધા છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે શું બે અલગ-અલગ કંપનીઓની વેક્સીનને મિક્સ કરીને વધુ સારા પરિણામો મેળવી શકાય છે. આવો જાણીએ આ વિશે સંશોધનમાં શું સામે આવ્યું છે.

મિક્સ રસીકરણ શું છે?

જ્યારથી કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન આવ્યો  છે ત્યારથી સતત સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું બે કંપનીની વેક્સીનને મિક્સ કરવાથી તેની અસર વધી શકે છે. આપને જણાવી દઈએ કે મિશ્ર રસીકરણનો અર્થ એ છે કે એક ડોઝ એક કંપનીનો હોવો જોઈએ જ્યારે બીજો ડોઝ બીજી કંપનીનો હોવો જોઈએ. કેટલાક દેશોએ સારા પરિણામો માટે મિશ્ર રસીની અસરકારકતાને પણ મંજૂરી આપી છે.

Omicron પર તેની શું અસર થશે?

કેટલાક સંશોધનો દર્શાવે છે કે જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે તેઓમાં કોરોનાના ગંભીર લક્ષણોની શક્યતા ઓછી છે. જો કે, ઓમિક્રોનમાં 30 થી વધુ પરિવર્તન જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં, રસીની અસર પર હજી સંશોધન ચાલી રહ્યું છે. જો કે, કેટલાક સંશોધનો દર્શાવે છે કે રસીની અસર મિશ્ર માત્રામાં વધારી શકાય છે.

યુરોપિયન મેડિસિન એજન્સી (EMA) અને યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ (ECDC) એ કહ્યું છે કે, વેક્ટર અને mRNA રસીનો એકસાથે ઉપયોગ કરવાથી શરીરમાં વધુ સારી રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન થઈ શકે છે. ધ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા અને ફાઈઝર-બાયોટેકના પ્રથમ ડોઝ અને બાદમાં નોવામેક્સ અને મોડર્નાના બીજા ડોઝ વચ્ચે નવ અઠવાડિયાનો તફાવત, શરીરમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ બનાવવા માટે ઉપયોગ કરી શકાય છે.

Disclaimer:એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ,  દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈ સૌથી મોટા સમાચાર, હાઈકોર્ટને શું કરાઈ જાણ?Vav By Poll Result 2024 : વાવમાં કોણ જીતશે?  સટ્ટોડિયાએ કોના પર લગાવ્યો દાવ?Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલોValsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Embed widget