(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના વાયરસના નવા વેરિઅન્ટથી દુનિયાભરમાં ડરનો માહોલ, ચીનના વૈજ્ઞાનિકોએ શું આપી ચેતવણી?
દુનિયાભરમાં છેલ્લા બે વર્ષોથી કોરોના વાયરસની મહામારીથી તમામ લોકો પરેશાન છે. હાલમાં કોરોનાના નવા વેરિઅન્ટે તમામ લોકોની ચિંતા વધારી છે
Corona Variant: દુનિયાભરમાં છેલ્લા બે વર્ષોથી કોરોના વાયરસની મહામારીથી તમામ લોકો પરેશાન છે. હાલમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને તમામ લોકોની ચિંતા વધારી છે. હવે કોરોનાના નવા વેરિઅન્ટને દુનિયાભરમા ડરનો માહોલ પેદા કર્યો છે. ચીની વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં ખુલાસો થયો છે કે સાઉથ આફ્રિકામાં કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ NeoCov મળી આવ્યો છે જે સૌથી ખતરનાક સાબિત થઇ શકે છે.
ચીનની સાયન્સ એકેડમી અને વુહાન યુનિવર્સિટીના રિસર્ચરે આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે સાઉથ આફ્રિકામાં ચામાચિડિયામાંથી મળી આવેલો NeoCov વેરિઅન્ટ સૌથી વધુ ખતરનાક છે. આ કારણે સંક્રમિત દર્દી પ્રથમવાર 2012માં સાઉદી અરેબિયામાં મળી આવ્યો હતો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે NeoCov મિડલ ઇસ્ચ રેસ્પિરેટરી સિડ્રોમ સાથે સંબંધિત છે જે માણસોમાં સામાન્ય શરદીથી લઇને ગંભીર શ્વસન સિડ્રોમ સુધીની બીમારીઓનું કારણ બની શકે છે.
ચાઇનીઝ એકેડમી ઓફ સાયન્સિસ અને વુહાન યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ પોતાના રિસર્ચમાં કહ્યું કે NeoCov વેરિઅન્ટ ખાસ તરીકે સાઉથ આફ્રિકામાં ચામાચીડીયામાંથી મળી આવ્યો છે જે અત્યાર સુધી પ્રાણીઓ વચ્ચે જ ફેલાતો હતો. રિસર્ચમાં કહેવામાં આવ્યું કે હાલમા NeoCov માણસોને સંક્રમિત કરી રહ્યો નથી પરંતુ ભવિષ્યમાં તેમાં થનારા વિકાસની સાથે જ તે માણસો માટે સૌથી ઘાતક સાબિત થઇ શકે છે.
નોંધનીય છે કે ચીનના વૈજ્ઞાનિકોનું માનવું છે કે નિયોકોવ વાયરસ ફક્ત એક મ્યુટેશન બાદ જ માણસોને પોતાનો શિકાર બનાવવાનું શરૂ કરી દેશે. તેનાથી દર ત્રણ વ્યક્તિએ એકનું મોત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે રશિયાના વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વાયરસ અગાઉથી આપણી વચ્ચે છે પરંતુ તે અત્યાર સુધી ચામાચિડીયા અને પ્રાણીઓને જ સંક્રમિત કરી રહ્યો હતો. હાલમાં માણસોને સંક્રમિત કરી શકે કે નહી તેને લઇને રિસર્ચ કરવાની જરૂર છે.
આ પણ વાંચોઃ-
ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન
પરફેક્ટ ફિગર, લૂક્સ પણ શાનદાર છે.......Disha Pataniએ બિકીની લૂકમાં ફેન્સને કર્યા દિવાના, જુઓ એક ઝલક
અજમાવો આ ટ્રિક્સ, તમારી Instagram પૉસ્ટ ઘડીકમાં થઇ જશે ટ્રેન્ડ.........
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )