Oil Pulling Benefits: સ્કિનને એવરયંગ રાખવાની સાથે આ 6 ગજબ ફાયદા આપે છે ઓઇલ પુલિંગ ટેકનિક
Oil Pulling Benefits: સવારે તેલથી કોગળા કરો અને દાંત, પાચન, ત્વચા અને રોગપ્રતિકારક શક્તિ સંબંધિત 6 રોગોથી રાહત મેળવો, જાણો ઓઇવ પુલિંગના ફાયદા

Oil Pulling Benefits: આપણામાંથી મોટાભાગના લોકો સવારે ઉઠ્યા પછી મોંમાંથી ગંદકી અને દુર્ગંધ દૂર કરવા માટે પાણીથી કોગળા કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે પાણીને બદલે તેલથી કોગળા કરવાનું શરૂ કરો છો, તો તમારું મોં સારી રીતે સાફ થશે જ, પરંતુ તમે શરીરના ઘણા ક્રોનિક રોગોથી પણ છુટકારો મેળવી શકો છો? આયુર્વેદમાં, તેને 'ઓઇલપુલિંગ ' કહેવામાં આવે છે અને તે એક પ્રાચીન અસરકારક ઘરેલું ટેકનિક છે. ખાસ વાત એ છે કે આમાં કોઈ દવા નથી, ફક્ત રસોડામાં મળતું તેલ તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ સાબિત થાય છે.
માઈગ્રેન અને માથાના દુખાવામાં રાહત
ઓઇલ પુલિંગ શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો દૂર થાય છે. તે માથાનો દુખાવો અને માઈગ્રેન જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. જો નિયમિતપણે કરવામાં આવે તો તે નર્વસ સિસ્ટમને પણ શાંત કરે છે.
ગળામાં દુખાવો અને ચેપથી બચવા
તેલથી કોગળા કરવાથી ગળામાં જમા થયેલા બેક્ટેરિયા દૂર થાય છે, જેનાથી ગળામાં દુખાવો, કાકડા અથવા વારંવાર ગળામાં દુખાવો થવાની સમસ્યામાં રાહત મળે છે.
ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે
આયુર્વેદ માને છે કે, જ્યારે શરીરમાંથી ઝેરી તત્વો બહાર આવે છે, ત્યારે તેની અસર ત્વચા પર સ્પષ્ટ દેખાય છે. ઓઇલ પુલિગથી મોં દ્વારા ઝેરી તત્વો દૂર થાય છે, જેનાથી સ્કિન પણ ગ્લોઇંગ બને છે શિલ્પા શેટ્ટી પણ ઓઇલ પુલિંગ કરે છે તેમણે અનેક વખત તેના ફાયદા શેર કર્યાં છે.
પાચન તંત્ર મજબૂત બને છે
મોઢામાં રહેલા બેક્ટેરિયા પાચનતંત્ર પર સીધી અસર કરી શકે છે. તેલથી કોગળા કરવાથી આ બેક્ટેરિયા દૂર થાય છે અને ગેસ, અપચો અને એસિડિટી જેવી પેટ સંબંધિત સમસ્યાઓમાં સુધારો થાય છે.
કેવી રીતે કરશો ઓઇલ પુલિંગ?
- સવારે ખાલી પેટે 1 ચમચી તલનું તેલ લો.
- તેને 15 મિનિટ સુધી મોંમાં સારી રીતે ઘુમાવો.
- ત્યારબાદ તેને મોંમાંથી કોગળા કરી કાઢી નાખો.
- પછી હૂંફાળા પાણીથી કોગળા કરો અને બ્રશ કરો.
ક્યારેક નાની આદતથી પણ મોટી બીમારીઓ મટી શકે છે. આ ઓઇલ પુલિંગ એક એવી સરળ, સસ્તી અને અસરકારક પદ્ધતિ છે જે તમારા એકંદર સ્વાસ્થ્યને સુધારી શકે છે. આજથી જ આ પ્રાચીન આયુર્વેદિક ઉપાય અપનાવો અને ફરક જાતે અનુભવો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )




















