ન્હાતા પહેલાં લગાવો આ 5 વસ્તુઓ, મોંઘા સ્કિન કેર પ્રોડક્ટ્સની નહીં પડે જરૂર: ત્વચા થશે કુદરતી રીતે નરમ અને ચમકદાર
શુષ્ક અને નિર્જીવ ત્વચાથી છો પરેશાન? બાથરૂમમાં જ છે તમારી સમસ્યાનો ઉકેલ, અજમાવો આ ઘરેલું ઉપાયો.

Natural Skin Care: શું તમે પણ સ્નાન કર્યા બાદ તમારી ત્વચા શુષ્ક અને નિર્જીવ થઈ જવાથી ચિંતિત છો? શું તમે ત્વચાને હાઇડ્રેટેડ રાખવા માટે મોંઘા મોઈશ્ચરાઈઝરનો સહારો લો છો? તો હવે ચિંતા છોડો! આજે અમે તમારા માટે લાવ્યા છીએ એવા પાંચ ઘરેલું ઉપાયો, જે નહાતા પહેલાં ચહેરા પર લગાવવાથી તમારી ત્વચાને કુદરતી રીતે નરમ, મુલાયમ અને ચમકદાર બનાવી શકે છે. આ ઉપાયો અપનાવ્યા બાદ તમારે મોંઘા કેમિકલયુક્ત ઉત્પાદનોનો ઉપયોગ કરવાની પણ જરૂર નહીં રહે. તો ચાલો જાણીએ, સ્નાન પહેલાં ચહેરા પર શું લગાવવું જોઈએ:
૧. મધ: મધ ત્વચા માટે એક ઉત્તમ કુદરતી મોઈશ્ચરાઈઝર છે. તે ત્વચાને કુદરતી રીતે હાઇડ્રેટ કરે છે અને નિખાર લાવવામાં મદદ કરે છે. મધમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો પણ હોય છે, જે ત્વચાને ઊંડે સુધી પોષણ આપે છે. નહાતા પહેલાં તમારી હથેળીમાં મધના થોડા ટીપાં લો અને ચહેરા પર હળવા હાથે મસાજ કરો. નિયમિત ઉપયોગથી તમારી ત્વચા સ્વસ્થ અને ચમકતી દેખાશે.
૨. લીંબુનો રસ: લીંબુનો રસ વિટામિન સીનો ભંડાર છે, જે ત્વચાને ટાઈટ કરવામાં મદદ કરે છે. લીંબુના રસને ચહેરા પર લગાવો અને 5 થી 10 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ સ્વચ્છ પાણીથી ધોઈ લો. લીંબુનો રસ ત્વચાને તાજગી આપશે અને ચહેરાને ફ્રેશ લુક આપશે.
૩. ઓલિવ ઓઈલ: ઓલિવ ઓઈલ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. નહાતા પહેલાં ચહેરા પર ઓલિવ ઓઈલ લગાવવાથી ત્વચા નરમ અને ચમકદાર બને છે. ઓલિવ ઓઈલ ત્વચા પર વૃદ્ધત્વના સંકેતોને પણ ઘટાડવામાં મદદ કરે છે. જો કે, સંવેદનશીલ અથવા તૈલી ત્વચા ધરાવતા લોકોએ ઓલિવ ઓઈલનો ઉપયોગ ટાળવો જોઈએ.
૪. ટામેટાંનો રસ: ટામેટાંનો રસ ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવે છે અને તાજગી આપે છે. ટામેટાંનો રસ ત્વચાને ચુસ્ત પણ બનાવે છે અને ખીલ અને ડાઘને હળવા કરવામાં મદદ કરે છે. નહાતા પહેલાં ટામેટાંના રસને ચહેરા પર લગાવો અને થોડીવાર બાદ ધોઈ લો.
૫. ચણાનો લોટ અને હળદર (બેસન હલ્દી ફેસ પેક): ચણાનો લોટ અને હળદરનું મિશ્રણ ત્વચાને એક્સ્ફોલિયેટ કરવામાં અને મૃત ત્વચા કોષોને દૂર કરવામાં મદદ કરે છે. હળદરમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ત્વચાને ચેપથી બચાવે છે. નહાતા પહેલાં ચણાના લોટ અને હળદરનો ફેસ પેક લગાવો અને થોડીવાર સુકાવા દો, પછી હળવા હાથે મસાજ કરીને ધોઈ લો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















