Coronavirus: ઓમિક્રોનના કેર વચ્ચે કોરોના ડબલ વેરિયન્ટ ઇન્ફેકશને વધારી ચિંતા, જાણો શું ડબલ વેરિયન્ટ
કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે. સમય જતાં નવા વેરિયન્ટ આવી રહ્યાં છે. હાલ ઓમિક્રોન ચિંતાનો વિષય બન્યો છે
કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે. સમય જતાં નવા વેરિયન્ટ આવી રહ્યાં છે. હાલ ઓમિક્રોન ચિંતાનો વિષય બન્યો છે પરંતુ કિસ્સાઓ દરરોજ ચોંકાવનારા બની રહ્યા છે. તાજેતરમાં, એક એવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક મહિલાને એક જ સમયે કોરોના વાયરસના ડબલ વેરિયન્ટનો લાગ્યો હતો. 90 વર્ષીય મહિલામાં આવા ચેપની પુષ્ટિ થયા પછી, ડોકટરો દરેકને સાવચેતી રાખવાની ચેતવણી આપી રહ્યાં છે
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, મહિલા બે અલગ-અલગ સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવી હશે. આ કેસ પછી સવાલો ઉઠી રહ્યા છે કે, કોરોનાના વિવિધ પ્રકારોથી સંક્રમિત વ્યક્તિ પર રસી કેટલી અસરકારક છે. મોલેક્યુલર બાયોલોજીસ્ટના જણાવ્યા અનુસાર, 'તે સમયે આ બંને પ્રકારો (આલ્ફા અને બીટા) બેલ્જિયમમાં ફરતા હતા. શક્ય છે કે મહિલાને એક જ સમયે બે અલગ-અલગ વેરિયન્ટથી સંક્રમિત લોકોના સંપર્કમાં આવી હોય.
આ પ્રકાર HIV દર્દીઓમાં જોઈ શકાય છે
વાયરસ શરીરમાં ફેલાતા અને કોષોને અસર કરવામાં ખૂબ જ ઓછો સમય લે છે. કેટલાક કોષો અન્ય સ્ત્રોતોમાંથી અન્ય વાયરસ માટે ઉપલબ્ધ હોઈ શકે છે. વાયરસ સામે એન્ટિબોડીઝ બનવામાં થોડા દિવસો લાગે છે. આ સમય દરમિયાન એક કરતાં વધુ વ્યક્તિઓ દ્વારા ચેપ લાગવાની શક્યતા છે. HIVના દર્દીઓમાં ડબલ વેરિયન્ટથી ઇંફેકશનના કિસ્સાઓ ખૂબ જ સામાન્ય છે.
અમેરિકામાં ઓમિક્રોનથી પહેલું મોત
કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યું છે. ટેક્સાસના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે, અમેરિકામાં ઓમિક્રોન વેરિઅન્ટથી પ્રથમ મૃત્યુ થયું છે.કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યું છે. તેની સૌથી વધુ અસર અમેરિકામાં જોવા મળી રહી છે. ટેક્સાસના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે, રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટથી પ્રથમ મૃત્યુ થયું છે. હેરિસ કાઉન્ટીના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓમિક્રોન વેરિઅન્ટના કારણે યુએસમાં આ પ્રથમ મૃત્યુ હોવાનું માનવામાં આવે છે. મૃત્યુ પામનાર વ્યક્તિ 50 વર્ષના હતા અને તેને રસી પણ આપવામાં આવી ન હતી. સોમવારે, યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને જણાવ્યું હતું કે, 18 ડિસેમ્બરના રોજ પૂરા થતા સપ્તાહના સિક્વન્સિંગ ડેટાના આધારે 73% અમેરિકનો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તેને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ પણ હતી. કાઉન્ટી જજ લીના હિડાલ્ગોએ ટ્વિટ કર્યું કે, ઓમિક્રોન વેરિઅન્ટથી આ પ્રથમ સ્થાનિક મૃત્યુ છે. તેણે ટ્વીટમાં લખ્યું કે, લોકોએ ચોક્કસપણે રસી લેવી જોઈએ. અગાઉ ડિસેમ્બરની શરૂઆતમાં, યુકેમાં ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુની પુષ્ટિ થઈ હતી. યુકેમાં આ પ્રકારને કારણે અત્યાર સુધીમાં 12 લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે 104 લોકો હોસ્પિટલમાં છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )