Diet Chart For Women: મહિલાઓએ ફિટ એન્ડ ફાઇન રહેવા માટે આ ફૂડને ડાયટમાં જરૂર કરો સામેલ
Diet Plan For Female: અનિયમિત જીવનશૈલી અને આહારના કારણે મહિલાઓમાં PCOD, ડાયાબિટીસ, સ્થૂળતા, અનિયમિત પીરિયડ્સ જેવી અનેક સમસ્યાઓ વધી રહી છે. આ બધી સમસ્યાઓથી બચવા માટે તેમને પૌષ્ટિક આહારની જરૂર છે,

Diet Plan For Female: એનિમિયા ઘણીવાર સ્ત્રીઓમાં જોવા મળે છે.તેનું એક કારણ પોષક તત્વોનો અભાવ છે. હવે સવાલ એ ઊભો થાય છે કે, મહિલાઓએ તેમના આહારમાં શું સામેલ કરવું જોઈએ. તો ચિંતા કરશો નહીં, અમે તમને એવા જ કેટલાક હેલ્ધી ફૂડ્સ જણાવી રહ્યા છીએ જેને તમે તમારા ડાયટનો ભાગ બનાવી શકો છો.
મહિલાઓ ઘણી વખત ઓફિસ, ઘરના કામકાજ અને બાળકોની સંભાળ રાખવામાં ખુદના ડાયટ પર ધ્યાન આપતી નથી. જે 40 બાદ હેલ્થને અસર કરે છે.
મહિલાઓએ હંમેશા નાસ્તામાં હેલ્ધી વસ્તુઓ સામેલ કરવી જોઈએ. જો તમે માંસાહારી છો તો નાસ્તામાં ઈંડા ખાઈ શકો છો. જો તમે શાકાહારી છો, તો તમારે ઓટ્સ, પોર્રીજ અને દૂધનો સમાવેશ કરવો જોઈએ. આ વસ્તુઓમાં પ્રોટીન, કેલ્શિયમ સારી માત્રામાં જોવા મળે છે, જે તમને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.
લંચમાં લીલા શાકભાજી અને કઠોળનો સમાવેશ કરવો જ જોઈએ. લીલા શાકભાજી અને કઠોળમાં જોવા મળતા ગુણો શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરી શકે છે.
ઘણા લોકો રાત્રિભોજનમાં વધુ તેલયુક્ત મસાલા ખાવાનું પસંદ કરે છે. પરંતુ માત્ર મહિલાઓ જ નહીં પરંતુ દરેક વ્યક્તિએ ડિનરમાં હળવી અને હેલ્ધી વસ્તુઓ ખાવી જોઈએ.
મહિલાઓએ રાત્રે હળવો ખોરાક જેમ કે ખીચડી, સલાડ, બાફેલી શાક વગેરેનો સમાવેશ કરવો જોઈએ. આ બધી વસ્તુઓ શરીરને સ્વસ્થ રાખવામાં અને વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )




















