World Liver Day 2025: રાત્રે આ 5 લક્ષણો જોવા મળે તો લીવર ડેમેજ થઈ શકે, આ વાતોનું રાખો ધ્યાન
લીવર એ માનવ શરીરની સમગ્ર સિસ્ટમનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, જે શરીરના પાચનતંત્રની સંભાળ રાખે છે અને 24 કલાક કામ કરે છે.

Liver Damage Signs In Night Time: લીવર એ માનવ શરીરની સમગ્ર સિસ્ટમનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, જે શરીરના પાચનતંત્રની સંભાળ રાખે છે અને 24 કલાક કામ કરે છે. લીવર આપણા શરીરનું લોહી સાફ કરે છે અને કચરો દૂર કરે છે. આવી સ્થિતિમાં શરીરને સ્વસ્થ રાખવા માટે લીવરનું સ્વસ્થ હોવું જરૂરી છે. તમને જણાવી દઈએ કે જ્યારે લીવર નબળુ અથવા બીમાર થવા લાગે છે તો તે શરીરને પહેલાથી જ સંકેત આપવા લાગે છે. આવી સ્થિતિમાં, આ સંકેતો ખાસ કરીને રાત્રે જોવા મળે છે. ચાલો આજે વિગતવાર જાણીએ, રાત્રે કયા લક્ષણો જોઈને આપણે જાણી શકીએ છીએ કે લીવર અસ્વસ્થ છે.
સૌથી પહેલા તમને જણાવી દઈએ કે મોટાભાગના લોકો લીવર ડેમેજના સંકેતોને ગંભીરતાથી લીધા વગર અવગણના કરે છે, જે ખોટી વાત છે. નિષ્ણાતોના મતે જો લીવર ડેમેજની શરૂઆતના તબક્કામાં ખબર પડે તો તેને કાબૂમાં કરી શકાય છે, પરંતુ જો આ રોગને નજરઅંદાજ કરવામાં આવે તો લાંબા ગાળાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને અંતે લીવરની બીમારી થવાની શક્યતા રહે છે. નિષ્ણાતોના મતે, મોટાભાગના લીવરના રોગો આનુવંશિકતા, મેટાબોલિક ડિસઓર્ડર, પિત્ત નળીના અવરોધ, વાયરસ (જેમ કે હેપેટાઇટિસ), દારૂના દુરૂપયોગ અને સ્થૂળતાને કારણે થઈ શકે છે.
શરીર માટે પરસેવો આવવો જરૂરી છે, પરંતુ જ્યારે આ પરસેવો વારંવાર આવે છે ત્યારે તેને અવગણવાની ભૂલ ન કરો. તમને જણાવી દઈએ કે, જ્યારે લીવર અસ્વસ્થ થવા લાગે છે, ત્યારે તે સમયે તે શરીરના ઝેરી તત્વોને યોગ્ય રીતે સાફ કરી શકતું નથી. આવી સ્થિતિમાં શરીરનું તાપમાન વધી જાય છે, જેના કારણે સૂતી વખતે પરસેવો થાય છે. તમને જણાવી દઈએ કે લીવર રોગના લક્ષણો હંમેશા સ્પષ્ટ નથી હોતા, ખાસ કરીને શરૂઆતના તબક્કામાં. તેથી જ નિષ્ણાતો દરેકને ક્ષતિગ્રસ્ત લીવરને ઓળખવા માટે નિયમિત તપાસ કરાવવાની ભલામણ કરે છે.
સારી ઊંઘ સાથે લીવરનો સીધો સંબંધ છે. આવી સ્થિતિમાં, જો તમે રાત્રે યોગ્ય રીતે ઊંઘી શકતા નથી અથવા તમારી ઊંઘમાં વારંવાર વિક્ષેપ આવી રહ્યો છે અને તમે ઘણી વખત પ્રયાસ કરવા છતાં પણ ઊંઘી શકતા નથી, તો તમારા લીવરમાં સોજો અથવા નુકસાન થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે, ઊંઘમાં ખલેલ એ ક્રોનિક લિવર ડિસીઝ (CLD)નું સામાન્ય લક્ષણ છે.
દરેક વ્યક્તિને રાત્રે શાંતિપૂર્ણ ઊંઘની જરૂર હોય છે, પરંતુ જો તમે સૂતી વખતે તમારા પેટની જમણી બાજુ ભારેપણું અથવા દુખાવો અનુભવો છો, તો આ લીવરને નુકસાનના સંકેતો હોઈ શકે છે. લીવરની કોઈપણ સમસ્યાની સીધી અસર પાચનતંત્ર પર પડે છે, જેના કારણે પેટમાં દુખાવો, ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.
જો રાત્રે તમારી આંખોનો સફેદ ભાગ અને ત્વચાનો રંગ આછો પીળો થવા લાગે તો સમજી લેવું કે તમારા લીવરમાં કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે. એટલું જ નહીં, કમળાના લક્ષણો પણ સમાન હોય છે. કમળો ત્યારે થાય છે જ્યારે તમારું યકૃત તમારા લોહીમાં બિલીરૂબિન (લાલ રક્ત કોશિકાઓના ભંગાણથી બનેલો પીળો પદાર્થ) પ્રક્રિયા કરવામાં અસમર્થ હોય છે.
તમે રાત્રે શાંતિથી સૂઈ શકતા નથી. બેચેની અનુભવો છો. આ સાથે, જો તમારું હૃદય ઝડપથી ધબકે છે અને તમે નર્વસ અનુભવો છો, તો આ બધા લીવરને નુકસાન થવાના સંકેતો હોઈ શકે છે. રિસર્ચ મુજબ લીવર ડેમેજ થવાથી માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. આ દરમિયાન વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર પણ બની જાય છે.
લીવરને સારુ રાખવા માટે કરો આ કામ
- લીવરની તંદુરસ્તી જાળવવા માટે પૌષ્ટિક અને સંતુલિત ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. જેમાં લીલા પાંદડાવાળા શાકભાજી, મોસમી ફળો ખાઓ. આ સાથે વધુ કેલેરીવાળો ખોરાક અને વધુ પડતી મીઠાઈઓ ખાવાનું ટાળો.
- તંદુરસ્ત લીવર માટે પુષ્કળ પાણી પીવું મહત્વપૂર્ણ છે કારણ કે તે ઝેરને બહાર કાઢવામાં મદદ કરે છે, પાચનમાં મદદ કરે છે, લીવરને તેનું કાર્ય અસરકારક રીતે કરવા દે છે.
- હેલ્ધી લીવર જાળવવા માટે આલ્કોહોલથી દૂર રહેવું જરૂરી છે, આ સાથે સ્મોકિંગથી પણ બચો. તમને જણાવી દઈએ કે આલ્કોહોલ પીવાથી લીવર સેલ્સને નુકસાન થાય છે. આવી સ્થિતિમાં, તમારા ડૉક્ટર સાથે વાત કરો કે તમારા માટે કેટલી માત્રામાં દારૂ પીવો યોગ્ય છે. તમને સલાહ આપવામાં આવે છે કે આલ્કોહોલ સિમિત માત્રામાં જ પીવ અથવા તેને સંપૂર્ણપણે છોડી દો.
- તંદુરસ્ત લીવરને પ્રોત્સાહન આપવા માટે, નિયમિતપણે કસરત કરવાની ભલામણ કરવામાં આવે છે, જેમાં એરોબિક કસરતો જેમ કે ઝડપી ચાલવું, સાયકલ ચલાવવી, સ્વિમિંગ અથવા ડાન્સનો સમાવેશ થઈ શકે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















