![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગર્ભાવસ્થામાં તાવ આવે તો મેડિસિન લીધા વિના આ રીતે કરો દૂર, આ કુદરતી ઉપચારથી મળશે રાહત
ગર્ભાવસ્થામાં જો કોઇ બીમારી આવે તો ચિંતા વધી જાય છે કારણ કે આ સમયે એલોપેથી દવાઓનું સેવન ન કરવાની સલાહ અપાઇ છે. આ સ્થિતિમાં તાવ આવે તો કેવા કુદરતી ઉપચાર કરવા જાણીએ
![ગર્ભાવસ્થામાં તાવ આવે તો મેડિસિન લીધા વિના આ રીતે કરો દૂર, આ કુદરતી ઉપચારથી મળશે રાહત Home remedies for fever during pregnancy fever in third trimester and treatment ગર્ભાવસ્થામાં તાવ આવે તો મેડિસિન લીધા વિના આ રીતે કરો દૂર, આ કુદરતી ઉપચારથી મળશે રાહત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/07/411ec037f762255f6648338cfe1eb95d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Women health:ગર્ભાવસ્થા દરમિયાન શારીરિક અને માનસિક ફેરફારો થાય છે. આ સાથે તેમને ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. ગર્ભાવસ્થા દરમિયાન, શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, જેના કારણે ઘણી સ્ત્રીઓને તાવનો સામનો પણ કરવો પડે છે. ગર્ભાવસ્થામાં તાવ માતા અને બાળકને નુકસાન પહોંચાડી શકે છે. પ્રેગ્નન્સીમાં વધુ તાવની દવા લેવી પણ યોગ્ય નથી. તો બીજી તરફ ગર્ભાવસ્થા દરમિયાન તાવને બિલકુલ અવગણશો નહીં. આવો જાણીએ આના માટે કયા ઉપાયો કયાં છે.
ઉકાળો
શિયાળામાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ઉકાળો પીવાની સલાહ આપવામાં આવે છે. ગર્ભાવસ્થામાં તાવ આવતો હોય તો પણ ઉકાળો પીવાથી ફાયદો થાય છે. આ માટે તમે આદુ, તજ, લવિંગ, કાળા મરી વગેરેનો ઉકાળો પી શકો છો. આ સિવાય તુલસી-આદુની ચા પીવી પણ ફાયદાકારક છે.
તુલસી
શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા અને તાવ મટાડવા માટે તમે તુલસીના પાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક ગ્લાસ પાણીમાં 5-8 તુલસીના પાન નાખીને ઉકળવા દો. પછી તેને ગાળીને પી લો. આ પાણીને દિવસમાં 1-2 વાર પીવાથી તમને ઘણી રાહત મળશે. તુલસીના પાનમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ચેપ સામે પણ રક્ષણ આપે છે.
સ્ટીમ લો
શરદી અને તાવમાં રાહત મેળવવા માટે તમે સ્ટીમ પણ લઈ શકો છો. ગળામાં એકઠું થયેલું કફ વરાળ લેવાથી સરળતાથી દૂર થાય છે. ખાંસી કે શરદીને કારણે તાવ આવ્યો હોય તો સ્ટીમ લેવાથી ઘણી રાહત થાય છે. આ માટે તમે સ્ટીમરનો ઉપયોગ કરી શકો છો.
ઠંડા પાટો રાખો
પ્રેગ્નન્સીમાં તાવથી રાહત મેળવવા માટે ગર્ભવતી મહિલાઓ કપાળ પર ઠંડો પટ્ટી પણ રાખી શકે છે. આ માટે કોટનના કપડાને ઠંડા પાણીમાં પલાળી રાખો. તેને સારી રીતે નિચોવીને માથા પર આ પટ્ટી લગાવો, તાવમાં રાહત થશે.
સરસવના દાણા
સરસવનું પાણી પીવાથી પણ તાવમાં આરામ મળે છે. આ માટે તમે એક ગ્લાસ પાણી ગરમ કરો. તેમાં 5 મિનિટ માટે સરસવના દાણાને ઉકાળો અને તેને ગાળીને પી લો.
વધુ પાણી પીઓ
હાઇડ્રેટેડ રહીને તમે તમારી જાતને ઘણી બીમારીઓથી બચાવી શકો છો. સગર્ભાવસ્થામાં તાવથી રાહત મેળવવા માટે હાઇડ્રેટેડ રહેવું પણ જરૂરી છે. આ માટે દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવો. હાઇડ્રેટ રહેવા માટે તમે નારિયેળ પાણી, ફળોના રસ પણ પી શકો છો.
સંતુલિત આહાર
સ્વસ્થ રહેવા માટે સંતુલિત આહાર લેવો ખૂબ જ જરૂરી છે. તંદુરસ્ત રહેવા માટે તમારા આહારમાં વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન અને ફાઇબર તમામ વસ્તુઓ હોવી જોઈએ. આ માટે તમારે તમારા આહારમાં તમામ ફળો, શાકભાજી અને કઠોળનો સમાવેશ કરવો જોઈએ. આ સિવાય તમારા આહારમાં દૂધ, ઘી વગેરેનો સમાવેશ કરો.
સૂપ પીવો
ગર્ભાવસ્થામાં ઈન્ફેક્શન, વાયરસ અને ફ્લૂથી બચવા માટે તમે સૂપ પણ પી શકો છો. જોકે શિયાળામાં સૂપ પીવું વધુ ફાયદાકારક છે.
આરામ કરો
ગર્ભાવસ્થા દરમિયાન આરામ લેવો પણ ખૂબ જ જરૂરી છે. ગર્ભાવસ્થામાં તાવથી રાહત મેળવવા માટે તમારે પૂરતો આરામ લેવો જોઈએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)