(Source: ECI/ABP News/ABP Majha)
Christmas 2022: આ ક્રિસમસમાં બાળકો માટે ઘરે જ બનાવો સુપર ટેસ્ટી અને ક્રન્ચી ચોકલેટ, નોંધી લો રેસિપી
Chritmas: આજે અમે તમને ખૂબ જ ક્રન્ચી અને ટેસ્ટી ચોકલેટની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. વિલંબ કર્યા વગર જાણી લો ક્રન્ચી ચોકલેટની સરળ રેસિપી.
Christmas 2022: નાના બાળકોથી માંડીને મોટા લોકોને સ્વીટમાં જો પૂછવામાં આવે કે તમને શું ભાવે તો દરેકનો જવાબ ચોકલેટ હોઇ શકે છે. તેથી જ જો તમે ક્રિસમસ પાર્ટીમાં બાળકો માટે કંઈક મીઠી અને સ્વાદિષ્ટ બનાવવાનું વિચારી રહ્યા છો. તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને ખૂબ જ ક્રન્ચી અને ટેસ્ટી ચોકલેટની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. સારી વાત એ છે કે આ ચોકલેટ બનાવવી જેટલી સરળ છે તેટલી જ તે ખાવામાં પણ સ્વાદિષ્ટ છે. તમે ડાર્ક અને મિલ્ક ચોકલેટમાં મુઠ્ઠીભર ડ્રાય ફ્રૂટ્સ અને નટ્સ મિક્સ કરીને આ ક્રન્ચી ચોકલેટ રેસિપી બનાવી શકો છો. બાળકો હોય કે પુખ્ત વયના લોકો, ચોકલેટ એ મોટાભાગના લોકોની ફેવરિટ હોય છે. બદામ, કાજુ, કિસમિસ, ચેરી, પિસ્તા અને ખજૂર જેવા સુકા ફળો અને બદામ આ ચોકલેટ રેસીપીને વધુ સ્વાદિષ્ટ બનાવશે. તમે આ ચોકલેટને નાના ચોકલેટ મોલ્ડમાં બનાવી શકો છો અથવા તમે મિશ્રણમાંથી ચોકલેટ બાર પણ બનાવી શકો છો. તમે તુટી ફ્રુટીના ટુકડા ઉમેરી શકો છો અને વધારાના સ્વાદ માટે હેઝલનટ પણ ઉમેરી શકો છો. તો ચાલો વિલંબ કર્યા વિના જાણીએ ક્રન્ચી ચોકલેટની સરળ રેસિપી.
ક્રન્ચી ચોકલેટ બનાવવા માટેની સામગ્રી
- 200 ગ્રામ ડાર્ક ચોકલેટ
- 200 ગ્રામ મિલ્ક ચોકલેટ
- 20 ગ્રામ બદામ
- 20 ગ્રામ કાજુ
- 20 ગ્રામ ખજૂરનો ભૂકો
- 10 ગ્રામ પિસ્તા
- 10 ગ્રામ સૂકી ચેરી
- 10 ગ્રામ કિસમિસ
ક્રન્ચી ચોકલેટ બનાવવા માટેની રીત
સૌપ્રથમ બધા ડ્રાય ફ્રુટ્સને કટ કરી લો એટલે કે તેના નાના નાના ટુકડા કરી લો. ત્યારબાદ એક બાઉલમાં મિલ્ક ચોકલેટ અને ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ લો.ચોકલેટ ઓગળવા માટે ડબલ બોઈલર પદ્ધતિનો ઉપયોગ કરો. હવે આ ઓગળેલા મિશ્રણમાં સમારેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરો. અને તેને ચોકલેટ લિક્વિડ સાથે મીક્ષ કરો. ત્યારબાદ એક સિલિકોન મોલ્ડ લો અને તેમાં ચોકલેટનું મિશ્રણ ભરો. હવે તેને ઓછામાં ઓછા બે કલાક માટે ફ્રીજમાં રાખો. એકવાર સેટ થઈ ગયા પછી તમારી ક્રન્ચી અને સ્વાદિષ્ટ ક્રિસ્પી ચોકલેટ હવે સર્વ કરવા માટે તૈયાર છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )