રસી આવે ત્યાં સુધી બાળકોને ઓમિક્રોનથી બચાવવા માટેની ટિપ્સ જાણો, આરોગ્ય નિષ્ણાતોનો શું છે અભિપ્રાય
ઓમિક્રોનના પગપેસારાથી દેશ-દુનિયા પર ફરી ચિંતાના વાદળ ઘેરાયા છે. ખાસ કરીને બાળકોના માતા-પિતાની ચિંતા વધી છે.
ઓમિક્રોનના પગપેસારાથી દેશ-દુનિયા પર ફરી ચિંતાના વાદળ ઘેરાયા છે. ખાસ કરીને બાળકોના માતા-પિતાની ચિંતા વધી છે. કારણણ કે, પુખ્ત વયના લોકોને રસી આપવામાં આવી છે પરંતુ હજુ સુધી બાળકો માટે કોઈ રસી નથી મળી. આવી સ્થિતિમાં, બાળકોને કોરોનાના નવા પ્રકારોથી સુરક્ષિત રાખવા એક પડકારથી ઓછું નથી. બાળકોની સુરક્ષા માટે નિષ્ણાતોએ કેટલીક ટિપ્સ આપી છે.
રસી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી બાળકોને ચેપથી કેવી રીતે સુરક્ષિત રાખવા?
WHO મુજબ, જાહેર સ્થળોએ તમારું વર્તન નક્કી કરે છે કે, તમે તમારા બાળકોને ચેપનું કેટલું જોખમ લઈ રહ્યા છો. માસ્ક, અંતર અને હાથની સ્વચ્છતાના નિયમો યાદ રાખો. ઘરે પાછા ફર્યા પછી ગંદા હાથ સાથે બાળકો પાસે ન જાવ. જો તમારી તબિયત સારી ન હોય તો બાળકોથી અંતર રાખો અને ઘરમાં માસ્ક પહેરો. બાળકો કોના સંપર્કમાં આવી રહ્યા છે, તેનું પણ ખાસ ધ્યાન રાખો.
દેશમાં ઓમિક્રોનની દસ્તકથી માતા-પિતા ચિંતામાં મુકાઈ ગયા છે. વાલીઓએ પોતે રસીકરણ કરાવ્યું છે અને બાળકોને રસી આપવામાં આવી ન હોવાથી તેઓ બાળકોની સલામતી અંગે ચિંતિત છે. અમે તમને તમામ સંશોધનો અને નિષ્ણાતોને ટાંકીને જણાવી રહ્યા છીએ કે, જ્યાં સુધી રસી ન આવે ત્યાં સુધી બાળકોને સુરક્ષિત રાખવામાં શું કરશો.
બાળકો માટે કોવિડ વિરોધી રસી દેશમાં ક્યારે આવવાની સંભાવના છે?
દેશમાં ઝાયડસ કેડિલા કંપનીએ બાળકો માટે સોય વગરની ત્રણ ડોઝની રસી 'ઝાયકોવ' બનાવી છે. આ રસી દેશમાં 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી છે. 7 નવેમ્બરે કેન્દ્રએ કંપની પાસેથી એક કરોડ ડોઝ ખરીદવાનો ઓર્ડર પણ આપ્યો હતો. સંસદમાં આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, સરકાર બાળકોના મુદ્દાને લઈને ઉતાવળ કરવા માંગતી નથી અને નિષ્ણાતોના અભિપ્રાયના આધારે જ નિર્ણય લેવામાં આવશે.
જો ઘરના દરેક પુખ્ત વયના લોકોને રસી આપવામાં આવી હોય તો બાળકો કેટલા સુરક્ષિત છે?
જ્યારે ઘરના મોટાભાગના પુખ્ત વયના લોકોને રસી આપવામાં આવી હોય, ત્યારે બચી ગયેલા લોકોને સુરક્ષિત વાતાવરણ મળે છે, એટલે કે તમારી રસીકરણ કરાવવાથી બાળકોનું રક્ષણ થશે. પ્રતિષ્ઠિત સાયન્સ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત થયેલ એક તાજેતરના સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે તેઓ પણ ચેપ ફેલાવી શકે છે તેમજ જેમણે રસી નથી લગાવી. આવા લોકો સંક્રમિત પણ ચેપના વાહક બની શકે છે.
શું ઓમિક્રોનમાં આવ્યા પછી બાળકોને શાળાએ મોકલવા જોઈએ?
એવું માનવામાં આવે છે કે, આવનારા સમયમાં શાળાઓના ઓફલાઈન વર્ગોમાં બાળકોની સંખ્યામાં ઘટાડો થશે. એવો અંદાજ સ્થાનિક વર્તુળના સર્વેમાં આવ્યો છે. હરિયાણા અને મુંબઈએ ઑફલાઇન વર્ગો શરૂ કરવાની યોજનાને સ્થગિત કરી દીધી છે. જોકે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે હજુ સુધી આવો કોઈ આદેશ જારી કર્યો નથી.
જ્હોન હોપકિન્સ મેડિસિન અનુસાર, પુખ્ત વયના લોકોને કોરોનાના નવા સ્વરૂપો સામે જેટલું જોખમ છે, તેટલું જ જોખમ બાળકો પર છે. જો કે, તેમની રોગપ્રતિકારક શક્તિ કુદરતી રીતે મજબૂત હોય છે અને જે બાળકોને ચેપ લાગે છે તેમને માત્ર હળવો ચેપ હોય છે.