શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Women Health:પ્રગ્નન્સી પ્લાન કરી રહયાં છો અને અન્ડર વેઇટ છો તો આ ફૂડના ડાયટમાં કરો સામેલ

Women Health:જો મહિલાઓ પ્રેગ્નેન્સી દરમિયાન પોતાના ડાયટનું ધ્યાન ન રાખે તો તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીનો આહાર સૌથી મહત્વપૂર્ણ છે. અયોગ્ય આહાર માત્ર સ્ત્રીને જ નુકસાન પહોંચાડતો નથી, પરંતુ તે બાળકના સ્વાસ્થ્યને પણ અસર કરે છે.

Women Health:જો મહિલાઓ પ્રેગ્નેન્સી દરમિયાન પોતાના ડાયટનું ધ્યાન ન રાખે તો તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીનો આહાર સૌથી મહત્વપૂર્ણ છે. અયોગ્ય આહાર માત્ર સ્ત્રીને જ નુકસાન પહોંચાડતો નથી, પરંતુ તે બાળકના સ્વાસ્થ્યને પણ અસર કરે છે. આ દરમિયાન જો માતા સંતુલિત આહાર ન લે તો તેનું વજન ઘટવા લાગે છે. ગર્ભાવસ્થા દરમિયાન ઓછું વજન હોવું માત્ર માતા માટે જ નુકસાનકારક નથી, પરંતુ બાળક પણ નબળું પડી શકે છે.

સગર્ભાવસ્થા દરમિયાન ઓછું વજન ધરાવતી સ્ત્રીને કેટલું વજન વધારવું જરૂરી છે?

 ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીનું વજન ઘટવાથી તેના શરીરમાં જરૂરી પોષક તત્વોની અછત થાય છે, જે બાળક અને માતા બંનેને નબળા બનાવે છે. ગર્ભાવસ્થા દરમિયાન તંદુરસ્તી જાળવવા, વજન જાળવવા માટે, સ્ત્રીએ ગર્ભાવસ્થા દરમિયાન આવશ્યક પોષક તત્વોનો સમાવેશ કરવો જોઈએ.

ગર્ભધારણ કરતા પહેલા સ્ત્રીનું વજન ઓછામાં ઓછું 45 કિલો હોવું જોઈએ. સગર્ભાવસ્થામાં આના કરતાં ઓછું વજન ઓછું ચિંતાજનક કહેવાય છે. જે મહિલાનું વજન પ્રેગ્નન્સી પહેલા 45 કિલો હોય, આવી મહિલાએ ગર્ભાવસ્થા પહેલા પોતાનું વજન 12-18 કિલો વધારવું જરૂરી છે. વેરી વેલ ઈંગ્લીશ વેબસાઈટના સમાચાર મુજબ, ઓછા વજનવાળી મહિલાને ગર્ભાવસ્થા દરમિયાન દરરોજ લગભગ 300 કેલરી વધુ વધારવી પડે છે. જો  આપ પણ પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યાં હો  અને આપનું વજન ઓછું હોય તો જાણીએ કયાં પોષકતત્વોને ડાયટમાં સામેલ કરીને વજન વધારી શકાય છે.

આહારમાં હેલ્ધી ફેટ્સનો સમાવેશ કરો

 જે મહિલાઓનું વજન ગર્ભાવસ્થા દરમિયાન 45 કિલો અથવા તેનાથી ઓછું હોય તેમણે કાજુ, બદામ, અખરોટ, ફેટી ફિશ, એવોકાડો, ઓલિવ ઓઈલ જેવા હેલ્ધી ફૂડ્સનું સેવન કરવું જોઈએ. આ તમામ ખોરાકમાં વધુ કેલરી અને વધુ ચરબી હોય છે, જે વજન વધારવામાં મદદરૂપ સાબિત થશે.

પ્રોટીનનું સેવન કરો

 વજન વધારવા માટે મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન ઈંડા, દૂધ, દહીં અને ટોફુનું સેવન કરવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન પ્રોટીનનું સેવન માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જ્યુસનું સેવન કરો

 પ્રેગ્નન્સી દરમિયાન મહિલાએ પોતાના ડાયટમાં નારંગી, ગાજરના  જ્યુસનું સેવન કરવું જોઈએ. વિટામિનથી ભરપૂર આ પીણું ગર્ભાવસ્થા દરમિયાન શરીરને હાઇડ્રેટ રાખે છે, સાથે જ વજન વધારવામાં પણ મદદરૂપ છે.

દિવસમાં 4-5 વખત ખાવું જોઈએ:

વજન વધારવા માટે, સ્ત્રીએ દિવસમાં ત્રણથી ચાર વખત થોડું થોડું  ખાવું જોઈએ. એક સમયે વધુ ખાવા કરતાં એક સમયે થોડું ખાવું વધુ સારું છે. દિવસમાં 4-5 વખત ખાવાથી મેટાબોલિઝમ વધે છે અને વજન પણ વધે છે.

વધુ કેલરીવાળા ખોરાકનું સેવન કરો

વજન વધારવા માટે, ગર્ભાવસ્થા દરમિયાન વધુ કેલરીવાળા ખોરાકનું સેવન કરો, ડાયટમાં ફણગાવેલા અનાજ, કઠોળનો સમાવેશ કરો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરા કચડી નાખશેRajkot News: રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા ભવ્ય વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશેSurat News: સુરતનું નકલી આરસી બુકનું કૌભાંડ, એજન્ટ સહિત વધુ 2 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
Embed widget