શોધખોળ કરો

Health and Wellness: શું સતત એસીમાં રહેવું સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, જાણો શું થાય છે નુકસાન

લાંબો સમય એસીમાં રહેવાથી એલર્જી, ઈન્ફેક્શન અને ડ્રાઇ આઇ જેવી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. ACનો વધુ પડતો ઉપયોગ તમારા શરીર માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

Health and Wellness : લાંબો સમય એસીમાં રહેવાથી એલર્જી, ઈન્ફેક્શન અને  ડ્રાઇ આઇ જેવી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. ACનો વધુ પડતો ઉપયોગ તમારા શરીર માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

એસી આજના સમયની જરૂરિયાતની વસ્તુ બની ગઇ છે.  ઘર હોય, ઓફિસ હોય કે કાર, લોકો માટે એસી વગર એક પળ પણ પસાર કરવી મુશ્કેલ બની રહી છે. સ્વાભાવિક છે કે જ્યારે કોઈ સખત  તડકામાંથી અંદર આવે છે ત્યારે એસી રૂમમાં 5 મિનિટ બેસી રહેવાથી પણ રાહત મળે છે. અમને હવે એસીનો નિયમિત ઉપયોગ કરવાની આદત પડી ગઈ છે. પરંતુ આ AC નો વધુ પડતો ઉપયોગ આપણા શરીર માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે. એસીના વધુ પડતા ઉપયોગને કારણે ઈન્ફેક્શન, એલર્જી જેવી સમસ્યાઓ થવા લાગે છે. તો આજે આ સમાચારમાં અમે તમને ACની 5 સાઇડ ઇફેક્ટ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે ACના વધુ ઉપયોગથી તમને થઇ શકે છે.

ACથી થતી  આડઅસરો

આઇ ડ્રાઇનેસ 

જો તમારી આંખો પહેલેથી જ શુષ્ક છે, તો લાંબા સમય સુધી એસીમાં રહેવાથી આંખો પર ખરાબ અસર પડી શકે છે. જો તમારી આંખો શુષ્ક છે, તો પછી તમે તેમાં વધુ ખંજવાળ અને બર્નિંગ અનુભવશો. ડ્રાય આઈ સિન્ડ્રોમ ધરાવતા લોકોએ લાંબો સમય ACમાં ન રહેવું જોઈએ.

શુષ્ક ત્વચા

જે લોકો લાંબા સમય સુધી ACમાં બેસે છે તેઓમાં શુષ્ક ત્વચા એક સામાન્ય સમસ્યા છે. જ્યારે તમારી ત્વચા ખૂબ શુષ્ક થઈ જાય છે ત્યારે ખંજવાળ શરૂ થાય છે.તાપમાંથી તરત જ એસીમાં જવાથી  ત્વચાને શુષ્ક ખંજવાળ પણ આવી શકે છે.

ડિહાઇડ્રેશન

અન્ય રૂમની સરખામણીમાં એસી રૂમમાં ડિહાઇડ્રેશન વધુ હોય છે. હાઇ કૂલિંગ પર  AC ચલાવવાથી, AC રૂમમાંથી ઘણો ભેજ શોષાઇ જાય છે, જેના કારણે તમે ડિહાઇડ્રેટેડ અનુભવી શકો છો.

શ્વસન રોગો

લાંબો સમય એસીમાં રહેવાથી નાક, ગળા અને આંખોની સાથે શ્વાસની  તકલીફ થઈ શકે છે. આપ ડ્રાઇ થ્રોટ,રાઇનાઇટિસ, અને બંધ નાકની સમસ્યા થઇ શકે છે. રાઇટિ     નાઇટિસ એક એવી સમસ્યા છે, જે નાકના મૂકૂસ        મેંમબરેનના સોજોનું કારણ બને છે.  જે એક  વાયરલ ઇન્ફેકશન  અથવા એલર્જીક રિએકશનના કારણે થાય છે

માથાનો દુખાવો

AC ને કારણે ડીહાઈડ્રેશન થવાથી માથાનો દુખાવો અને માઈગ્રેન થઈ શકે છે. ડિહાઇડ્રેશન એ એક ટ્રિગર છે જે ઘણીવાર માઇગ્રેનના કિસ્સામાં અવગણવામાં આવે છે. જ્યારે તમે એસી રૂમની અંદર અને બહાર નીકળો છો અથવા લાંબા સમય સુધી એસીમાં રહ્યા પછી અચાનક ગરમીમાં બહાર જાઓ છો, ત્યારે તમને માથાનો દુખાવો થવાની સમસ્યા પણ થઇ શકે છે. 

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?
Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget