તમને પણ એક પેગથી ચઢી જાય છે નશો? તો આ કારણ હોઇ શકે છે, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
લોકોને વધુ પડતો આલ્કોહોલ પીધા પછી હેંગઓવર થાય છે
![તમને પણ એક પેગથી ચઢી જાય છે નશો? તો આ કારણ હોઇ શકે છે, રિસર્ચમાં થયો મોટો ખુલાસો Long COVID could be the reason for your bad hangovers: research તમને પણ એક પેગથી ચઢી જાય છે નશો? તો આ કારણ હોઇ શકે છે, રિસર્ચમાં થયો મોટો ખુલાસો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/26/1fd10f96ce83deb5940d6ffabb45dc70170358358869278_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Reason For Bad Hangovers: લોકોને વધુ પડતો આલ્કોહોલ પીધા પછી હેંગઓવર થાય છે. સામાન્ય ભાષામાં તેને દારૂનો નશો કહેવામાં આવે છે. ઘણા લોકો 4-5 પેગ પછી પણ સામાન્ય લાગે છે, જ્યારે કેટલાક લોકોને માત્ર એક પેગથી નશો ચઢી જાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી લોકો હેંગઓવરની વધુને વધુ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને તેનું કારણ આશ્ચર્યજનક છે. તાજેતરના એક સંશોધનમાં સામે આવ્યું છે કે લોંગ કોવિડના કારણે લોકો ખરાબ હેંગઓવરનો પણ સામનો કરી રહ્યા છે. કોવિડના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી છે અને તેના કારણે દારૂ પીવા પર વધુ નશો થઇ જાય છે . નવા સંશોધનમાં ઘણી મહત્વની બાબતો સામે આવી છે.
ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, લાંબા સમયથી કોવિડ ચેપથી પીડિત લોકો ગંભીર હેંગઓવરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ અંગેનો ખુલાસો ક્યુરિયસ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં કરવામાં આવ્યો છે. સંશોધન દર્શાવે છે કે લાંબા સમય સુધી રહેનાર કોવિડ ગંભીર હેંગઓવરનું કારણ બની શકે છે. આ સંશોધન યુએસની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પોસ્ટ ક્યૂટ કોવિડ સિન્ડ્રોમ ક્લિનિકમાં લાંબા સમયથી કોવિડથી પીડિત કેટલાક દર્દીઓની ભરતી કરીને કરવામાં આવ્યું હતું. આમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, 11 મહિનાથી કોવિડ સામે લડતી એક મહિલા ચેપ પહેલા કોઈપણ સમસ્યા વિના વાઈન પીતી હતી, પરંતુ હવે માત્ર એક જ ડ્રિક લીધા બાદ તેની હાલત ખરાબ થઇ જાય છે. આટલું જ નહીં તે પોતાના શરીરને મૂવ પણ કરી શકતી નથી.
3 મહિના સુધી કોવિડ સંક્રમણ સામે ઝઝૂમી રહેલી મહિલાની સ્થિતિમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. હવે જો તે એક કોકટેલ પણ પીવે છે તો તેને આલ્કોહોલ પોઇઝનિંગ થવા લાગે છે અને ઘણા દિવસો સુધી માથાનો દુખાવો સહન કરવો પડે છે. રિસર્ચમાં અન્ય વ્યક્તિ વિશે પણ ચોંકાવનારી વાત સામે આવી છે. કોવિડ પહેલા તે તેની ઇચ્છા મુજબ દારૂ પીતો હતો અને તેને કોઈ સમસ્યા થતી નહોતી. હવે માત્ર એક બીયર પીધા પછી માથાનો દુખાવો, ઊંઘની સમસ્યા અને વિચારવામાં તકલીફ થવા લાગે છે. બીજી એક મહિલાને હવે આલ્કોહોલ પીધા પછી ત્વચાની ગંભીર સમસ્યાઓ થવા લાગે છે, જ્યારે પહેલા આવું થતું નહોતું.
સંશોધકોએ ઊંડાણપૂર્વકના અભ્યાસ પછી તારણ કાઢ્યું છે કે લાંબા સમય સુધી કોવિડ ચેપથી પીડિત લોકોમાં આલ્કોહોલની પ્રતિક્રિયા અને સંવેદનશીલતામાં ફેરફાર થયો છે. જો શરીરમાં વાયરસ અને ઇન્ફ્લેમેશન થઇ જાય તો બ્લડ બ્રેઇન બેરિયર નબળો પડવા લાગે છે. આ અવરોધ એ કોષોનું એક સ્તર છે જે ફિલ્ટર તરીકે કામ કરે છે અને મગજને હાનિકારક પદાર્થો, સૂક્ષ્મજંતુઓ અને અન્ય વસ્તુઓથી સુરક્ષિત કરે છે જે નુકસાન પહોંચાડી શકે છે. આ બેરિયર નબળો પડવાને કારણે હવે વધુ દારૂ મગજમાં પ્રવેશી શકે છે અને લોકોને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
વૈજ્ઞાનિકોના મતે કોવિડ ઈન્ફેક્શનને કારણે બ્લડ બ્રેઈન બેરિયર નબળું થઈ ગયું છે અને આલ્કોહોલ પીવાથી તે મગજ સુધી પહોંચી શકે છે, જ્યારે પહેલા બેરિયર આ વસ્તુઓને રોકતા હતા. વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે લાંબા ગાળા સુધી કોવિડથી પીડાતા લોકોના લોહીના પ્રવાહમાં અણુઓમાં વધારો થઈ શકે છે, જે ક્યારેક હેંગઓવરનું કારણ બને છે. સંશોધકોએ કહ્યું કે તમામ પરિણામો સ્વ-રિપોર્ટ કરાયા હતા અને દર્દીઓમાં લાંબા ગાળા સુધી કોવિડ હોવાનું સાબિત થયું નથી તેથી હજુ વધુ અભ્યાસની જરૂર છે. જો કે, તેઓને જાણવા મળ્યું કે કોરાના અને હેંગઓવર વચ્ચે સંબંધ હોઇ શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)