Methi Saag Side Effects : શિયાળામાં ફાયદાકારક જ નહી નુકસાનકારક પણ છે મેથી, આ બીમારીમાં બની શકે છે ‘ઝેર’
આ સીઝનમાં મેથીમાંથી ઘણી વસ્તુઓ બનાવવામાં આવે છે. ઘણા લોકોને ગરમાગરમ મેથીના પરાઠા અને શાક ગમે છે.
Methi Saag Side Effects : શિયાળાના આગમનની સાથે જ મેથીના પરોઠાનો સ્વાદ વધવા લાગ્યો છે. આ સીઝનમાં મેથીમાંથી ઘણી વસ્તુઓ બનાવવામાં આવે છે. ઘણા લોકોને ગરમાગરમ મેથીના પરાઠા અને શાક ગમે છે. પોષક તત્વોથી ભરપૂર હોવાથી મેથી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેના સેવનથી અનેક પ્રકારની બીમારીઓ દૂર થઈ શકે છે. મેથી ન માત્ર શરીરમાં શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે પરંતુ પાચનક્રિયાને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. જો કે, કેટલીકવાર તે હાનિકારક પણ હોઈ શકે છે ચાલો જાણીએ મેથી ક્યારે શરીરને નુકસાન પહોંચાડી શકે છે...
મેથીના ગેરફાયદા
મેથી પાચનક્રિયાને સ્વસ્થ રાખવામાં રામબાણની જેમ કામ કરે છે. પરંતુ જો મેથીનું વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તેનાથી પેટ ખરાબ થઈ શકે છે. મેથી શુગર લેવલને ઘટાડવા માટે પણ જાણીતી છે. કહેવાય છે કે મેથીના દાણાને રાત્રે પલાળીને સવારે તેનું પાણી પીવાથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે, પરંતુ જો મેથીને પલાળીને ખાવાને બદલે ડાયરેક્ટ ખાવામાં આવે તો તેમાં રહેલા પોષક તત્વો શુગરને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. જરૂર કરતા વધુ શુગર ઘટી જાય તો તે સ્વાસ્થ્યને બગાડી શકે છે.
હાઇ બીપી
મેથી માત્ર શુગર માટે જ નહીં પરંતુ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે. મેથીના પાનમાં સોડિયમ ઓછું મળી આવે છે. જો મેથીનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તે શરીરમાં સોડિયમ લેવલને ઘટાડી શકે છે, જેના કારણે બીપી હાઈ થઈ શકે છે. આવી સ્થિતિમાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ મેથીનું સેવન ટાળવું જોઈએ.
શ્વાસ લેવામાં તકલીફ
મેથીના વધુ પડતા સેવનથી શ્વાસ સંબંધી સમસ્યાઓ વધી શકે છે. વાસ્તવમાં મેથીની ગરમ પ્રકૃતિને કારણે તેમાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ્સ અને એન્ટી હન્ફ્લેમેટરી ગુણધર્મો ફેફસાં માટે ખતરનાક બની શકે છે. મેથીનું વધુ પડતું સેવન કરવાથી શ્વાસ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
ગર્ભાવસ્થા દરમિયાન હાનિકારક
મેથીના ગરમ સ્વભાવને કારણે સગર્ભા સ્ત્રીઓને તેનું સેવન ટાળવાની સલાહ આપવામાં આવે છે. વધુ પડતી મેથી ખાવાથી બ્લડ ક્લોટિંગ સ્લો થવાનો ખતરો રહે છે. આ ગર્ભાવસ્થા દરમિયાન પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે. જેના કારણે પેટ ખરાબ થઈ શકે છે.
પેશાબમાં ખરાબ ગંધ
મેથીનું વધુ પડતું સેવન કરવાથી પેશાબમાં દુર્ગંધ આવી શકે છે. આવી સ્થિતિમાં આરોગ્ય નિષ્ણાતો સલાહ આપે છે કે માત્ર મર્યાદિત માત્રામાં મેથીનું સેવન કરવું જોઈએ. વધુ પડતી મેથી ખતરનાક બની શકે છે.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનો લાગુ કરતાં પહેલાં કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.