શોધખોળ કરો

Sleep Apnea: બપ્પી દાનું જે બીમાથી નિધન થયું એ Sleep Apnea શું છે, જાણો તેના લક્ષણો અને ઉપાય

Obstructive Sleep Apnea: ઓબ્સ્ટ્રેક્ટિવ સ્લીપ અપનિયા એક એવી બીમારી છે. જેમાં વીવ્ર નસકોરા આવે છે અને અચાનક થોડી પળ માટે શ્વાસ લેવાનું બંધ થઇ જાય છે, અને થોડી પળ પછી શ્વાસોશ્વાસ શરૂ થયા છે. પોપ સિંગર બપ્પી દાને પણ આ જ બીમારી હતી.

ઓબ્સ્ટ્રેક્ટિવ સ્લીપ અપનિયા (Obstructive Sleep Apnea )   સ્લીપ એપનિયા એક રોગ છે, જે ખૂબ ગંભીર છે. આ રોગને લાંબા સમય સુધી રહેવું અને સારવાર ન કરવી એ તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આ રોગમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે. સ્લીપ એપનિયામાં, શ્વાસ બંધ થઈ જાય છે અને સૂતી વખતે આવું વારંવાર થયા કરે છે. આ બીમારીમાં સૌથી ખતરનાક વાત એ છે કે ઊંઘમાં જ શ્વાસ બંધ થઈ જાય છે અને વ્યક્તિને ખબર પણ પડતી નથી. ક્યારેક શ્વાસ રૂંધાય છે  તો  ઊંઘ તૂટી જાય છે. આ રોગનો ભોગ બનેલા લોકોના મગજમાં ઓક્સિજનની ઉણપ હોય છે, જેના કારણે ઘણી વધુ સમસ્યાઓ ઊભી થવાનું જોખમ વધી જાય છે. જાણો સ્લીપ એપનિયાને કારણે કઈ કઈ સમસ્યાઓ થઈ શકે છે.

સ્લીપ એપનિયાથી થતી સમસ્યા

1- અવરોધક સ્લીપ એપનિયા એક ગંભીર રોગ છે. પીડિતને દિવસભર થાક, સુસ્તી અને ઊંઘ ન આવવાની સમસ્યા રહે  છે.

2- સ્લીપ એપનિયાથી પીડિત વ્યક્તિને સર્જરીમાં પણ તકલીફ પડે છે. એનેસ્થેસિયા આપ્યા પછી તેમને શ્વાસ લેવામાં તકલીફ વધી શકે છે.

3- આવા લોકોને કામ કરતી વખતે, ડ્રાઇવિંગ કરતી વખતે અથવા ટીવી જોતી વખતે અચાનક ઊંઘ આવી શકે છે.

4- જે લોકોને આ રોગ હોય છે તેમને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને બાળકોને આના કારણે ભણવામાં મુશ્કેલી પડે છે.

5- આ બીમારીમાં તમારા લોહીમાં ઓક્સિજનનું સ્તર ઓછું થવા લાગે છે, જેના કારણે બ્લડ પ્રેશર વધી જાય છે.

6- બ્લડ પ્રેશર વધવાથી કાર્ડિયો સિસ્ટમ પર તાણ આવે છે. સ્લીપ એપનિયાથી પીડિત મોટાભાગના લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય છે.

7- બ્લડ પ્રેશરની સમસ્યા આવા લોકોમાં હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધારે છે.

8- જો ઓબ્સ્ટ્રેક્ટિવ સ્લીપ અપનિયાના દર્દી છો, તો તમને હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.

9- આ રોગમાં હૃદયના ધબકારા અસાધારણ થઈ જાય છે, જેના કારણે ક્યારેક-ક્યારેક બ્લડપ્રેશર ઘટવા લાગે છે.

10- સ્લીપ એપનિયાની સાથે, જો તમને હૃદય રોગ પણ  છે, તો અચાનક મૃત્યુનું જોખમ  વધી જાય છે.

સ્લીપ એપનિયા એક ગંભીર રોગ  છે, પરંતુ તેની સારવાર શક્ય છે. આ રોગમાં, પીઠ પર સૂતી વખતે તીવ્ર નસકોરા આવે છે, આવી સ્થિતિમાં તમારે પડખું ફરીને સૂવુ હિતાવહ છે.

તેની સારવારમાં, ઘણી વખત એવું માઉથપીસ લગાવવામાં આવે છે. જેનાથી જડબા પર દબાણ આવે છે. કેટલાક કેસમાં સર્જરી કરવી પડે છે.  સારવારની કેટલીક પદ્ધતિઓ એવી પણ છે. જેમાં  ઉપકરણનો ઉપયોગ થાયછે. જેનાથી  સૂતા હો ત્યારે તમારી વાયુમાર્ગને ખુલ્લો રહી શકે. જો આપને ઊંઘમાં શ્વાસ રોકાતો હોય,  દિવસભર થાક અને ચીડિયાપણું અનુભવો છો, તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND vs BAN Live Score: ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન, બાંગ્લાદેશની ચોથી વિકેટ પડી
IND vs BAN Live Score: ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન, બાંગ્લાદેશની ચોથી વિકેટ પડી
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડNavratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitGandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND vs BAN Live Score: ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન, બાંગ્લાદેશની ચોથી વિકેટ પડી
IND vs BAN Live Score: ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન, બાંગ્લાદેશની ચોથી વિકેટ પડી
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Early Dinner: સાંજે સાત વાગ્યા પહેલાં ભોજન લેવાથી વધી શકે છે ઉંમર, આ સમસ્યાઓમાં પણ તે રામબાણ ઇલાજ છે
Early Dinner: સાંજે સાત વાગ્યા પહેલાં ભોજન લેવાથી વધી શકે છે ઉંમર, આ સમસ્યાઓમાં પણ તે રામબાણ ઇલાજ છે
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Embed widget