શોધખોળ કરો

Financial Tips: હોમલોનના ઇએમઆઇ ચાલે છે ? આ Tips અપનાવીને ઘટાડો તમારો માસિક હપ્તો

Save EMIs on Home Loan: ગ્રાહકોએ હોમ લોન લેતા પહેલા વિવિધ બેન્કોની હોમ લોન ઓફરનો પૂરતો અભ્યાસ કરવો જોઇએ. ઘણી વેબસાઇટ અને ઓનલાઇન પોર્ટલ આવી માહિતી ઓફર કરે છે.

લોનમાં વ્યાજદર અને મુદતના આધારે ઇએમઆઇ અથવા માસિક હપતાની રકમ નક્કી થાય છે. હાલના ગ્રાહકો અને નવા ગ્રાહકો માટે તેમની લોનહોમના ઇએમઆઇ બોજમાં કુનેહપૂર્વક ઘટાડો કરવાના અહીં કેટલાંક વિકલ્પો આપવામાં આવ્યા છે. સૌથી નીચો રેટ ઓફર કરતી બેન્ક સૌથી પહેલા માર્ગ એ છે કે હોમલોન લેતી વખતે સૌથી નીચો રેટ ઓફર કરતી હોય તેવી બેન્કમાંથી લોન લેવાનું પસંદ કરો. કઇ બેન્ક સારી ડીલ ઓફર કરે તે સરખામણી કરવાનું મુશ્કેલ છે, પરંતુ અહીં કેટલીક ટિપ્સ છે. વ્યાજદરની ઓનલાઇન સરખામણી ગ્રાહકોએ હોમ લોન લેતા પહેલા વિવિધ બેન્કોની હોમ લોન ઓફરનો પૂરતો અભ્યાસ કરવો જોઇએ. ઘણી વેબસાઇટ અને ઓનલાઇન પોર્ટલ આવી માહિતી ઓફર કરે છે. અહીં તમે વ્યાજદર, પ્રોસેસિંગ ફી અને બીજા ચાર્જની સરખામણી કરી શકો છો. તેથી લોન લેતા પહેલા જાતે રિસર્ચ કરો. તેનાથી તમારા સમગ્ર લોનના ઇએમઆઇમાં મોટો ઘટાડો થશે. Financial Tips: હોમલોનના ઇએમઆઇ ચાલે છે ? આ Tips અપનાવીને ઘટાડો તમારો માસિક હપ્તો લોનની લાંબી મુદત ઇએમઆઇમાં ઘટાડો કરવાનો બીજો માર્ગ લોન રિપેમેન્ટની મુદતમાં વધારો કરવાનો છે. પરંતુ જો તમે ઊંચો ઇએમઆઇ ન ભરી શકો તેમ હોય તો જ આ વિકલ્પ પસંદ કરો નહીંતો લાંબા ગાળામાં નુકસાન થશે. લોનની લાંબી મુદતને કારણે તાકિદે તો રાહત મળે છે પરંતુ આખરે તો વધુ વ્યાજ ચુકવવું પડે છે. તેથી મુદત અને વ્યાજની ગણતરી કરો. લોનના ઊંચા ઇએમઆઇથી પ્રારંભમાં મુશ્કેલી પડી શકે છે. પરંતુ સમય જતાં તમારી આવક સામાન્ય રીતે વધતી હોય છે, તેથી હપતો ભરવામા મુશ્કેલ થતી નથી. મોટુ ડાઉનપેમેન્ટ કરો બેન્કો સામાન્ય રીતે પ્રોપર્ટીના મૂલ્યના 80થી 90 ટકા સુધી લોન આપતી હોય છે અને બાકીનું 10થી 20 ટકા પ્રદાન ડાઉન પેમેન્ટના સ્વરૂપમાં ભરવાનું હોય છે. તેથી મિનિમમ ડાઉન પેમેન્ટ કરવાની જગ્યાએ મહત્તમ ડાઉનપેમેન્ટ કરો, તેથી તમારો ઇએમઆઇ ઓછો આવશે. ઉંચા ડાઉનપેમેન્ટથી એલટીવી રેશિયો (લોન ટુ વેલ્યૂ રેશિયો) ઘટે છે. તેથી લોન મંજૂરીની શક્યતામાં પણ વધારો થાય છે. Financial Tips: હોમલોનના ઇએમઆઇ ચાલે છે ? આ Tips અપનાવીને ઘટાડો તમારો માસિક હપ્તો લોન ટ્રાન્સફર જો તમે ઊંચા વ્યાજદરે લોન લીધી હોય અને હાલમાં બેન્કો નીચા વ્યાજદરે લોન આપતી હોય તો તમારા માટે તે ઇએમઆઇમાં ઘટાડો કરવાની એક સારી તક છે. હાલમાં મોટાભાગના હોમલોનધારકો માટે આવી તક ઉપલબ્ધ છે. રિઝર્વ બેન્કે રેપો રેટમાં તબક્કાવાર ધોરણે વ્યાજદરમાં મોટો ઘટાડો કર્યો છે. ઘણી બેન્કો રેપો રેટ આધારે હાલમાં સાત ટકાથી નીચા દરે લોન ઓફર કરી રહી છે. તેથી બીજી બેન્કમાં લોન ટ્રાન્સફર માટે વિવિધ બેન્કોની ઓફરનો અભ્યાસ કરો. લોન ટ્રાન્સફર માટે અમુક પ્રોસેસિંગ ફી લાગું પડે છે. તમે તમારી બેન્ક સાથે હોમલોનના શરતો અંગે નેગોશિયેટ પણ કરી શકો છે. તેનાથી તમારા વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે. લોન પ્રિપેમેન્ટ જો તમારી પાસે ફાજલ ભંડોળ હોય તો પ્રિપેમેન્ટ કરી શકાય છે. આવી પ્રિ-પેમેન્ટથી તમારા ઇએમઆઇ અથવા લોનની મુદતમાં ઘટાડો થઈ શકે છે. વાર્ષિક બોનસ, રોકાણની પાકતી મુદતના નાણા વગેરેનો ઉપયોગ કરી શકાય છે. બેન્કો કોઇપણ ચાર્જ વગર સંપૂર્ણ કે આંશિક પ્રિમેન્ટની મંજૂરી આપતી હોય છે. કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget