(Source: Poll of Polls)
Ghee for Skin Care: સ્કિન પર નેચરલ ગ્લો માટે દેશી ઘીનો આ અચૂક પ્રયોગ કરો
જો આપની સ્કિન ડ્રાય હોય તો આપને આહારમાં ઘીનો સમાવેશ કરવો જોઈએ. રોજ એક ચમચી ઘી ખાવાથી સ્કિન ગ્લોઇંગ બને છે. સ્કિન માટે ઘી કેટલું ફાયદાકારક છે જાણીએ
Ghee for Skin Care: જો આપની સ્કિન ડ્રાય હોય તો આપને આહારમાં ઘીનો સમાવેશ કરવો જોઈએ. રોજ એક ચમચી ઘી ખાવાથી સ્કિન ગ્લોઇંગ બને છે. સ્કિન માટે ઘી કેટલું ફાયદાકારક છે જાણીએ
સ્ત્રી હોય કે પુરૂષ, દરેક જણ પોતાની ત્વચા સંભાળ પ્રત્યે ખૂબ જ સભાન હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેમની ત્વચા વધતી ઉંમર સાથે પણ ગ્લો કરતી રહે. આ માટે તેઓ ઘણા ઉપાયો કરે છે જેથી કરીને તેઓ તેમની ત્વચાને ગ્લોઇંગ અને હેલ્ધી રાખી શકે. પરંતુ કેટલીકવાર બ્યુટી ટ્રીટમેન્ટ નુકસાન પહોંચાડે છે આવી સ્થિતિમાં આજે અમે તમને સ્કિન કેર રૂટીનનું એક એવું ફોર્મ્યુલા જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ઘરના રસોડામાં હાજર છે. જી હાં આ છે દેશી ઘી, રોજ એક ચમચી દેશી ઘીથી આપ ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો.
દેશી ઘી ના ફાયદા
- ઘીનો ઉપયોગ ત્વચાને નરમ અને હાઇડ્રેટ કરવા માટે થાય છે.
- તમે દેશી ઘીનો ઉપયોગ કરીને નેચરલ ગ્લો મેળવી શકો છો. આ સાથે તે ડાર્ક સ્પોટ્સને પણ હળવા કરે છે.
- ક્ષતિગ્રસ્ત ત્વચાને ઘીનો ઉપયોગ કરીને રીપેર કરી શકાય છે. આ સાથે ઘી ઠંડીથી પણ બચાવે છે.
- ઘી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ નાના ઘા મટાડી શકાય છે.
- ઘીના ઉપયોગથી તમે તમારા ડાર્ક સર્કલ્સને પણ દૂર કરી શકો છો.
ઘી નો ઉપયોગ કેવી રીતે કરવો
ઘીનો ઉપયોગ કરવા માટે તમારે કંઈ ખાસ કરવાની જરૂર નથી. તમારે માત્ર ગરમ પાણીમાં ઘી ભેળવીને પીવાનું છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે ઘીનું સેવન કર્યા પછી અડધા કલાક સુધી કંઈપણ ન ખાવું. જો તમે કંઇક ખાશો તો આ આદત આપના માટેસ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ રીતે નિષ્ણાતો નિયમિત એક ચમચી દેશી ઘીના સેવનની સલાહ આપે છે. માત્ર એક ચમચી ઘીનું સેવનથી શરીને અનેક ફાયદા થાય છે.
Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )