શોધખોળ કરો

Relationship tips: દરેક કપલે પોતાના પાર્ટનર સાથે શેર કરવી જોઈએ આ વાતો, આ કારણોથી થાય છે બ્રેકઅપ

જો તમે સફળ અને મજબૂત સંબંધ ઈચ્છો છો, તો તમારે એકબીજા વિશે આ 7 વાતો જાણવી જ જોઈએ.

Relationship tips: સંબંધોને સફળ બનાવવું એ ચપટી વગાડવા જેટલું સરળ નથી. પરિશ્રમ, પ્રમાણિકતા, જવાબદારી અને બીજી ઘણી મહત્વની બાબતોથી સંબંધો બાંધવામાં આવે છે. જો તમે કોઈની સાથે રિલેશનશિપમાં હોવ અને બંને એક જ પ્રકારની એક્ટિવિટી, એક જ પ્રકારનું ખાવાનું, એકસરખી રોજબરોજની વાતચીત કરતા હોય તો સંબંધમાં કંટાળો આવવા લાગે છે. અને બંને એકબીજામાં કૈંક નવું શોધવા લાગે છે. સંબંધને મજબૂત અને ખુશ રાખવા માટે જરૂરી છે કે તમે એકબીજા સાથે સંપૂર્ણ હોવ અને બંને એકબીજાને મહત્વ આપો. સફળ અને સારો સંબંધ એ છે કે જેમાં તમે તમારા પાર્ટનરની તમામ બાબતોથી વાકેફ હોવ અને તમે તેમના સારા-ખરાબનું ધ્યાન રાખો. તમારા સંબંધમાં સમયાંતરે નવી વસ્તુઓ અજમાવવાથી પણ સંબંધોમાં પ્રેમ અને ઉત્તેજના વધે છે.

સાઈકોલોજિસ્ટ અને સર્ટિફાઈડ રિલેશનશિપ એક્સપર્ટ ટોડ બરાત્ઝે તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક માહિતી શેર કરી હતી જેમાં તેણે કહ્યું હતું કે કપલને એકબીજા વિશે આ 7 બાબતો જાણવી જોઈએ. જો એમ હોય તો સમજી લો કે તેમનો સંબંધ સારો અને મજબૂત છે.

જાણો કઈ છે તે 7 વસ્તુઓ

બાળપણ

સારા સંબંધમાં દંપતીને એકબીજાના બાળપણની માહિતી હોવી જોઈએ જેથી તેઓ સામેની વ્યક્તિ સાથે સારી રીતે જોડાઈ શકે અને સમજણ સારી અને ઊંડી બની શકે.

જૂનો સંબંધ

જો તમે સફળ અને સારા ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છો, તો તમને એકબીજાના જૂના સંબંધો વિશે થોડી જાણકારી હોવી જ જોઈએ. આની મદદથી તમને તે બાબતો વિશે જાણકારી મળશે.  સંબંધમાં કઈ ભૂલો ન કરવી જોઈએ, કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ બાબતો તમને એકબીજાને સારી રીતે સમજવામાં મદદ કરશે જેથી સારો સંબંધ બની શકે.

ખુલ્લા મનથી કરો વાતચીત

દરેક વ્યક્તિની પ્રેમ વ્યક્ત કરવાની રીત અલગ-અલગ હોય છે અને તેને અલગ-અલગ રીતે પ્રેમ જોઈએ છે. સફળ રિલેશનશિપમાં એ જરૂરી છે કે તમે તમારા પાર્ટનરને તે બધી બાબતો જણાવો જે તમે ઇચ્છો છો અથવા તેમની પાસેથી અપેક્ષા રાખો છો. તેનાથી તમારો પાર્ટનર તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખશે અને સંબંધોમાં મજબૂતી અને પ્રેમ વધશે.

સત્ય મહત્વનું છે

તમારા વિશેની તમામ બાબતો તમારી સામેની વ્યક્તિને સાચી કહો જેથી કરીને જ્યારે તમારા સંબંધમાં મુશ્કેલ સમય આવે ત્યારે તમારો પાર્ટનર તમને સારી રીતે સમજી શકે અને જગ્યા આપીને પરિસ્થિતિને સુધારવાનો પ્રયાસ કરી શકે.

શારીરિક સંબંધ

શારીરિક સંબંધ પણ સંબંધને મજબૂત અને લાંબો બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. તમારા પાર્ટનરને એ બધી બાબતો કહો કે જે તમે આ સમય દરમિયાન ઈચ્છો છો અને શું નથી ગમતું. આનાથી તમારા બંને વચ્ચેના શારીરિક સંબંધમાં તો સુધારો થશે જ પરંતુ બોન્ડ પણ ગાઢ બનશે.

મનની વાતો શેર કરો

તમારા જીવનસાથી સાથે તે આંતરિક વસ્તુઓ અને લાગણીઓ શેર કરો જે તમે દિવસભર તમારા મનમાં વિચારતા રહો છો. આ વસ્તુ કોઈપણ વસ્તુ સાથે સંબંધિત હોઈ શકે છે.

ભાવિ યોજના

જો તમે ઇચ્છો છો કે તમારો સંબંધ લાંબો અને મજબૂત રહે, તો આ માટે તમારા જીવનસાથી સાથે ભવિષ્યની યોજનાઓ અને લક્ષ્યો શેર કરો. આવનારા 2 થી 5 વર્ષમાં તમે શું ઈચ્છો છો અને કઈ રીતે વસ્તુઓ મેળવવા માંગો છો, આવી વાતો તમારા પાર્ટનરને જણાવો જેથી તે તમને સારી રીતે સમજી શકશે અને સંબંધ વધુ મજબૂત બનશે.

  સફળ સંબંધ એ છે જેમાં પ્રામાણિકતા, સત્યતા અને એકબીજા માટે પ્રેમ હોય.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
IND vs NZ 2nd ODI Playing 11: આજે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડે મેચ, આયુષ બદોની કરશે ડેબ્યૂ!
IND vs NZ 2nd ODI Playing 11: આજે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડે મેચ, આયુષ બદોની કરશે ડેબ્યૂ!
PM Kisan: ખેડૂતો PM કિસાન યોજનાના 22મા હપ્તાની જોઈ રહ્યા છે રાહ, આ રીતે ચેક કરો તમારુ નામ?
PM Kisan: ખેડૂતો PM કિસાન યોજનાના 22મા હપ્તાની જોઈ રહ્યા છે રાહ, આ રીતે ચેક કરો તમારુ નામ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
IND vs NZ 2nd ODI Playing 11: આજે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડે મેચ, આયુષ બદોની કરશે ડેબ્યૂ!
IND vs NZ 2nd ODI Playing 11: આજે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડે મેચ, આયુષ બદોની કરશે ડેબ્યૂ!
PM Kisan: ખેડૂતો PM કિસાન યોજનાના 22મા હપ્તાની જોઈ રહ્યા છે રાહ, આ રીતે ચેક કરો તમારુ નામ?
PM Kisan: ખેડૂતો PM કિસાન યોજનાના 22મા હપ્તાની જોઈ રહ્યા છે રાહ, આ રીતે ચેક કરો તમારુ નામ?
Meta Layoffs 2026: મેટાએ કરી 1000થી વધુ કર્મચારીઓની છટણી, AI પર કેન્દ્રિત કર્યું ધ્યાન
Meta Layoffs 2026: મેટાએ કરી 1000થી વધુ કર્મચારીઓની છટણી, AI પર કેન્દ્રિત કર્યું ધ્યાન
T20 World Cup 2026: પાકિસ્તાની મૂળના ચાર ક્રિકેટરને નથી મળ્યા ભારતના વીઝા, જાણો કેમ થયો વિવાદ?
T20 World Cup 2026: પાકિસ્તાની મૂળના ચાર ક્રિકેટરને નથી મળ્યા ભારતના વીઝા, જાણો કેમ થયો વિવાદ?
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
નહીં મળે RAC અને વેઈટિંગ, વંદે ભારત સ્લીપરમાં કેવી હશે ટિકિટ સિસ્ટમ?
નહીં મળે RAC અને વેઈટિંગ, વંદે ભારત સ્લીપરમાં કેવી હશે ટિકિટ સિસ્ટમ?
Embed widget