શોધખોળ કરો

Ambalal patel: કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદ અને માવઠાને લઈ આગાહી વ્યક્ત કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પશ્ચિમી વિક્ષેપથી વાતાવરણ બદલાશે, પ્રિ મોન્સુન એક્ટિવિટી.
  • એપ્રિલ બાદ ગરમી વધશે, મેમાં આંધી-વંટોળની આગાહી.
  • વાવાઝોડાની શક્યતા, ખેતરોમાં પાકને મોટું નુકસાન.

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદ અને માવઠાને લઈ આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ  આજનો દિવસ હજુ દક્ષિણ ગુજરાત માટે ભારે રહેશે અહીં કમોસમી વરસાદની શક્યતા છે.  

પશ્ચિમી વિક્ષેપના કારણે વાદળછાયું વાતાવરણ

અંબાલાલ પટેલની આગાહી મુજબ 25 માર્ચથી લઈ 28 માર્ચ દરમિયાન પશ્ચિમી વિક્ષેપના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે.  8 એપ્રિલથી 10 સુધી વધુ એક પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતનું વાતાવરણ બદલાશે. એપ્રિલ માસમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.  આ વર્ષે પ્રિ મોન્સુન શરૂ થતા ગરમીમાં વધ-ઘટ થતી રહેશે.  

ગુજરાતમાં આંધી-વંટોળ આવી શકે છે

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 26 એપ્રિલ બાદ ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે.  11 મેથી લઈ 20 મે સુધી ગુજરાતમાં આંધી-વંટોળ આવી શકે છે.  17મી મેથી બંગાળના ઉપસાગરમાં હલચલ વધી શકે છે.  20મી એપ્રિલથી જૂન 8 સુધી બંગાળનો ઉપસાગર સક્રિય રહેશે.  20 એપ્રિલથી 8  જૂન સુધી ખતરનાક વાવાઝોડાની શક્યતા છે.  

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે,  ગુજરાતમાં ખતરનાક વાવાઝોડાની અસર થઈ શકે છે. અરબ સાગરમાં 17મી મે બાદ હલચલ વધશે. 25મી મેથી 4 જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે.  8મી જૂનથી અરબસાગરના પવનમાં ફેરફાર થતા 20મી જૂન વચ્ચે વાવાઝોડું બનશે. આ વર્ષે ગુજરાતમાં વાવણી વહેલી થઈ શકે છે.  11 મેથી 20 જૂન વચ્ચે ગુજરાત કેટલાક ભાગોમાં વાવણી થઈ શકે છે.  5 જૂલાઈથી 20 જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.    આ વખત અલનીનો શક્યતા હોવા છતાં ગુજરાતના ભાગોમાં ઓગસ્ટ પહેલા ચોમાસુ સારું રહી શકે છે.  

ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.  ખાસ કરીને અમરેલી સહિતના વિસ્તારોમાં કેસર કેરી, બાગાયતી પાક અને તૈયાર પાકને ભારે નુકસાન થયું છે.  પવન અને વરસાદથી આંબાના મોર ખરી પડ્યા છે. અમરેલી જિલ્લામાં ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
Embed widget