શોધખોળ કરો

Travel Tips: આ અલ્ટ્રા લક્ઝરી ક્રૂઝ શીપને બુક કરવો અને માણો અલ્ટ્રા લક્ઝરી હોલિડેની મજા,તેનું ભાળું માત્ર આટલું છે

Ultra Luxury Holiday Trips: દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક વારતો વૈભવી રજાઓ માણવા માંગે છે. જો તમારી પણ આવીજ કઈક ઈચ્છા હોય તો આ લક્ઝરી ક્રુઝ શિપ પર તમારી આ ઈચ્છા પૂરી થઈ શકે છે.

તમે પ્રિયંકા ચોપડાની ફિલ્મ 'દિલ ધડકને દો' તો જોઈ હશે. અને જો ના જોઈ હોય તો એકવાર જરૂર જોજો. વાસ્તવમાં,ફિલ્મની વાર્તાની વાત નથી, પરંતુ ફિલ્મમાં બતાવેલ લક્ઝરી ક્રૂઝની વાત છે, જેના પર પ્રિયંકા ચોપડા, અનિલ કપૂર, રણવીર સિંહ, ફરહાન અખ્તર અને અનુષ્કા શર્મા જેવા તમામ સ્ટાર્સ લક્ઝરી પાર્ટી કરતા જોવા મળ્યા હતા. જો તમને પણ અલ્ટ્રા લક્ઝરી રજાઓ માણવાની ઈચ્છા હોય તો આ લક્ઝરી ક્રૂઝ તમારા માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. ચાલો તમને આ લક્ઝરી ક્રૂઝ વિશે વિગતવાર જણાવીએ. 

રિટ્ઝ-કાર્લર્ટનની એવરીમા ખૂબ જ ખાસ છે
આ લક્ઝરી ક્રૂઝ તમને ભૂમધ્ય સમુદ્રમાં યુરોપીયન તટ પર લઈ જાય છે અને ત્યાં વેલેટ્ટા,પરગા,સિરોસ,એથેન્સ અને વેનિસ જેવી જગ્યાઓની મુલાકાત કરાવે છે. આ ક્રૂઝ પર તમારે 6 થઈ 10 દિવસ રોકાવાના 6443 ડોલર થી લઈને 10752 ડોલર સુધી ખર્ચ કરવો પડસે. ભારતીય રકમમાં તેની કિમત 5,37,266 રૂપિયા થી લઈને 8,96,584 રૂપિયા જેટલી થાય છે. જાણવા જેવી બાબત એ છે કે આ લક્ઝરી ક્રૂઝનું નામ ગ્રીક શબ્દ ડિસ્કવરી પરથી રાખવામાં આવ્યું છે. આ ક્રૂઝ રિટ્ઝ-કાર્લટનનું નાનું જહાજ અથવા મેગા યાટ છે, જે ખૂબ જ વૈભવી છે. આ ક્રૂઝમાં કુલ નવ ડેક છે, જેમાંથી પાંચનો ડેકનો ઉપયોગ મહેમાનો કરે છે. તમને જણાવી દઈએ કે આ લક્ઝરી ક્રૂઝમાં 149 લક્ઝુરિયસ સ્યુટ જેવી કેબિન છે અને દરેક કેબિનમાં દરિયા તરફ બાલ્કની પણ છે. નોંધનીય છે કે આ ક્રૂઝમાં ચાર પૂલ, બે બાર, એક બ્યુટી સલૂન, સ્પા ડેક, વોટર લેવલ મરિના ટેરેસ અને ફિટનેસ સેન્ટર પણ આવેલા છે.

એમરાલ્ડ ક્રૂઝતો તમારું દિલ જીતી લેશે
જો તમે 21 દિવસની અલ્ટ્રા લક્ઝરી હોલિડે માટે લગભગ પાંચ લાખ રૂપિયા જેટલો ખર્ચ કરી શકો છો, તો સમજી લો કે એમરાલ્ડ ક્રૂઝ સમુદ્રમાં ખાસ કરીને માત્ર તમારા માટે જ મુસાફરી કરે છે. હોચી મિન્હ સિટી, વિયેતનામ, સિએમ રીપ અને કંબોડિયા સહિત દક્ષિણ પૂર્વ એશિયાની મુલાકાત લેતી એમેરાલ્ડ ક્રૂઝ આઠથી 21 દિવસ માટે બુક કરી શકાય છે. આના પર સમય પસાર કરવા માટે વ્યક્તિએ 2,07,975 રૂપિયાથી 4,88,899 રૂપિયા ખર્ચવા પડશે. ખાસ વાત એ છે કે આ લક્ઝરી ક્રૂઝ પર તમને વધારે ભીડ જોવા નહીં મળે.કારણ કે તેના પર એક સમયે માત્ર 84 પ્રવાસીઓ જ મુસાફરી કરી શકે છે. આ ક્રૂઝ એવો અનુભવ આપે છે જેને તમે જીવનભર ભૂલી નહીં શકો.

ઓશનિયા ક્રૂઝ મરિનાની તો વાત જ કઈક અલગ છે
ઓશનિયા ક્રૂઝ, જે ઓસ્લો, સાઉધમ્પ્ટન, કોપનહેગન, બાર્સેલોના, વાલેટા, રોમ, લિસ્બન, મિયામી, રિયો ડી જાનેરો વગેરે સહિત ઘણા દેશો અને શહેરોની ટુર ઓફર કરે છે, તે પણ ખૂબ જ જોવાલાયક ક્રૂઝ છે. આમાં તમે 12 દિવસથી 54 દિવસ સુધી ટ્રીપ કરી શકો છો. આ માટે તમારે $2990 ડોલર (રૂ. 2,49,178) થી $17,999 (રૂ. 14,99,986) વચ્ચે ખર્ચ કરવો પડશે. જો તમે ખાવાના શોખીન છો તો આ ક્રુઝ તમારી લિસ્ટમાં ચોક્કસ હોવું જોઈએ. તાજેતરમાં જ આ ક્રૂઝનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ  હવે તેમાં એક સમયે 1250 જેટલા મુસાફરો તેની પર મુસાફરી કરી શકશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget