Travel Tips:કશ્મીરના ખર્ચમાં તમે આ દેશ ફરી સકો છો,રહવાનું અને જમવાનું એટલું સસ્તું છે કે ઓછામાં ઓછું 5 દિવસની ટ્રીપતો કરશો
Vietnam Travel Plan: દરેકનું સપનું વિદેશ ફરવાનું હોય છે પરંતુ બજેટના કારણે માં પાછું પળે છે, આવો તમને એક એવા દેશ વિષે જણાવીએ જે કાશ્મીરના ખર્ચમાં ફરી શકશો.
જો તમે કાશ્મીર ફરવા માટે જાઓ છો અને 10 દિવષ રોકાવ છો તો ઓછામાં ઓછા 50 થઈ 80 હજાર રૂપિયાનો ખર્ચો આરામ થી થઈ જાય છે. જો તમને ખબર પળે કે તમે આટલા ખર્ચામાં ટો વિદેશ ફરી શકો છો તો? આઓ તમને એવા દેશ વિષે જણાવીએ જ્યાં ભારતના એક હજાર રૂપિયા 3 લાખ વિયતનામી ડોંગ બરાબર છે. ચાલો જાણીએ કે ત્યાં રેહવા ખાવા અને ફરવામાં કુલ કેટલો ખર્ચ થઈ શકે છે.
વિયેતનામ જવા-આવવા માટે કેટલો ખર્ચ થાય છે?
પહેલો પ્રશ્ન એ ઊભો થાય છે કે વિયેતનામ આવવા-જવા માટે કેટલા પૈસા ખર્ચી શકાય? વાસ્તવમાં, સામાન્ય દિવસોમાં દિલ્હીથી વિયેતનામની ફ્લાઈટ્સ 12 થી 15 હજાર રૂપિયાની વચ્ચે મળે છે. જો આ ફ્લાઈટનું આયોજન લાંબા સમય પહેલા કરવામાં આવે તો તેની કિંમત ઘણી ઓછી થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે 20 થી 22 હજાર રૂપિયામાં વિયેતનામ આવવા-જવા માટે ફ્લાઇટ મેળવી શકો છો. ફ્લાઈટ સર્ચ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તેને હંમેશા ઇનકોરગ્રિટો મોડમાં જ સર્ચ કરવું જોઈએ, નહીં તો ફ્લાઈટના ભાવ ઝડપથી વધવાનો ડર રહે છે.
વિયેતનામમાં કયા કયા સ્થળોની મુલાકાત લેવી?
વિયેતનામ દક્ષિણ-પૂર્વ એશિયામાં સ્થિત એક ખૂબ જ સુંદર દેશ છે. અહીં તમે હા લોંગ કારીને એક ખાડી છે ત્યાં જઈ શકો છો, ત્યાંનો નજારો તમારું દિલ જીતી લેશે. અહીં હાજર ગુફાઓ તમને એક નવો અનુભવ કરાવશે. જો તમે ઘોંઘાટથી દૂર પ્રકૃતિનો આનંદ માણવા માંગો છો, તો તમારા માટે સાપા એક શ્રેષ્ઠ જગ્યા છે. જો તમારે વિયેતનામનો ઇતિહાસ જાણવો હોય તો તમે ક્યુ ચી ટનલની મુલાકાત ચોક્કસ લઈ શકો છો. આ સિવાય જો તમારે બોટિંગ, ટ્રેકિંગ વગેરેની મજા લેવી હોય તો બા બા નેશનલ પાર્કમાં જાવ. અહી રાત્રિ રોકાણનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.
ખાવાની દ્રષ્ટિએ વિયેતનામ કેટલું સસ્તું છે તે જાણીએ
જો તમે વિયેતનામમાં ખાવા માટેના સ્થળો શોધી રહ્યા છો, તો તમને બજેટ અને લક્ઝરી બંને વિકલ્પો મળે છે. જો તમે બજેટ ફ્રેન્ડલી ફૂડ શોધી રહ્યા છો તો તમે સ્ટ્રીટ ફૂડ તરફ વળી શકો છો. ત્યાં આગળ જો દે થામ, ફામ એનગુ લાઓ અને બુઇ વિએનની આસપાસ સસ્તી રેસ્ટોરન્ટ્સ પણ ઉપલબ્ધ છે, જે તમારા બજેટ પર કોઈ વધારાનો ખર્ચ બનતો નથી. આ બાબત નું ખાશ ધ્યાન રાખજો કે વિયેતનામમાં સ્ટ્રીટ ફૂડ સ્ટોલ 8 વાગ્યા સુધીમાં બંધ થઈ જાય છે.
પ્રવાસ દરમિયાન આ વાતોને અવશ્ય યાદ રાખો
વિયેતનામના પ્રવાસ દરમિયાન ખાણી-પીણીની બાબતમાં પણ સાવચેતી રાખવાની જરૂર છે. વિયેતનામમાં સૂપ જેવી વાનગીઓ ઉપલબ્ધ છે, પરંતુ તેના કારણે ફૂડ પોઈઝનિંગનું જોખમ હોઈ શકે છે. તમે કોઈપણ રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાઈ શકો છો, પરંતુ ધ્યાનમાં રાખો કે તે સારી રીતે બનાવવામાં આવેલ હોય. જો ખાવાના કારણે તમારું સ્વાસ્થ્ય બગડે તો આખી સફર બગડી શકે છે.