BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
BSNL તેના ગ્રાહકો માટે સતત નવા રિચાર્જ પ્લાન લોન્ચ કરતું રહે છે. હાલમાં બીએસએનએલ દ્વારા નવા વર્ષ પર ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે.
BSNL તેના ગ્રાહકો માટે સતત નવા રિચાર્જ પ્લાન લોન્ચ કરતું રહે છે. હાલમાં બીએસએનએલ દ્વારા નવા વર્ષ પર ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે. આ પ્લાનમાં યૂર્ઝસને 120 જીબી ડેા ઓફર કરવામાં આવી રહ્યો છે. આ પ્લાનનું નામ મોર ડેટા મોર ફન રાખવામાં આવ્યું છે. BSNL એ પહેલા જ પોતાના સસ્તા રિચાર્જ પ્લાનથી Jio, Airtel અને Viનું ટેન્શન વધાર્યું છે અને હવે કંપનીએ એક એવો પ્લાન રજૂ કર્યો છે જે પ્રાઈવેટ કંપનીઓની મુશ્કેલીમાં વધારો કરશે. જોકે, BSNLની નવી ઓફરે કરોડો મોબાઈલ યુઝર્સને ખુશ કરી દીધા છે. BSNL એ 2024 ના અંત પહેલા એક શાનદાર ઓફર રજૂ કરી છે.
BSNL એ પોતાના ગ્રાહકો માટે નવા વર્ષની આકર્ષક ઓફર લોન્ચ કરી છે. જો તમે ઈન્ટરનેટનો ઘણો ઉપયોગ કરો છો તો હવે BSNL એ તમારી સમસ્યાનો અંત લાવી દીધો છે. નવા વર્ષના અવસરને ધ્યાનમાં રાખીને BSNL એ એક રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે જેમાં ખાનગી કંપનીઓની સરખામણીમાં અનેક ગણો વધુ ડેટા આપવામાં આવી રહ્યો છે.
More data, more fun this festive season!
— BSNL India (@BSNLCorporate) December 26, 2024
Get 120GB for ₹277 with 60 days validity.
Offer valid till 16th Jan 2025. #BSNLIndia #FestiveOffer #StayConnected #Christmas #NewYear #LimitedTimeOffer pic.twitter.com/IwbjjPdShs
BSNL એ 2025 ના અવસર પર 277 રૂપિયાનો સસ્તો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. સરકારી કંપનીના આ પ્લાનથી મોબાઈલ યુઝર્સના અનેક પ્રકારના ટેન્શન દૂર થઈ ગયા છે. જો તમે કોઈ સસ્તો પ્લાન શોધી રહ્યા છો જેમાં તમને લાંબી વેલિડિટી, ફ્રી કૉલિંગ અને વધુ ડેટા મળે, તો હવે તમારા માટે એક નવો વિકલ્પ ઉપલબ્ધ છે. BSNL આ પ્લાનમાં તેના ગ્રાહકોને આ તમામ સુવિધાઓ આપી રહી છે.
સરકારી કંપનીએ આ રિચાર્જ પ્લાન વિશેની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ શેર કરી છે. કંપનીએ તેને મોર ડેટા મોર ફન નામ સાથે રજૂ કર્યું છે. તમને જણાવી દઈએ કે આ ઓફર BSNL દ્વારા મર્યાદિત સમય માટે રજૂ કરવામાં આવી છે. આ ઑફર 16 જાન્યુઆરી 2025 સુધી જ ઉપલબ્ધ રહેશે.
60 દિવસની લાંબી વેલિડિટી
BSNLના રૂ. 277ના પ્લાનમાં ગ્રાહકોને 60 દિવસની લાંબી વેલિડિટી મળે છે. તમે કોઈપણ નેટવર્કમાં 60 દિવસ સુધી અમર્યાદિત ફ્રી કૉલિંગનો લાભ લઈ શકો છો. તમારે 60 દિવસ સુધી કોઈપણ પ્રકારના રિચાર્જની જરૂર પડશે નહીં. ફ્રી કોલિંગની સાથે તેમાં ઘણો ડેટા પણ આપવામાં આવે છે. પ્લાનમાં તમને કુલ 120GB ડેટા મળે છે. મતલબ કે તમે દરરોજ 2GB સુધી હાઇ સ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકો છો.
BSNL તેના ગ્રાહકોને સુવિધા આપવા માટે સતત નવી સેવાઓ લાવી રહ્યું છે. કંપની 4G-5G નેટવર્ક પર પણ ઝડપથી કામ કરી રહી છે. BSNL એ દેશના વિવિધ ભાગોમાં 60,000 થી વધુ 4G ટાવર સ્થાપિત કર્યા છે.