Bhavnagar Crime : ભાવનગરમાં અકસ્માત બાદ કાર ચાલકને માર મારી કરાયું અપહરણ
Bhavnagar Crime : ભાવનગરમાં અકસ્માત બાદ કાર ચાલકને માર મારી કરાયું અપહરણ
ભાવનગર શહેરના ડોન ચોક વિસ્તારમાં ડોન બનીને કારચાલકને જાહેરમાં માર મારી અપહરણ કરનાર ઇસમો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. શહેરના બી. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની છે. કાર અને બાઈક વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાતા કારચાલકને ઢોર માર મારવામાં આવે છે જેના LIVE દ્રષ્યો પણ સામે આવ્યા છે. આ ઘટનામાં અપહરણ કરીને માર મારનાર બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી પિયુષભાઈ લશ્કરીને માથાના ભાગે બેલ્ટ મારવામાં આવતા ઈજા પહોંચી છે જેમને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે. અસામાજિક તત્વોનો તમાશો 10 મિનિટ સુધી જાહેર રોડ ઉપર ચાલે છે પરંતુ કોઈના દ્વારા આ ઈસમોને રોકવામાં પણ આવતા નથી . આ ઘટના અંગે બી. ડિવિઝન પોલીસને જાણ કરાતા 20 મિનિટ બાદ બી. ડિવિઝન પોલીસ બનાવતા સ્થળ ઉપર પહોંચે છે ત્યાં બંને બાઈક ચાલકો કાર ચાલક યુવકનું અપહરણ કરે છે અને ત્યારબાદ આ યુવકને માર મારી મોડી રાત્રે છોડી મૂકે છે. જોકે પોલીસ હજી સુધી અપહરણ કરનાર ઇસમો કોણ છે તે પણ ઓળખી શકી નથી.