Rajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકાર
Rajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકાર
રાજકોટ જિલ્લાના વીંછીયાના થોરીયાળી ગામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યા કરી નાંખતા ઘેરા પ્રત્યાઘાત પડ્યો ચે. આજે વિંછીયા બંધનુ એલાન અને મૌન રેલીનું એલાન વિંછીયાના પૂર્વ સરપંચ મનુભાઈ રાજપરા દ્વારા આપવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રેલીબાદ વિંછીયા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગેરકાયદે બાંધકામ અંગે અરજીઓ કરનાર ઘનશ્યામ રાજપરા ઉપર વીંછીયા ગામે બોટાદ રોડ પર થોરીયાળીના 7 જેટલા લોકોએ કુહાડી, ધોકા સહિતના હથિયાર વડે ઘાતકી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા ઘનશ્યામ રાજપરાને પહેલા વીંછિયા સરકારી હોસ્પિટલ અને ત્યાર બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન ઘનશ્યામ રાજપરાનું મોત થતા મામલો હત્યામાં પલટાયો. પરિજનો દ્વારા આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા માટેની કરવામાં આવી માંગણી. જો કે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કોઈ પણ પ્રકાર ની માહિતી આપવા માં નથી આવી. મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર. છેલ્લા પાંચ વર્ષથી મારા પિતા ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ અરજીઓ કરે છે. અગાઉ મારા કાકા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હવે મારા પિતા ઉપર હુમલો કરવામાં આવ્યો છે જેમાં તેમનું મોત થયું છે. આજે વિછીયા બંધનું એલાન અમારા દ્વારા આપવામાં આવ્યું છે. જ્યાં સુધી મારા પિતાની હત્યાના આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી અમે લાશ સ્વીકારશું નહીં. આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને સરઘસ કાઢવામાં આવે તેવી અમારી માંગણી.





















