શોધખોળ કરો

Kids: બાળકોને કઇ ઉંમરથી ખવડાવવા જોઇએ ઇંડા? દરરોજ કેટલા આપવા જોઇએ?

ઇંડાને બાળકો માટે સુપરફૂડ કહેવામાં આવે છે કારણ કે તે પ્રોટીન, વિટામિન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે

ઇંડાને બાળકો માટે સુપરફૂડ કહેવામાં આવે છે કારણ કે તે પ્રોટીન, વિટામિન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ, દરેક માતા-પિતાના મનમાં આ પ્રશ્ન ઉઠે છે કે બાળકને પહેલું ઈંડું ક્યારે આપવું જોઈએ? ચાલો જાણીએ કે બાળકને ક્યારે ઈંડા આપવાનું શરૂ કરવું અને દરરોજ કેટલા આપવા જોઈએ.

બાળકને ઇંડા આપવાનું ક્યારે શરૂ કરવું?

બાળક છ મહિનાનું થાય પછી ઇંડા ખવડાવવાની શરૂઆત કરી શકાય છે. આ ઉંમરે બાળક થોડું મોટું થાય છે અને તેને વધુ પોષણની જરૂર હોય છે. ઈંડામાં સારા પ્રોટીન અને વિટામિન હોય છે જે બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

દરરોજ કેટલા ઈંડા આપવા જોઈએ?

જ્યારે તમારું બાળક છ મહિનાનું થઈ જાય ત્યારે તમે તેને ઈંડા ખવડાવાનું શરૂ કરી શકો છો. પ્રથમ વખત માત્ર અડધું ઇંડું આપો. બાળકને કોઈ એલર્જી તો નથી અને તેને તે ગમે છે કે નહીં તે જોવા માટે. પછી ધીમે ધીમે જેમ તે મોટો થાય તેમ તમે ધીમે ધીમે તેને આખું ઇંડું ખવડાવવાની શરૂઆત કરી શકો છો. જ્યારે બાળક એક વર્ષનું થઈ જાય ત્યારે તમે તેને દરરોજ આખું ઈંડું ખવડાવી શકો છો. તે તેના વિકાસ માટે સારું છે અને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ઈંડાનો કયો ભાગ આપવો

બાળકને પહેલીવાર ઈંડા આપતી વખતે તેને ઈંડાનો પીળો ભાગ (જરદી) આપવાનું શરૂ કરો કારણ કે તે હળવા અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. ધીરે ધીરે જેમ જેમ બાળકની પાચન ક્ષમતા વિકસે છે, તેમ સફેદ ભાગ (આલ્બ્યુમિન) પણ સામેલ કરી શકાય છે.

ઈંડા ખવડાવવાના ફાયદા

પ્રોટીનઃ ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે બાળકના સ્નાયુઓના વિકાસમાં મદદ કરે છે.

વિટામિન્સ: ઈંડામાં વિટામિન A, D અને E હોય છે જે બાળકની આંખો અને હાડકાં માટે સારા હોય છે.

કેટલીક સાવધાની રાખો

એલર્જીનું ધ્યાન રાખો: કેટલાક બાળકોને ઈંડાથી એલર્જી થઈ શકે છે. તેથી જ્યારે તમે બાળકને પ્રથમ વખત ઇંડા આપો, ત્યારે થોડું આપો અને જુઓ કે શું કોઈ એલર્જી છે. તાજા ઇંડાનો ઉપયોગ કરો: હંમેશા તાજા ઇંડા ખરીદો અને તેને યોગ્ય રીતે રાંધ્યા પછી જ બાળકને ખવડાવો. જો તમે આ વાતોનું ધ્યાન રાખશો તો ઈંડા બાળક માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

ટોપ સ્ટોરી

Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?
Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?
CPR ક્યારે આપવું જોઇએ અને ક્યારે નહિ, જાણો સીપીઆર આપવાની ચોક્કસ ટ્રિક
CPR ક્યારે આપવું જોઇએ અને ક્યારે નહિ, જાણો સીપીઆર આપવાની ચોક્કસ ટ્રિક
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget