શોધખોળ કરો

Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો

Diabetes: ભારત વિશ્વમાં સૌથી વધુ ડાયાબિટીસ ધરાવતી વસ્તી વાળા દેશોમાં સામેલ છે. બદલાતી જીવનશૈલી, કલાકો સુધી બેસી રહેવું, વધતી સ્થૂળતા, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ, તણાવ, ઊંઘની કમી અને આનુવંશિક કારણો આ બીમારીના વધતા કિસ્સાઓ પાછળના મુખ્ય કારણો માનવામાં આવે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વિશ્વભરમાં 58 કરોડથી વધુ લોકો ડાયાબિટીસથી પ્રભાવિત છે.
  • ડાયાબિટીસ મેટાબોલિક રોગ છે; ખરાબ જીવનશૈલી, સ્થૂળતા મુખ્ય.
  • પ્રોસેસ્ડ ફૂડ, ખાંડ ટાળો; કસરત અને યોગ્ય આહાર અપનાવો.

Diabetes: જો તમે સુગરની બીમારીને ખૂબ હળવાશથી લેતા હોવ તો સાવધાન થઈ જાઓ, તમારી આ બેદરકારી સ્વાસ્થ્ય પર ખૂબ ભારે પડી શકે છે. આંકડા દર્શાવે છે કે વિશ્વભરમાં 58 કરોડથી વધુ પુખ્ત વયના લોકો ડાયાબિટીસનો ભોગ બનેલા છે, એટલે કે દર 9 માંથી લગભગ 1 વ્યક્તિને આ બીમારી છે. એટલું જ નહીં, નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે વર્ષ 2050 સુધીમાં આ સંખ્યા વધીને 85 કરોડને પણ પાર કરી શકે છે.

એટલું જ નહીં, ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના આંકડા દર્શાવે છે કે 10 માંથી 4 થી વધુ પુખ્ત વયના લોકોને એ ખબર પણ નથી હોતી કે તેમને આ બીમારી છે, જે વધુ ખતરનાક સ્થિતિ છે. વિશ્વભરમાં તેની સારવાર પાછળ થતો ખર્ચ 1 trillion dollar થી પણ વધુ છે.

આ પણ વાંચો...Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ

ડોકટરો કહે છે કે, જ્યારે પણ ડાયાબિટીસની વાત આવે છે, ત્યારે પહેલો સવાલ એ જ ઊભો થાય છે કે શું વધુ ખાંડ ખાવાથી ડાયાબિટીસ થાય છે? ઘણા લોકો માને છે કે જો તેઓ મીઠાઈ કે ખાંડ ખાવાનું બંધ કરી દે, તો તેમને ક્યારેય ડાયાબિટીસ નહીં થાય. શું વાસ્તવમાં આ વાતમાં કોઈ સત્યતા છે?

ડાયાબિટીસની વધતી સમસ્યા

ડોકટરો કહે છે કે, ખાંડ ખાવાથી નિશ્ચિતપણે તમારું સુગર લેવલ વધી જાય છે પરંતુ ડાયાબિટીસ એ માત્ર ખાંડ ખાવાથી થતી બીમારી નથી. આ એક મેટાબોલિક રોગ છે, જેમાં શરીર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન બનાવી શકતું નથી અથવા તો ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી. આ કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધવા લાગે છે.

ડાયાબિટીસ માટે માત્ર ખાંડ ખાવી જ નહીં, પરંતુ ખરાબ લાઇફસ્ટાઇલને પણ મોટું કારણ માનવામાં આવે છે. જે લોકો કલાકો સુધી બેસી રહે છે, સ્થૂળતાનો શિકાર છે, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ વધુ ખાય છે, વારંવાર તણાવમાં રહે છે અથવા તો ઊંઘ પૂરી કરી શકતા નથી, તેમનામાં પણ ડાયાબિટીસનું જોખમ વધુ જોવા મળે છે.

ખાંડ ખાવાથી ડાયાબિટીસનું જોખમ

ડોકટરો કહે છે કે, સીધી રીતે માત્ર ખાંડ ખાવી એ ડાયાબિટીસનું એકમાત્ર કારણ નથી. ટાઇપ-2 ડાયાબિટીસ ત્યારે થાય છે જ્યારે શરીરના કોષો ઇન્સ્યુલિન પ્રત્યે ઓછા સંવેદનશીલ (ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ) બની જાય છે અથવા સ્વાદુપિંડ (Pancreas) પૂરતું ઇન્સ્યુલિન બનાવી શકતું નથી. વધુ ખાંડ અને ગળ્યા પીણાંનું સતત સેવન કરવાથી વજન વધી શકે છે, જેનાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનું જોખમ વધે છે. તેથી ખાંડ તમારા જોખમોને વધારી શકે છે, પરંતુ તે આ બીમારીનું એકમાત્ર કારણ નથી.

ડાયાબિટીસથી બચવા આ વસ્તુઓથી પણ દૂર રહો

સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે, માત્ર મીઠાઈ જ નહીં, પરંતુ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ, સફેદ બ્રેડ-મેંદો અને કેક-બિસ્કિટ પણ બ્લડ સુગર વધારી શકે છે. પેકેજ્ડ જ્યુસ અને વધુ પડતી તળેલી વાનગીઓ વારંવાર ખાવાથી પણ બ્લડ સુગર અને વજન પર નકારાત્મક અસર પડી શકે છે. આ ખોરાકમાં અવારનવાર રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ, અનહેલ્ધી ફેટ્સ અને વધારાનું મીઠું-ખાંડ હોય છે.

આ ઉપરાંત અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે સતત ઊંઘ પૂરી ન થવી અને લાંબા સમય સુધી તણાવમાં રહેવાથી શરીરનું હોર્મોનલ સંતુલન ખોરવાય છે. આનાથી કોર્ટિસોલ જેવા હોર્મોન્સ વધી શકે છે, જે ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા પર અસર કરે છે. તણાવ દરમિયાન લોકો બિનઆરોગ્યપ્રદ ખોરાક વધુ ખાય છે અને શારીરિક પ્રવૃત્તિ પણ ઘટી જાય છે, જેની અસર સુગર લેવલ પર જોવા મળે છે.

પેટ બહાર નીકળી રહ્યું હોય તો પણ સાવધાન

ડોકટરો કહે છે કે, ટાઇપ-2 ડાયાબિટીસનું એક મોટું કારણ સ્થૂળતા, ખાસ કરીને પેટની આસપાસ જમા થયેલી ચરબી (Belly Fat) છે. વધારાની ચરબી શરીરમાં બળતરા (Inflammation) વધારે છે અને ઇન્સ્યુલિનની કાર્યક્ષમતાને અસર કરે છે. શારીરિક પ્રવૃત્તિ ઓછી હોવી અને હાઇ કેલરી વાળી વસ્તુઓ ખાવાથી પણ જોખમ વધવાની શક્યતા રહે છે. નિયમિત વ્યાયામ અને વજન કંટ્રોલમાં રાખવાથી ડાયાબિટીસના જોખમને ઘણું ઘટાડી શકાય છે.

કઈ વસ્તુઓથી પરહેજ કરવો?

નિષ્ણાતો સલાહ આપે છે કે ગળ્યા પીણાં અને ખાંડ વાળી વસ્તુઓની સાથે, અતિશય પ્રોસેસ્ડ સ્નેક્સ, ટ્રાન્સ ફેટ ધરાવતા ખાદ્યપદાર્થો અને ધૂમ્રપાન-દારૂના સેવનથી બચવું જોઈએ. લાંબા સમય સુધી બેસી રહેવાની ટેવ પણ જોખમ વધારી શકે છે. ખોરાકની માત્રા ઘટાડવી, નિયમિત વ્યાયામ અને સંતુલિત આહાર અપનાવવો એ શ્રેષ્ઠ વિકલ્પ છે. સપ્તાહમાં ઓછામાં ઓછી 150 મિનિટ મધ્યમ તીવ્રતાનો વ્યાયામ કરો અને પૂરતી ઊંઘ લો, આનાથી પણ જોખમ ઘણું ઘટાડી શકાય છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાત કે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

શું ખાંડ ખાવાથી જ ડાયાબિટીસ થાય છે?

ના, ડાયાબિટીસ માત્ર ખાંડ ખાવાથી થતી બીમારી નથી, તે એક મેટાબોલિક રોગ છે. ખાંડ તમારું સુગર લેવલ વધારી શકે છે, પરંતુ તે એકમાત્ર કારણ નથી.

ડાયાબિટીસની વૈશ્વિક સ્થિતિ શું છે?

વિશ્વભરમાં 58 કરોડથી વધુ પુખ્ત વયના લોકો ડાયાબિટીસથી પીડાય છે. નિષ્ણાતો મુજબ 2050 સુધીમાં આ સંખ્યા 85 કરોડને પાર કરી શકે છે.

ડાયાબિટીસના જોખમમાં વધારો કરતાં અન્ય પરિબળો કયા છે?

ખરાબ લાઇફસ્ટાઇલ, સ્થૂળતા, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ, તણાવ અને અપૂરતી ઊંઘ જેવા પરિબળો ડાયાબિટીસનું જોખમ વધારે છે. પેટની ચરબી પણ એક મોટું કારણ છે.

ડાયાબિટીસથી બચવા માટે કઈ વસ્તુઓ ટાળવી જોઈએ?

મીઠાઈ, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ, સફેદ બ્રેડ, તળેલી વાનગીઓ, ગળ્યા પીણાં અને ધૂમ્રપાન-દારૂ ટાળવા જોઈએ. નિયમિત વ્યાયામ અને સંતુલિત આહાર અપનાવો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Advertisement

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
Embed widget