Winter Hair Care: શિયાળામાં વાળની સંભાળ માટે આ રીતે બનાવો તેલ, ઘણી સમસ્યાઓથી મળશે છુટકારો
Homemade Hair Oil: શિયાળામાં વાળની ઘણી સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિમાં આ સિઝનમાં ઘરે બનાવેલા તેલનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાણો આ તેલ બનાવવાની રીત
Homemade Hair Oil For Winter Hair Care: શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકોને વાળ સંબંધિત ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે તેવામાં ખાસ કરીને ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યા તો ખાસ જોવા મળે છે. આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આપણે અવનવા નુસખા પણ અપનાવતા હોઈએ છીએ. જ્યારે બજારમાં પણ તેને લગતી અનેક પ્રોડક્ટ મળી રહે છે. તેમ છતાં આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમારા દાદીમા ઘણીવાર વાળમાં તેલ લગાવવાની સલાહ આપે છે. પરંતુ હવે મનમાં પ્રશ્ન રહે છે કે આ બધી સમસ્યાથી રાહત મેળવવા માટે વાળમાં કયું તેલ લગાવવું જોઈએ. જો તમે પણ આને લઈને મૂંઝવણમાં છો તો તમે ઘરે એક સરસ તેલ રાખી શકો છો. આ તેલ તમારા વાળની ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે. ત્યારે નોંધી લો આ તેલ બનાવવાની સરળ રીત..
ઘરે તેલ બનાવવા માટેની સામગ્રી
નાળિયેર તેલ - 1 લિટર
મીઠા લીમડાના પાન- 25થી 30
મેથીના દાણા - 1 ચમચી
જાસુંદના ફૂલ - 15થી 20
કડવા લીમડાના પાન - 25થી 30
ડુંગળી - 3 મધ્યમ કદ
એલોવેરા - 1 મધ્યમ કદ
જાસ્મિન ફૂલો - 15થી 20
વાળનું તેલ કેવી રીતે બનાવવું
આ હર્બલ તેલ બનાવવું ખૂબ જ સરળ છે. આ તેલ બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં પાણી ભરો અને તેમાં મેથીના દાણાને અડધા કલાક સુધી પલાળી રાખો. મેથીના દાણા પલળે ત્યાં સુધી બીજા એક વાસણમાં એલોવેરાના નાના નાના ટુકડા કરી લો. ત્યારબાદ મેથીના દાણા બરાબર પલળી જાય એટલે તમામ વસ્તુઓને (જાસૂદનાના ફૂલ, જાસ્મિનના ફૂલ , એલોવેરા, મીઠા લીમડાના પાન, કડવા લીમડાના પાન અને ડુંગળી) એકસાથે પીસી લો. ત્યારબાદ શુદ્ધ નારિયેળ તેલને ગરમ કરો અને તેમાં આ પેસ્ટ ઉમેરો અને બધુ હળવી બરાબર મીક્ષ કરો અને ઉકળવા દો. રંગ બદલાય ત્યાં સુધી ધીમા તાપે ગરમ કરો. લગભગ 45 મિનિટ સુધી આ તેલને ગરમ કરો. ત્યારબાદ તેને ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ કાચની બોટલમાં આ તેલને ગાળીને ભરી લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )