વેઇટ લોસમાં કારગર અને હેલ્ધી સ્વાદિષ્ટ મગદાળના સૂપના સેવનના છે અદભૂત ફાયદા, રેસિપી સમજી લો
Weight Loss Diet: મગની દાળનું સેવન ઘણી રીતે કરવામાં આવે છે. બીજી તરફ, જો આપ તમારી વધતી જતી સ્થૂળતાથી પરેશાન છો અને તેનાથી છૂટકારો મેળવવા માંગો છો, તો તમે તમારા આહારમાં મગની દાળના સૂપને સામેલ કરી શકો છો.
![વેઇટ લોસમાં કારગર અને હેલ્ધી સ્વાદિષ્ટ મગદાળના સૂપના સેવનના છે અદભૂત ફાયદા, રેસિપી સમજી લો For weight loss eat Moongdal soup to know its recipes વેઇટ લોસમાં કારગર અને હેલ્ધી સ્વાદિષ્ટ મગદાળના સૂપના સેવનના છે અદભૂત ફાયદા, રેસિપી સમજી લો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/06/0891223fa54c276a9fd3b3c824b83c261657089496_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Weight Loss Diet: મગની દાળનું સેવન ઘણી રીતે કરવામાં આવે છે. બીજી તરફ, જો આપ તમારી વધતી જતી સ્થૂળતાથી પરેશાન છો અને તેનાથી છૂટકારો મેળવવા માંગો છો, તો તમે તમારા આહારમાં મગની દાળના સૂપને સામેલ કરી શકો છો.
મગની દાળનું સેવન ઘણી રીતે કરવામાં આવે છે. દાળ સિવાય તેનો ઉપયોગ ખીચડી, હલવો કે નમકીનના રૂપમાં પણ કરી શકાય છે. પરંતુ શું આપ જાણો છો કે, મગની દાળનો સૂપ પણ બનાવવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનો સ્વાદ પણ અદ્ભુત છે. આવી સ્થિતિમાં, જો તમે તમારી વધતી સ્થૂળતાથી પરેશાન છો અને તેનાથી છૂટકારો મેળવવા માંગો છો, તો તમે તમારા આહારમાં મગની દાળના સૂપને સામેલ કરી શકો છો. મગની દાળનું સૂપ ખાવાના ફાયદા જણાવીએ.
જો તમે કંઇક હળવું અને હેલ્ધી ખાવા માંગતા હોવ તો મગની દાળનો સૂપ બેસ્ટ ઓપ્શન છે. આપ તેને બપોરે અથવા રાત્રિભોજનના સમયે લઈ શકો છો. જે પાચન માટે વધુ સારું રહે છે.
મગની દાળને ધોઈને 30 મિનિટ સુધી પલાળી રાખો.હવે તેને પ્રેશર કૂકરમાં બાફી લો. નરમ ન થાય ત્યાં સુધી ઉકાળો તેને સારી રીતે મેશ કરીને બાજુ પર રાખો, ત્યારબાદ તેમાં ઘી તવામાં મૂકો, તેમાં સરસવ, જીરું, હિંગ અને હળદરનો ભૂકો નાખો. હવે તમારા સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. આ રીતે તૈયાર છે તમારી મગની દાળનો સૂપ.
મગ દાળના સૂપના ફાયદા-
મગની દાળમાં એસિટીડીને ઘટાડવાના ગુણ છે. જે શરીરમાં ગેસને જમા થતા અટકાવે છે. તેમજ તે પચવામાં પણ સરળ છે.મગની દાળમાં હાજર આયર્ન લાલ રક્તકણોના યોગ્ય ઉત્પાદનમાં મદદ કરે છે. તે એનિમિયાને અટકાવે છે અને શરીરમાં એકંદર રક્ત પરિભ્રમણને સુધારે છે.
મગની દાળના સૂપનું સેવન કરવાથી વજન ઓછું કરવામાં સરળતા રહે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)