શોધખોળ કરો

ગરમીમાં આ રીતે રાખો તમારા વાળની સાર સંભાળ

ઉનાળામાં ધૂળ અને તડકાના કારણે વાળની ​​હાલત ખરાબ થવા લાગે છે, જેના કારણે વાળ સૂકા થવા લાગે છે અને તૂટવા લાગે છે. ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યા પણ ઉનાળાની ઋતુમાં જોવા મળે છે.

ઉનાળામાં ધૂળ અને તડકાના કારણે વાળની ​​હાલત ખરાબ થવા લાગે છે, જેના કારણે વાળ સૂકા થવા લાગે છે અને તૂટવા લાગે છે. ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યા પણ ઉનાળાની ઋતુમાં જોવા મળે છે. આ ઉનાળામાં તમારા વાળને સ્વસ્થ અને સુંદર રાખવા માટે તમારે થોડું વધારે ધ્યાન આપવું પડશે.આ વખતે ઉનાળામાં તમારા વાળની ​​આ રીતે કાળજી લો.

1- વાળને ઢાંકવાનું ભૂલશો નહીં- જ્યારે પણ તમે ઘરની બહાર જાવ, ખાસ કરીને અસહ્ય તડકામાં તો વાળને સ્કાર્ફથી અવશ્ય ઢાંકો, તેનાથી વાળ પર પડતા સૂર્યના તેજ કિરણો સામે રક્ષણ મળશે જ પરંતુ ધૂળ પણ વાળમાં નહીં જશે. જો હેલ્મેટ પહેરતા  હોય તો પણ સૌપ્રથમ વાળને કોટનના કપડાથી ઢાંકો કારણ કે હેલ્મેટમાં હાજર સિન્થેટિક ખૂબ જ નુકસાનકારક છે. જો વાળ ઢાંકેલા હોય તો ડેમેજ પણ ઓછું થાય છે સાથે જ ઉનાળામાં ઓછામાં ઓછું હીટિંગ એપ્લાયન્સનો ઉપયોગ કરો.

2- દરરોજ શેમ્પૂ ન કરો - ઉનાળામાં માથામાં વધુ પરસેવો થાય છે, તેનાથી ડેન્ડ્રફ થઈ શકે છે, લોકો ડેન્ડ્રફને દૂર કરવા માટે દરરોજ વાળ સાફ કરે છે, જે યોગ્ય નથી, દરરોજ વાળ ધોવાથી વાળમાં રહેલા કુદરતી તેલનો નાશ થાય છે. બે દિવસના અંતરાલમાં વાળ ધોઈ લો, પરંતુ માત્ર પાણી અથવા ઓછા શેમ્પૂથી તેનાથી વાળ તૂટવામાં પણ ઘટાડો થશે.

3- કન્ડિશન કરવાનું ભૂલશો નહીં- ઉનાળામાં જ્યારે પણ વાળમાં શેમ્પૂ કરો ત્યારે કન્ડિશનર કરવાનું ભૂલશો નહીં, શેમ્પૂથી થતા કોઈપણ નુકસાનને ઘટાડવા માટે પ્રોટીન આધારિત કન્ડિશનર પસંદ કરો. એક વાતનું ધ્યાન રાખવું કે વધુ પ્રોટીન ધરાવતું કન્ડિશનર વાળને નુકસાન પહોંચાડે છે, સાથે જ સલ્ફેટ ફ્રી શેમ્પૂ પસંદ કરો, અઠવાડિયામાં એકવાર વાળને ડીપ કન્ડીશનીંગ કરો.

કાકડી ખાવાથી શરીરમાં થાય છે ઘણા બધા ફાયદા

ઉનાળામાં બજારમાં કાકડી મળવા લાગે છે, તેથી આ વખતે કાકડી ખાઓ કારણ કે કાકડી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તેમાં વિટામિન A, C, K, પોટેશિયમ, લ્યુટીન, ફાઈબર જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. કાકડી ખાવાથી તમને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે, તો ચાલો જાણીએ કાકડી ખાવાના શું ફાયદા છે.

હાડકાં મજબૂત- કાકડી ખાવાથી હાડકાં મજબૂત થાય છે. તેમાં વિટામિન-કે ખૂબ જ માત્રામાં જોવા મળે છે. તેનાથી હાડકાંની ડેંસિટી વધે છે અને હાડકાં મજબૂત થાય છે.

ત્વચા સારી છે - કાકડી ત્વચા અને વાળ માટે અમૃત સમાન છે. જો કાકડી નિયમિત રીતે ખાવામાં આવે તો વાળનો વિકાસ સારો થાય છે. આ ઉપરાંત ત્વચા પણ ગ્લોઈંગ થાય છે. કાકડીનો રસ પીવાથી ડાઘ દૂર થવા લાગે છે.

કબજિયાતથી મળે છે છુટકારોઃ- કાકડીના નિયમિત સેવનથી કબજિયાતની સમસ્યા દૂર કરી શકાય છે. તેની સાથે જ તે ગેસ અને અપચો દૂર કરવામાં પણ મદદ કરે છે.

વજન ઘટાડવું- કાકડી ખાવાથી વજન ઘટાડી શકાય છે. કારણ કે કાકડીમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે. આ સિવાય તેમાં કોઈ વજન વધારનાર તત્વ નથી. તે ફાઈબરમાં પણ ખૂબ રિચ છે. જેના કારણે તેને ખાધા પછી પેટ ભરેલું રહે છે અને કંઈપણ ખાવાનું મન થતું નથી.

કિડનીની સમસ્યા દૂર થાય છે- આપણે બધા જાણીએ છીએ કે કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. પોટેશિયમ સાથે, તે શરીરમાંથી યુરિક એસિડ અને કિડનીની અશુદ્ધિઓને દૂર કરે છે.

કોલેસ્ટ્રોલ સારું રહે છે- કાકડી ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ જાળવી શકાય છે. તેમાં એક તત્વ હોય છે, જેને આપણે સ્ટીરોલ કહીએ છીએ. તે શરીરમાં યોગ્ય કોલેસ્ટ્રોલ લેવલ જાળવી રાખે છે.

બ્લડપ્રેશર સારું રહે છે- કાકડી ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલ કરી શકાય છે. તેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Advertisement
ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Embed widget