શોધખોળ કરો

Heart Attack Risks: મહિલાઓમાં આ કારણે વધે છે હાર્ટ અટેકનું જોખમ, સમય રહેતાં આ લક્ષણોને ઓળખો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 18 થી 35 વર્ષની મહિલાઓમાં હાર્ટ એટેકનો ખતરો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. જો કે નિષ્ણાતનું માનવું છે કે, હાર્ટ એટેક આવતા પહેલા મહિલાઓનું શરીર કેટલાક સંકેત આપે છે.

Heart Attack Risks: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 18 થી 35 વર્ષની મહિલાઓમાં હાર્ટ એટેકનો ખતરો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. જો કે નિષ્ણાતનું માનવું છે કે, હાર્ટ એટેક આવતા પહેલા મહિલાઓનું શરીર કેટલાક સંકેત આપે છે.

બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને વધેલા તણાવથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે. હૃદયરોગના હુમલામાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે. આ સ્થિતિમાં, હૃદયમાં રક્ત પરિભ્રમણ કરી શકતું નથી. હાલ  મહિલાઓમાં હાર્ટ એટેકનું જોખમ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 18 થી 35 વર્ષની મહિલાઓમાં હાર્ટ એટેકનો ખતરો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે હાર્ટ એટેક આવતા પહેલા મહિલાઓનું શરીર કેટલાક સંકેત આપે  છે. આવી સ્થિતિમાં, તે મહત્વનું છે કે આ લક્ષણોને ઓળખ્યા પછી, તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો.

સ્ત્રીઓમાં હાર્ટ એટેકના કારણો

હાઇ કોલેસ્ટ્રોલ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર મહિલાઓને હાઈ કોલેસ્ટ્રોલથી બચાવે છે, પરંતુ મેનોપોઝ પછી મહિલાઓમાં એસ્ટ્રોજનનું સ્તર ઘટવા લાગે છે, જેના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે. જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.

હાઈ બ્લડ પ્રેશર

સ્ત્રીઓ માટે ગર્ભાવસ્થા દરમિયાન હાઈ બ્લડ પ્રેશર હોવું તે એકદમ સામાન્ય છે, જે હાર્ટ એટેક તરફ દોરી શકે છે. આ સિવાય કેટલીક મહિલાઓ  ગર્ભ નિરોધની  ગોળીઓ લે છે, જેનાથી હૃદય પર વિપરીત અસર થાય છે. તેનાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.

માનસિક સમસ્યાઓ

પુરૂષો કરતાં મહિલાઓ તણાવ, ચિંતા અને ડિપ્રેશનનો શિકાર વધુ બને છે. આ કારણે મહિલાઓમાં હાર્ટ એટેકનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. આ સિવાય અનેક પ્રકારની માનસિક સમસ્યાઓ આના કારણે વધી જાય છે.

સ્થૂળતા અને ડાયાબિટીસ

સ્થૂળતા અને ડાયાબિટીસ પણ સ્ત્રીઓમાં હાર્ટ એટેકનું જોખમ વધારે છે. આ સિવાય કેન્સર કે કિડની ફેલ્યોર જેવી સ્થિતિમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે.

સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો

  • હાડકામાં દુખાવો.
  • છાતીમાં દુખાવો, બળતરા
  • ચક્કર અને નબળાઇ
  •  માથાનો દુખાવો
  • શ્વાસ લેવામાં તકલીફ.
  • હાર્ટ બીટ વધી જવા

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

વિડિઓઝ

Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget